SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસ’હાર : ત્રણ પ્રકારના વિઘ્ન, અહિ’સાદેિ છેડનુ” ‘પાલન’ (૭૨૩) અહિંસાદિ છોડનુ પાલન ’ કરે છે. જેમ વત્સલ માતા ખાલકનું યત્નથી લાલન-પાલન કરે છે, તેમ મુક્તિ અનુરાગી મુમુક્ષુ અહિંસાદિ યમનું યત્નથી પાલન કરે છે. જેમ પ્રજાવત્સલ રાજા નિજ રાજ્યનું પ્રેમથી પાલનરક્ષણ કરે છે, તેમ મુક્તિ-વત્સલ ચેાગીરાજ નિજ અહિંસાદિ યાગ—સામ્રાજ્યનું પ્રીતિથી પાલન-રક્ષણ કરે છે. અથવા કોઈની પાસે મહામૂલ્ય રત્ન હાય, તે તે તેનુ પાલન કેવા યત્નથી કરે ? તે રખેને પડી ન જાય, ગુમાવી ન બેસાય, કાઇ તેને ચારી ન જાય, ભૂલેચૂકે તેને ડાઘ ન લાગી જાય, એટલા માટે તેને સાચવી સ`ભાળીને રેશમી કપડામાં વિંટાળી નાની પેટીમાં મૂકી, તેને કબાટમાં કે તેજૂરીમાં તે રાખી મૂકે છે, અને તે ખરાખર સલામત છે કે નહિ' તેની વારવાર ચાકસી કરે છે. અને આમ તેનું નિર’તર પાલન, ગાપન, ભંગ–સંરક્ષણ, સાચવણી-જાળવણી કરે છે, તેા પછી આ તા અમૂલ્ય ચિન્તામણિ રત્નથી પણ અધિક, મહા મેરુથી પણુ મહામહિમાવાન, એવા અહિં સાદિ ચેાગચિંતામણિના જતન માટે, નિર'તર પાલન માટે, ગેાપન માટે, અભંગ માટે, રક્ષણ માટે, સાચવણી માટે, જાળવણી માટે કેટલેા બધા પ્રયત્ન હાવા જોઈએ ? કેટલી બધી સતત જાગૃતિ હાવી જોઇએ ? કેટલી ખધી અખંડ પુરુષાર્થ પ્રવૃત્તિ હાવી જોઇએ ? ત્યાં ‘પાંચમા આરે કઠણ છે, શું કરીએ ? ' ઇત્યાદિ ખાટા ઠ્ઠાના–એઠા દ્રુઇ પ્રમાદ કરવા કેમ પાલવે ? હજુ ભવસ્થિતિ પાકી નથી, પાકશે ત્યારે વાત, એમ કહી લમણે હાથ દઈ, પાઇપ્રસારિકા કરવી કેમ પેાસાય ? (જુએ. પૃ. ૧૫૩–૧૫૪ ) સર્વત્ર શમસાર અને આવું આ યમપાલન કેવું વિશિષ્ટ છે? તે કે સત્ર શમસાર જ છે, અર્થાત શમ જ જેને સાર છે, અથવા શમથી જ જે સાર છે, પ્રધાન છે, અથવા શમના જ જે સાર છે, એવું છે. આ યમપાલનના સાર શમ છે, અથવા શમનેા સાર આ યમપાલન છે, અથવા શમથી જ આ યમપાલન સાર છે-પ્રધાન છે. તાત્પર્ય કે–યમના પરિણામે સારભૂત એવા શમ જ ઉપજે છે, શમ જ એનુ' સારભૂત ફળ છે; અને શમના પરિણામે સારભૂત એવા યમ જ ઉપજે છે, યમ જ એનું સારભૂત ફળ છે. આમ યમના ને શમના પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે. યમના સારભૂત પરિણામરૂપ સત્ર શમ જ ઉપજે છે, સર્વાંત્ર શાંતિનું સામ્રાજ્ય છવાઇ રહે છે; સત્ર-સર્વ સ્થળે એટલે પેાતાને અને પરને, દ્રવ્યથી અને ભાવથી, સવ પ્રકારે શમ જ-શાંતિ જ ઉપજે છે. કારણ કે (૧) જે અહિંસાદિ ચમના સાર શમ સેવે છે તે પાતે અદ્ભુત આત્મશાંતિ અનુભવે છે, અને પરને પણ શાંતિ ઉપજાવે છે. જે અહિ'સાદિ સેવે છે, તે પેાતે તાપ પામતા નથી ને અન્ય જીવાને પણ તાપ પમાડતા નથી. પણ શીતલ ચંદનની જેમ સત્ર તાપનું શમન કરી શીતલતા આપે છે, શીતલ ચંદ્રની જેમ સને આનદ આનંદ ઉપજાવે છે.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy