SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર: આ મહાગ પ્રયાગના અધિકારીએ (૭૯) અર્થાત્ ચગાવંચકની પ્રાપ્તિને લીધે તેઓને બીજા બે અવંચક યોગની-કિયા અવંચક ને ફલ અવંચકની પ્રાપ્તિ થયેલી હોય છે, કારણ કે તે યોગાવંચકની એવી અવધ્યઅમેઘ-અચૂક ભવ્યતા હોય છે, તથા પ્રકારની યોગ્યતા હોય છે કે આ બીજા બે અવંચકની પ્રાપ્તિ હોય જ. (આ ચગાવંચક, કિયાવંચક અને ફલાવંચકનું સ્વરૂપ નીચે કહેવામાં આવશે. તેમજ જુઓ પૃ. ૧૫૮ થી ૧૬૪). અને આ પ્રવૃત્તચક ગીને તે આદ્ય અવંચક ગની પ્રાપ્તિને લીધે, બાકીના બે કિયા-ફેલ અવંચક યુગને લાભ પ્રાપ્ત થઈ ચૂક્યો હોય છે. એટલે તે યોગ-ક્રિયા-ફલ એ ત્રણ અવંચક યુગથી સંપન્ન હોય છે. અને આમ જેને આ અવંચકત્રયને લાભ થયેલ છે, જેને ઈચ્છાયામ ને પ્રવૃત્તિયમની પ્રાપ્તિ થઈ ચૂકી છે, અને જે થિયમ ને સિદ્ધિયમની પ્રાપ્તિ ઈચ્છી તેના સદુપાયની પ્રવૃત્તિમાં ૨ઢ લગાડીને મંડી પડ્યા છે,-એવા આ પ્રવૃત્તચક ગીઓ આ યોગ પ્રાગના અધિકારીઓ છે. એમ કેગના જ્ઞાતા પુરુષ-ગવિદો વદે છે. આ યુગ ખરેખર! મહાપ્રયોગ છે, એક લેકોત્તર કટિને મોટો અખતરે (Great & grand experiment) છે. કારણ કે તે જો સવળો ઉતરે તે બેડો પાર થઈ જાય,–જીવનું ક૯યાણ કલ્યાણ થઈ જાય, અને અવળો પડે તે ચગ-મહા- જીવનું નાવડું ડૂબી જાય ! મહદ્ વસ્તુની હીન ઉપયોગરૂપ આશાતનાથી પ્રવેગ અકલ્યાણ થઈ મહાહાનિ થાય-વિજ્ઞાનના પ્રયોગની પેઠે. વિજ્ઞાનનો પ્રયોગ જે તેની વિધિના જાણ યોગ્ય વિજ્ઞાનીના હાથે થાય છે તેમાંથી ચમત્કારિક પરિણામ આવે; પણ વિધિથી અજાણ અયોગ્ય અજ્ઞાનીના હાથે થાય તે તેમાંથી ઊલટું હાનિકારક પરિણામ આવે અને કદાચ પોતે પણ ધડાકાબંધ ઊડી જાય ! તેમ આ યોગવિજ્ઞાનનો પ્રયોગ જે વિધિજ્ઞાતા યંગ્ય જ્ઞાની યેગીના હાથે થાય, તે તેમાંથી પરમ ચમત્કારિક પરિણામ આવે; પણ વિધિથી અનભિજ્ઞ-અજાણ અયોગ્ય અજ્ઞાનીના હાથે થાય, તે તેમાંથી ઉલટું અનિષ્ટ પરિણામ આવે, અને આત્મનાશ પણ થાય ! વર્તમાનમાં મહાશક્તિસંપન્ન અણુ બોમ્બનું (Atom-Bomb) રહસ્ય (વિજ્ઞાની) વિપરીત જ્ઞાનવાળા અર્થાત્ પરમાર્થથી અજ્ઞાન વિજ્ઞાનીઓના અગ્ય હાથમાં આવી પડયું હોવાથી જગને કેટલી હાનિ થયેલી છે તે પ્રત્યક્ષ દેખાય છે. તેમ આ પરમશક્તિસંપન્ન ગ-રહસ્ય પણ જે અગ્ય જનના–અગીના હાથમાં આવી પડે, તે કેટલી બધી હાનિ થાય તે સહેજે સમજી શકાય છે. જેમ જડવાદનું વિજ્ઞાન “વાંદરાને નીસરણી બતાવવા જેવું” વિપરીત પણે પરિણમતાં જગતને મહાઅનર્થકારક થઈ પડે છે, તેમ અધ્યાત્મવાદનું વિજ્ઞાન અનધિકારી જીવને “મર્કટને મદિરાપાનની પેઠે” વિષમપણે પરિ. મુમતાં મહાઅનર્થકારક થઈ પડે છે! એક ને એક વસ્તુમાંથી તેના ઉપયોગ પ્રમાણે ઝેર કે અમૃત નીકળે છે! તેમ ગ-પ્રગના સદુપયોગથી અમૃત નીકળે ને દુરુપયોગથી ઝેર નીકળે ! માટે આ યોગ પ્રયાગરૂપ જબરજસ્ત અખતરો (Grand experiment)
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy