SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ગિદષ્ટિસમુચય નિર્વાણુ તત્વની આરાધના બાબત પરસ્પર ઝઘડે છે, એ મહાઆશ્ચર્ય છે! એમાં તત્વજ્ઞાનની શૂન્યતાને જ દોષ છે. મહાસમર્થ તત્ત્વજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજીએ મહાદશન-પ્રભાવક શ્રી મેક્ષમાળા ગ્રંથમાં અત્યંત મનનીય એવું પરમ સત્ય જ ભાખ્યું છે કે મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્ત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા, જેનું પરિણામ દષ્ટિગોચર છે. વર્તમાન શેપમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દેઢ અબજની ગણાઈ છે, તેમાં સર્વ ગચ્છની મળીને જૈન પ્રજા માત્ર વીશ લાખ છે. એ પ્રજા તે શ્રમણોપાસક છે. એમાંથી હું ધારું છું કે નવતત્વને પડનરૂપે બે હજાર પુરુષે પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક તે આંગળીને ટેરવે ગણું શકીએ તેટલા પુરુષે પણ નહીં હશે. જ્યારે આવી પતિત સ્થિતિ તત્ત્વજ્ઞાન સંબંધી થઈ ગઈ છે, ત્યારે જ મતમતાંતર વધી પડ્યાં છે. એક લૌકિક કથન છે કે “સ શાણે એક મત,” તેમ અનેક તત્ત્વવિચારક પુરુષોના મતમાં ભિન્નતા બહુધા આવતી નથી, માટે તત્તાવધ પરમ આવશ્યક છે.”–શ્રી મેક્ષમાળા. ઉપરમાં જે વિવર્યું, તે ઉપરથી આટલું તાત્પર્ય ફલિત થાય છે કે તે નિર્વાણુતત્વને સમ્યફપણે જાણનારા વિવેકી વિવાદ કરે નહિ, અને વિવાદ કરે તે વિવેકી નહિં. સુષ કિં બહુના? । इति परंतत्त्वाभेदमार्गान्तराधिकारः । सर्वज्ञपूर्वकं चैतन्नियमादेव यस्थितम् । आसनोऽयमृजुर्मागस्त दस्तत्कथं भवेत् ॥ १३३ ॥ સર્વાપૂર્વક આ વળી, નિયમથી જ છે સ્થિત; નિકટ આ ઋજુ માર્ગ , તેનો ભેદ શી રીત? ૧૩૩ અર્થ – અને કારણ કે આ નિર્વાણ તત્વ સર્વ પૂર્વક નિયમથી જ સ્થિત છે. અને નિર્વાણને સમીપ એ આ સર્વજ્ઞરૂપ માર્ગ કાજુ-સરલ છે, તે પછી તેને ભેદ કેમ હોય? વૃત્તિ – સર્વજ્ઞપૂર્વ ચૈતંદું-અને સર્વત્તપૂર્વક આ-નિર્વાણ નામનું અધિકૃત તત્વ, નિરમા અત્ત સ્થિતમૂ-કારણ કે નિયમથી જ સ્થિત છે,સર્વને નિર્વાણની અનુપત્તિને લીધે આસોડાનિર્વાણુને આસન-સમીપને, આ સર્વત લક્ષણવાળો, ગુર્મા-ઋજુ-અવક્ર માર્ગ–પંથ, તમે:-સર્વજ્ઞ ભેદ, મતભેદરૂપ લક્ષણવાળે, તત તેથી, મત-કેમ હોય? ન જ હોય.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy