SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપના કરી છે. આ આચાર્યોએ કામ અનુસાર મુમુક્ષુઓને મોક્ષ માર્ગ બતાવવા માટે તે સમયને અનુસાર ભેદ પાડ્યા હોય. પણ આ બધા જ સાધન છે, બધા જ નિમિત્ત છે. પણ આ સાધન છે, વ્રતના ભેદ છે, લિંગ છે, ચિન્હ છે, એમાં દોષ નથી. પણ એ સાધનનો દૂરાગ્રહ થાય એ દોષ છે. એ સાધનનું મમત્વપણું, એમાં થયેલી એકાંત માન્યતા એ જો દઢ થાય અને મારામાંથી મુમુક્ષુતા ચાલી જાય અને મતાર્થીપણું દૃઢ થાય તો એ સાધન મારા માટે ઝેર જેવાં છે. તો આ નિમિત્તનું મહત્ત્વ ક્યાં સુધી ? દેવાનું મહત્ત્વ ક્યાં સુધી ? જો એ મારા રોગને દૂર કરે તો જ. રોગને નિર્મૂળ ન કરે એવું ઔષધ મારે શું કામનું ? ડાયાબીટીશના દર્દીને સાકરની મીઠાશ શું કામની ? સાકરમાં દોષ નથી. પણ એ સાકરથી જો શરીરમાં વિકાર ઉત્પન્ન થાય, એને એ આપત્તિનું કે મરણનું કારણ બને તો એ સાકર પણ ઝેર સમાન છે. એમ આવા સાધનનો આગ્રહ એ મોક્ષના નહીં મતાર્થના કારણ બને છે. “માને નિજ મત વેશનો આગ્રહ મૂક્તિ નિદાન. કપાળદેવે લખ્યું છે, “જીવ મતભેદ આદિ કારણોને લઈને રોકાઈ જઈ આગળ વધી શકતો નથી.” સાધન તો સરસ મળ્યાં, નિમિત્ત સરસ મળ્યાં, પણ મતાર્થ અને મતભેદનું કારણ થયાં - અને મતભેદનું કારણ થયાં કારણ કે ગુરુ અસગર હતા. એણે જ બધું દઢ કરાવ્યું. કે આ સાધનથી જ મોક્ષ થાય. બીજી રીતે નહીં. આ નકારની ભાવનામાં ચાલ્યા ગયા. નિષેધાત્મક દૃષ્ટિકોણ દૃઢ કરાવી દીધો. અને એને આ સાચું છે એની મહત્તા વધારે છે પણ એ ધર્મ પામવાનું માહાભ્ય નથી. અમારો ધર્મ સાચો. અમારા આચારમાં ઘણી જ ઉત્કૃષ્ટતા. બીજાના આચાર શિથિલ છે. આવી જ વાત અને આવા જ આગ્રહમાં જીવ રોકાઈ ગયો. મારા ધર્મના આવા ઉપકરણો ઉત્કૃષ્ટ હોવા છતાં એના અનુયાયીઓમાં મતાર્થ દઢ થાતો હોય અને મુમુક્ષુતાનો નાશ થતો હોય, મારી આત્મગુણ સંપદાનો નાશ થતો હોય તો એ ઉત્કૃષ્ટ ઉપકરણો મને ઉપકારી થાય કે અપકારી થાય ? આ ઉત્કૃષ્ટ સાધન મારા હિતનું કારણ ન થયાં. કારણ કે મારામાં દૃષ્ટિવાદ આપી દીધો. અને જ્ઞાની પુરુષ કહે છે, “કામ-રાગને સમાપ્ત કરવો સરળ છે પણ દૃષ્ટિરાગને મારવો મહા કઠિન છે.’ કામ-રાગ નિર્મૂળ કરી શકાય. પણ આ દૃષ્ટિરાગ ભયાનક છે. પોતાના મતનો, વેશનો, સંપ્રદાયનો, ગચ્છનો, શાસ્ત્રનો – આ દૃષ્ટિરાગ અને એની અંદર બેઠેલો જે દુરાગ્રહ છે - જે પડદો છે. કે આજ સાચું છે” – આ પકડ આત્માનો ગુણ નથી. એ દુરાગ્રહ જીવને મારી નાખે છે. એટલે એનું પરિણામ એ આવે કે એ બીજાનું ઉત્કૃષ્ટપણું સહન કરી શકે નહીં. બીજાના દોષ જ જોયા કરે. કોઈ જીવમાં ભદ્રિકતા હોય તો પણ એને ખોટો ઠેરવે કારણ કે એ જીવ પોતાના મતાર્થીના) માર્ગે ચાલતો નથી. સામાયિક આમ જ કરાય, આમ જ બેસાય, આમ જ ઉઠાય. આ ક્રિયા જ જોયા કરે. જીવને ક્રિયા સાથે સંબંધ છે કે ભાવ સાથે સંબંધ છે ? આ સાધન જો ઉત્કૃષ્ટ હોવા છતાં મતાર્થીપણું જો દઢ કરતાં હોય તો મને ઉપકારી નથી. “શ્રી જિને સહસ્ત્રાગમે ક્રિયાઓ કહી છે. આ બધા આચારના બાંધા બીજા જ્ઞાની સિવાય કોઈ અજ્ઞાનીએ નથી આપ્યા. કારણ કે આપણી આખી વાતનું કેન્દ્ર જ્ઞાની પુરુષ છે. અને લોકો ધર્મમાં ચાલનારા છે તેની જ આ વાત છે. આપણને જે મતાર્થ પ્રાપ્ત થયો તે ધર્મમાંથી જ FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ... 104 =
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy