SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસ’હાર : સ્થિર યમ લક્ષણ, અતિચારાદિ ચિંતારહિતપણુ• (૭૨૭ ) છે, પણ પ્રૌઢ વિદ્યાથી કડકડાટ પાડે એટલી જાય તેમાં લેશ પણ સ્ખલનાના 'ભવનથી હાતા. તેમ આ અહિંસાદિમાં પ્રાથમિક પ્રવૃત્તિ કરનારા-કાચા અભ્યાસી અહિંસાદ્ધિ આચરે તેમાં અતિચાર લાગવાના ભય છે, પણ તેના દૃઢ પાલનથી રીઢા થઈ ગયેલા પાકા અભ્યાસી તે આચરે તેમાં અતિચાર દોષને ભય નથી. ( ૨ ) કસરત શરૂ કરનારા શિખાઉને પ્રથમ મગદળ ફેરવવુ ભારે થઈ પડે છે, ને તે હાથમાંથી ‘પડું પડું' થઈ જાય છે, પણ સારી પેઠે વ્યાયામ કરી ચૂકેલા કસાયેલા શરીરવાળા કસરતખાજ મલ્લને તે ભારી મગદળ ફેરવવુ રમત થઈ પડે છે, ને તે તેના હાથમાંથી સ્ખલના પામતું નથી. તેમ અહિંસાદિ યમને વ્યાયામ શરૂ કરનારને પ્રથમ તે તેનું આચરણ કઠિન લાગે છે ને તેમાં સ્ખલના થઈ કે થશે એવી ચિ'તા રહે છે. પણ સારી પેઠે યમપાલનના વ્યાયામ કરી ચૂકેલા પુષ્ટ કસાયેલા ચારિત્ર-દેહવાળા ચેગીને તે મેરુ જેવુ' ભારી વ્રત પાલન-યમપાલન કરવું રમત થઈ પડે છે, ને તે કદી સ્ખલના પામવાના ભય રહેતેા નથી. ( ૩ ) તલવારની ધાર પર ઊભા રહેતાં પણ શીખવાનું પ્રથમ અભ્યાસીને આકરુ` પડે છે, અને તેની સ્ખલના પણ થાય છે; પણ પછી અભ્યાસ કરતાં કરતાં તે તલવારની ધાર પર ઊભે રહી શકે છે, એટલુ જ ન&િ. પણ તેના પર સ્હેલાઇથી તાલખદ્ધ નૃત્ય કરી શકે છે, છતાં સ્ખલના પામતા નથી ! એવા અજખમાજીગર તે બની જાય છે! તેમ અહિંસાદિ પાલનરૂપ અસિધારા વ્રત પર ઉભા રહેતાં પણ શીખવાનુ. પ્રાર`ભકને કઠિન પડે છે, અને તેમ કરતાં તેની અતિચારરૂપ સ્ખલના પણ થાય છે; પછી પુનઃ પુન: આસેવનારૂપ અભ્યાસ કરતાં કરતાં તેની પાછળ - રઢ લગાડીને મડયા રહેતાં, ' તે અસિધારાવ્રત પર સ્થિર ઊભા રહી શકે છે, એટલુ જ નહુિ પણ તેના પર સ્હેલાઇથી સંયમરૂપ તાલબદ્ધ નૃત્ય પણ કરી શકે છે! એવું અજબ ખાજીગરપણુ આ સ્થિર યાગિરાજ દાખવે છે ! ( જુએ પૃ. ૫૩૦, ધાર તરવારની' ઇ॰) (૪) શસ્ત્ર વ્યાપાર શીખનારને પ્રથમ તેા હાથમાં ખરાખર શસ્ર પકડતાં પણ આવડતુ નથી, ને તે પડી જવાને પણ ભય રહે છે; પ શસ્ત્રવિદ્યા સારી પેઠે શીખી લીધા પછી તે શસ્ત્રજ્ઞ શસ્ત્રને ગમે તેમ વિજી શકે છે, ને હાથેા દઢપણે હાથમાં પકડયો હાવાથી તેની સ્ખલના થવી સંભવતી નથી. તેમ આ અહિંસાદિ ચે।ગવ્યાપારના અભ્યાસીને પ્રથમ તા આ ચેગવ્યાપાર ખરાખર આવતા નથી ને તેનું પતન થવાનેા ભય પણ રહે છે; પણ આ વૈગશાસ્ત્ર વિદ્યા સારી પેઠે અભ્યાસી લીધા પછી શાસ્રજ્ઞ અભ્યાસી યાગીને તે અહિંસાદિ યાગવ્યાપાર લીલારૂપ થઈ પડે છે, અને અત્યંત દૃઢતાને લીધે તેની સ્ખલના થવાનેા સભવ નથી હોતા. ( ૫ ) શિખાઉ કવિને પ્રથમ કાવ્ય કરતાં કઠિન પડે છે ને યતિભંગ આદિ દોષના સંભવ છે, પણ પ્રૌઢ સિદ્ધઠુસ્ત કવિને કાવ્ય કરવું સહેલું છે, સહજ છે, ને યતિભંગ આદિ દોષના સભવ નથી હાતા. તેમ પ્રારભફ ચેગીને પ્રથમ અહિંસાદિ યમપાલન કનિ પડે છે, ને અતિચારરૂપ ‘ યતિભંગ ’ અભ્યાસી આદિના દૃષ્ટાંત
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy