SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિષ્ટિને સાર (૭૬૫) અનેક પ્રકારના ભેદવાળું હોય છે, કારણ કે બે ત્રણ પ્રકારને હોય છે : (૧) બુદ્ધિ, (૨) જ્ઞાન (૩) અસંમોહ. તે બંધ થકી સર્વ કર્મોમાં ભેદ પડે છે. તેમાં ઇક્રિયાથને આશ્રય કરે તે બુદ્ધિ, આગમપૂર્વક હોય તે જ્ઞાન, અને સદનુષ્ઠાનયુક્ત જે જ્ઞાન તે અસંમેહ, બુદ્ધિક્રિયાનું ફળ સંસાર, જ્ઞાનક્રિયાનું ફળ પરંપરાએ મેક્ષ અને અસંમિત ક્રિયાનું ફળ શીવ્ર મોક્ષ છે. આ અસહ કર્મ ભવાતીત અર્થગામી મુમુક્ષુઓને જ હોય છે, અને ભવભેગવિરક્ત આ ખરેખરા મુમુક્ષુઓને માર્ગ એક જ શમપરાયણ એ છે, અને અવસ્થાભેદને ભેદ છતાં તે સાગર પરના તીરમાર્ગની જેમ એક જ છે. કારણ કે તે સંસારાતીત પર તત્વ “નિવણ” નામનું છે, તે સદાશિવ પરબ્રહ્મ સિદ્ધાત્મા આદિ શબ્દભેદે ઓળખાતું છતાં તત્વથી નિયમથી એક જ છે. એટલે આ નિર્વાણુતવ અસંમેહથી તત્વથી જાણે પ્રેક્ષાવંતને તેની ભક્તિની બાબતમાં વિવાદ ઘટતું જ નથી. અને આ નિવણતત્વ નિયમથી જ સર્વજ્ઞપૂર્વક સ્થિત છે, એટલે તે સર્વજ્ઞ ભેદ કેમ હોય અને તે ન હોય તે તેના ભક્તોને ભેદ પણ કેમ હોય? તે પછી સર્વાની દેશના ભેદ કેમ છે? તેનું સમાધાન-(૧) શિષ્યના અનુગ્રહાર્થે તે ચિત્ર–નાના પ્રકારની છે. (૨) અથવા એઓની દેશના એક છતાં શ્રેતાભેદે તેઓના અચિન્ત પુણ્યસામર્થ્યને લીધે ચિત્ર ભાસે છે. (૩) અથવા તે તે દેશ-કાલાદિ અપેક્ષાએ ચિત્ર દેશના ત્રષિઓ થકી જ પ્રવર્તે છે, અને આ ઋષિદેશનાનું મૂલ પણ તત્વથી સર્વજ્ઞ જ છે. એટલા માટે તે સર્વજ્ઞ અભિપ્રાય જાણ્યા વિના તેને પ્રતિક્ષેપ-વિરોધ કરે યુક્ત નથી. એટલે આવા સર્વજ્ઞ જેવા અતીન્દ્રિય વિષયમાં અંધ જેવા છદ્મસ્થાએ શુષ્ક તક-ગ્રહથી વાદવિવાદ કરે યુક્ત નથી. મુમુક્ષુને તે તરવથી સર્વત્ર ગ્રહ અયુક્ત છે, તે પછી આ તુચ્છ શુષ્ક કુતર્ક ગ્રહથી શું ? માટે મુમુક્ષુએ તે આ મહતુ પુરુષોના માર્ગને સમ્યફપણે અનુસરવું યોગ્ય છે: (૧) સુક્ષ્મ પરપીડન પણ વર્જવું, (૨) પોપકારમાં સદેવ યત્ન કરવો. (૩) ગુરુદેવ દ્વિજયતિ આદિને યથાયોગ્યપણે પૂજવા, (૪) પાપી જી પ્રત્યે પણ દયાપરાયણ થવું. તાત્પર્ય કે જે આગ્રહનું વિષ વમશે, તે જ સમ્યક્ત્વ અમૃતને પામશે. ૫. સ્થિરાદષ્ટિને સાર આ પાંચમી સ્થિર દષ્ટિમાં (૧) દર્શન રત્નપ્રભા સમાન, નિત્ય-અપ્રતિપાતી એવું હોય છે, (૨) પ્રત્યાહાર નામનું પાંચમું ગાંગ પ્રાપ્ત થાય છે. (૩) ભ્રાંતિ નામને પાંચમા ચિત્તદોષ ટળે છે, અને (૪) સુમ બેલ નામને પાંચ ગુણ સાંપડે છે. એટલે ગ્રંથિભેદ થકી શુદ્ધાત્માનુભૂતિરૂપ વેવસંવેદ્યપદની પ્રાપ્તિથી મહ-તમસ્ દૂર થઈ ભેદજ્ઞાનનું પ્રભાત ખુલે છે, સ્વ-પર વસ્તુને વિવેક ઉપજે છે, સમસ્ત ભવચેષ્ટા બાલકની લિગ્રક્રીડા જેવી, મૃગજલ ને સ્વપ્નાદિ જેવી અસાર ને અસ્થિર લાગે છે, સવ બાહ્ય ભાવે મૃગજલ ને સ્વપ્નાદિ સમાન ભાસે છે, અબાહ્ય એવી કેવલ એક આત્મતિ જ પ્રમાણ ગણી બાકી બીજે બધે ઉપપ્તવ જાણે છે.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy