SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાદષ્ટિ જ્ઞાનકમ મુક્તિ અંગ, શ્રત અમૃત શક્તિ (૩૮૭) વિવેચન જે જ્ઞાનપૂર્વક કર્મે છે, તે મુકિત અંગરૂપ છે, અને તે કુલયોગીઓને જ હોય છે, કારણ કે શ્રુતશક્તિના સમાવેશથી તેઓને અનુબંધફલપણું હોય છે. જ્ઞાનપૂર્વક કર્મ એટલે આગમપૂર્વક જે કર્મો કરવામાં આવે છે. શાસ્ત્ર આજ્ઞાને આગળ કરી–અનુસરી જે કર્મો કરવામાં આવે છે, તે મુક્તિના અંગરૂપ છે, મેક્ષના કારણરૂપ થઈ પડે છે. કારણ કે આપ્ત અર્થાત્ પ્રમાણભૂત પુરુષની આજ્ઞાને અનુસરવું તે મેક્ષને પ્રધાન હેતુ છે, માક્ષને ધોરી રસ્તેરાજમાર્ગ છે. એટલે તથારૂપ આસ પુરુષથી પ્રણીત શાસ્ત્ર-આજ્ઞાનું પ્રમાણ માની, શિરસાવંઘ ગણી, માથે ચઢાવી, જે કઈ સતકર્મ કરે છે, તે મોક્ષમાર્ગ સાધે છે. “ તુમ આણા હે આરાધન શુદ્ધ કે, સાધું હું સાધકપણે.” “આણું રંગે ચિત્ત ધરી, દેવચંદ્ર પદ શીઘ વરી જે.”–શ્રી દેવચંદ્રજી આમ જેમાં આપ્ત આજ્ઞાનું અનુસરણ મુખ્ય છે એવા આ મુક્તિ અંગરૂપ જ્ઞાનપૂર્વક કર્મો કુલગીઓને જ હોય છે,–બીજાને નહિં. આ કુલગીનું લક્ષણ આગળ ઉપર કહેવામાં આવશે. આ કુલગીઓને જ આ જ્ઞાનપૂર્વક કર્મોને સંભવ અમૃત સતી કહ્યો, તેનું કારણ એ છે કે તેથી હેડલી અવસ્થામાં બુદ્ધિપૂર્વક કર્મો શ્રુતશક્તિ હોય છે, ને ઉપલી અવસ્થામાં અસંમેહરૂપ કર્મો હોય છે. એટલે કુલ યોગી સિવાય અન્યને આ જ્ઞાનપૂર્વક કર્મોને અસંભવ કહ્યો. અને કુલયોગીઓને આનો સંભવ કહ્યો, તેનું કારણ પણ તેઓને શ્રુતશક્તિને સમાવેશ હોય છે, અને તેથી કરીને અનુબંધફલપણું હોય છે, તે છે. આ શ્રુતશક્તિ અમૃતશક્તિ જેવી છે. એ ન હોય તે મુખ્ય એવું કુલગીપણું હોતું નથી. અમૃત જેમ મરેલાને કે મૂર્શિતને જીવાડે છે, સજીવન કરે છે, અમર કરે છે, તેમ અમૃત સમી આ શ્રુતશક્તિ પણ મહામહથી મૃતપ્રાય અથવા મૂચ્છિત બનેલા જીવને જીવાડે છે, સજીવન કરે છે, પરમાર્થમય ભાવ-જીવન બક્ષે છે, અને ક્ષણ ક્ષણ ભયંકર ભાવ-મરણમાંથી ઉગારી અમૃતત્વ આપે છે. આ સંજીવની જેવી પરમ અમૃતસ્વરૂપ શ્રુતશક્તિનો સમાવેશથી અર્થાત્ સમ્યક અંતઃપ્રવેશથી, દઢ ભાવરંગથી મુખ્ય એવું કુલગીપણું પ્રાપ્ત થાય છે. “જિનવર વચન અમૃત અનુસરિયે, તત્ત્વરમણ આદરિયે રે, દ્રવ્ય ભાવ આશ્રવ પરહરિયે, દેવચંદ્ર પદ વરિયે રે....પ્રભુ અંતરજામી.” શ્રી દેવચંદ્રજી વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ ઔષધ જે ભવરગના, કાયરને પ્રતિકૂળ.”–શ્રીમદ્ રાજચંદ્રજી
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy