SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ‘કષાયની ઉપશાંતતા.” ક્રોધ, માન, માયા, લોભ આદિ જે કષાય છે, હાસ્ય, શોક, રતિ, અરતિ, ભય, દુગંછા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, આ બધાનો કષાય – પચ્ચીસ પ્રકારનાં કષાય જૈન દર્શનમાં કહ્યાં છે તેની ઉપશાંતતા. “ઉદયમાં આવવાના કષાયોને શમાવે’ કૃપાળુદેવે દશાનું પહેલું લક્ષણ કહ્યું છે. સમ્યફદશા પ્રાપ્ત કરવી હોય તો કષાયોનું શમન. એ કષાયોને એવી રીતે શમાવી દો કે ફરીથી પોતાની સ્થિતિને પ્રાપ્ત ન થાય. ‘વાળ્યો વળે જેમ હેમ.” યશોવિજયજી મહારાજે કહ્યું કે જેમ તેમ વળી શકે એમ તું વળ. ગમે તેવી સંસારમાં સુખદ-દુઃખદ, અનુકૂળ-પ્રતિકૂળ, પરિસ્થિતિ આવે તો તેમાં વિહ્વળ થા મા ! તારી જાતે સ્થિર થા. ગીતામાં ભગવાન કૃષ્ણ, બીજા અધ્યાયની અંદર સ્થિતપ્રજ્ઞના લક્ષણમાં આજ કહ્યું છે. લાભાલાભો - જ્યાજ્યો સંસારમાં જય-પરાજ્ય, લાભ-અલાભ, મૃત્યુ-શોક, ભય – આ બધું ચાલ્યા જ કરશે. એકાંતે ત્રિવિધ તાપે બળતો આ સંસાર છે. આ જ સંસારનું સ્વરૂપ છે. એમાં કષાયનો સહારો લેવા જઈશ તો તું પાર નહીં પામી શક. કોઈ એમ સમજે છે કે અમે કષાયનો સહારો લઈને બાજી જીતી જઈશું. ક્રોધ તો કરવો જ જોઈએ, ગરજી-ગરજીને બોલે, વેર કરે, દ્વેષ કરે, એમ સમસ્યાનો ઉકેલ નહીં આવે ભાઈ ! માન કરે. માનમાં રચ્યા-પચ્યો રહે. માયા કરે. આનું બુરું કેમ કરવું ? અહિત કેમ થાય ? કેમ કાસળ કાઢી. નાખવું? આનું કામ કેમ ન થાય? આના સુખમાં બાધા કેમ ઉત્પન્ન થાય ? આ બધાં છળકપટ છે. માયા છે. આ બધી વંચના છે. પણ આ કરવામાં તે જગતને છેતરતો નથી. જાતને છેતરે છે. અને આ આત્મવંચનાનું મહાપાપ છે. આત્મવંચના કરનાર ક્યારેય પણ આત્મસુખ કે આત્મશાંતિ પામી શકે નહીં. લોભ. જે હોય તે બધી વસ્તુ લઈ જ લેવી છે. બસ. સંગ્રહ અને પરિગ્રહની વૃત્તિ. આ બધા કષાય આધારિત જીવનના મંડાણ કર્યા છે. જ્ઞાની કહે છે કે આત્માર્થી જીવ પહેલાં વહેલાં બધા કષાયને શાંત કરી નાખે. એકેય કષાય નહીં જોઈએ. ક્રોધ આવે તો તેણે શાંત થઈ જવાનું. કષાય ઉદયમાં આવે તો એને શાંત પાડવાના. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.” ભગવાન કહે છે, “ક્રોધ કર. પણ તારી ક્રોધિત અવસ્થા પ્રત્યે ક્રોધ કર. પર પ્રત્યે ક્રોધ નથી કરવાનો. આ ‘કષાયની ઉપશાંતતા. માત્ર મોક્ષ અભિલાષ.” એક જ અભિલાષા એને જીવનમાં છે. બાકી સંસારની બધી અભિલાષા એણે છોડી દીધી છે. એને જૈન પરિભાષામાં કહે છે “સંવેગ. પહેલાં કષાયોનું શમન એ “શમ.’ પછી ‘સંવેગ.” મોક્ષ તરફ ધસતો જીવનો ભાવ એને દોટ મુકવી છે મોક્ષ તરફ. વેગ છે એના જીવનમાં, એના વીર્યમાં, એના પુરુષાર્થમાં - મોક્ષ પ્રત્યે. મોક્ષના પુરુષાર્થમાં એ વેગવંત છે. અને Zizurs stell Diez 24 GELR1 9. He is indifferent, passimist. gui 24 Ell gold 247 gold-u કાર્યની વાત છે અને એની અંદર કોઈ રસ નથી. પણ જ્યાં મુક્તિનું કામ છે ત્યાં એ વેગવાન છે. ગાંધીજીએ કૃપાળુદેવ માટે લખ્યું કે એ તો વાયુવેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા. ગાંધીજીએ કૃપાળુદેવને નહોતા FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 123 =
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy