SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર: હિંસા-અહિંસા, સત્ય-અસ્તેય આદિ (૭૧૩) આ હિસાથી જે વિપરીત તે અહિંસા છે, એટલે મન-વચન-કાયાને અપ્રમાદ રાખી, યતના કરવી, જાણ કરવી, સાચા ભાવથી જેમ બને તેમ જીવરક્ષા કરવાની જાળવણીરૂપ યત્ન કર, ઉપયોગ-જાગૃતિ રાખવી તે અહિંસા છે. આમ દ્રવ્યથી હિંસા-અહિંસાને મુખ્ય આધાર પણ ભાવથી હિંસા-અહિંસા ઉપર છે–(૧) દ્રવ્યથી હિંસા ન હોય, અને ભાવથી પણ ન હોય, તે તે ઉત્કૃષ્ટ અહિંસા છે. (૨) દ્રવ્યથી હિંસા હોય, પણ ભાવથી ન હોય, તે તે તેથી કંઈક ઉતરતી ઉચ્ચ અહિંસા છે. (૩) દ્રવ્યથી હિંસા ન હોય પણ ભાવથી હિંસા હોય, તે તે અહિંસા નથી, પણ હિંસા જ છે. (૪) દ્રવ્યથી હિંસા હોય અને ભાવથી પણ હિંસા હોય, તે તે અહિંસા નથી, પણ નિકૃષ્ટ હિંસા જ છે. આમ હિંસા-અહિંસાને મુખ્ય આધાર આત્મપરિણામની ઘાત-અઘાત પર છે. રાગદ્વેષાદિ પરિણામથી જ્યાં આત્માના સ્વભાવભૂત જ્ઞાન-દર્શનરૂપ ભાવ-પ્રાણની હિંસા થતી હોય ત્યાં અવશ્ય હિંસા છે; અને તેવા રાગદ્વેષાદિ પરિણામના અભાવે જ્યાં આત્માના જ્ઞાન-દર્શન ભાવ પ્રાણની હિંસા ન થતી હોય, ત્યાં હિંસા નથી. આ નિયમ સર્વત્ર લાગુ પડે છે. (જુઓ પૃ. ૧૦૫ થી ૧૦૭) જે જેમ છે તેમ બોલવું, સાચું બોલવું તે સત્ય છે; અથવા જેમ છે તેમ વસ્તુસ્વરૂપ કહેવું તે સત્ય છે. સને સત્ કહેવું, અને અસત્ કહેવું તે સત્ય છે, અને અસતને સત્ કહેવું, સતને અસત્ કહેવું તે અસત્ય છે. અથવા જેવું સત્ય-અસ્તેય મનમાં હોય, જેવું આચરણમાં હોય, તેવું નિદંભ નિષ્કપટ વચન ઉચ્ચારવું, મન-વચન-કાયાની એક્તા દાખવવી તે સત્ય છે. પારકી વસ્તુ અણુદીધી–તેની રજા વગર ન લેવી તે અસ્તેય-અચૌર્ય છે. અર્થાત પરધનહરણ ન કરવું–શેરી ન કરવી તે અસ્તેય છે. મન-વચન-કાયાથી બ્રહ્મચર્યનું પાલન તે બ્રહ્મચર્ય છે. મનુષ્યણી, તિર્યચિણી કે દેવાંગના સાથે મન-વચન-કાયાથી મિથુનનુંઅબ્રહ્મચર્યનું વજન તે બ્રહ્મચર્ય છે. ધન-ધાન્ય-ગૃહ-પુત્ર આદિ કઈ પણ પરિગ્રહ ન ગ્રહ તે અપરિગ્રહ છે; કોઈ પણ પિતાની માલીકીની વસ્તુ ન હોવી તે, પિતાનું કંઈ પણ નથી એવું અકિંચનપણું તે અપરિગ્રહ છે. આમ સામાન્યપણે દ્રવ્યથી અહિંસા આદિનું સ્વરૂપ છે. અને ભાવથી તે (૧) અહિંસા એટલે આત્માના શુદ્ધ સ્વરૂપની હિંસા ન થવી તે. રાગ-દ્વેષ–મહ વિભાવથી આત્માના સ્વભાવભૂત જ્ઞાન-દર્શનરૂપ ભાવ પ્રાણુની હિંસા થાય છે; આ રાગાદિ વિભાગ પરિણામે કરીને શુદ્ધ આત્મપરિણામની ઘાત ભાવ અહિંસા ન થવા દેવી તે અહિંસા છે. તાત્પર્ય કે-શુદ્ધ આત્મસ્વરૂપે સ્થિતિ એ જ પારમાર્થિક-તાવિક પરમ અહિંસા છે, અને તે દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી આ પ્રકારે ઘટાવી શકાય છે :-(૧) આત્માના ગુણ બાધકભાવથી રહિતપણે આદિ
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy