SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહારઃ ઉપકારી સદગુરુનું સ્વરૂપ, દેવનું સ્વરૂપ (૬૯૭) આવા સંતસ્વરૂપ સદગુરુ, આત્મજ્ઞાની, સમદશી, પ્રારબ્ધદયથી વિચરનારા, અપૂર્વ વાણી પ્રકાશનારા, અને પરમશ્રુતજ્ઞાનસંપન હોય છે. મેહભાવ જ્યાં ક્ષય થઈ ગયો છે અથવા પ્રશાંત વ છે, અને આખું જગત્ જ્યાં એઠ જેવું અથવા સ્વપ્ન જેવું ભાસે છે, એવી પરમ અદ્દભુત “જ્ઞાની દશા” તેમની હોય છે. અને આવા જ્ઞાની પુરુષ દેહ છતાં જાણે દેહમાં ન વર્તતા હોય, એવી પરમ આશ્ચર્યકારક દેહાતીત–વિદેહ દશામાં (વોશ ) વર્તતા હોય છે!! (જુઓ આત્મસિદ્ધિની ગાથા, પૃ. ૧૨૯, ૩૯૪). આવા પરમ ગુણનિધાન, નિષ્કારણ કરુણરસસાગર, પરમ ઉપકારી, પરમ કૃપાળુ શ્રીમદ્ સદ્દગુરુદેવ પ્રત્યે મુમુક્ષુ આત્માને અનન્ય પ્રેમ કેમ ન વછૂટે? દીન દયાળ કૃપાળુઓ, નાથ ભવિક આધાર; લાલ રે; દેવચંદ્ર જિન સેવના, પરમામૃત સુખકાર. લાલ રે.” શ્રી દેવચંદ્રજી. આમ જેમ સદેહે વર્તમાન પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રત્યે મુમુક્ષુને પ્રીતિ હોય છે, તેમ વિદેહ એવા પરોક્ષ દેવ પ્રત્યે પણ તેને તેવી જ અનન્ય પ્રીતિ હોય છે, કારણ કે તે પર માત્મ દેવનું સ્વરૂપ આત્માને નિજ સ્વરૂપાવલંબન માટે પરમ ઉપકારી દેવનું સ્વરૂપ થઈ પડે છે. દિવ્ય એવું જેનું “સ્વરૂપ” પ્રગટયું છે તે દેવ છે, દિવ્ય એવા શુદ્ધ આત્મસ્વરૂપમાં જે “સુસ્થિત છે તે શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન દેવ છે, જેણે આત્માને આત્મા જ જાણે ને બીજું પરપણે જ જાણ્ય, એવા અક્ષય અનંત બોધસ્વરૂપ તે દેવ સિદ્ધ આત્મા છે. મુક્તિ સન્માર્ગને વિધિ બતાવ્યું હેવાથી તે વિધિ વિધાતા છે. પરમ આત્મશાંતિને શિવમાર્ગ–મોક્ષમાર્ગ દર્શાવી ત્રિભુ વનનું શંકરપાણું કર્યું હોવાથી તે શિવ-શંકર છે. સ્વરૂપસ્થિત છતાં જ્ઞાનથી સમસ્ત વિશ્વને જાણતા હોવાથી તે વિષ્ણુ છે. મોક્ષરૂપ પરમ સુગતિને પામ્યા હોવાથી તે સુગત છે. અને રાગદ્વેષાદિને જય કરી કેવળ શુદ્ધ સહજ સ્વરૂપી આત્મા પ્રગટ કર્યો હોવાથી તે પરમ વીતરાગ એવા યથાર્થનામાં જિનદેવ છે. (જુઓ પૃ. ૩૬૩-૩૬૪ તથા ૪૦૦૪૦૧) આવા શુદ્ધ સહજાન્મસ્વરૂપ જિનપ્રભુ તે વ્યવહારથી દેવ છે, નિશ્ચયથી તે આત્મા એ જ દેવ છે. જે જિનદેવની પૂજા છે, તે નિશ્ચયથી નિજ આત્માની જ પૂજના છે, કારણ કે જિનપદ ને નિજ પદની એક્તા છે, એમાં કાંઈ ભેદભાવ નથી, સ્વરૂપભેદ નથી. (જુઓ કાવ્ય, પૃ. ૧૧૨-૧૧૩). આ જિનવર દેવ પ્રત્યે સાચા ભક્તિભાવ વિના કદી પણ દુઃખદાવ છૂટ નથી; તેટલા માટે આ ભવ દુઃખદાવાનલથી છૂટવા માટે આ પરમ પ્રભુની ભક્તિ પરમ અમૃત ઘન સમી હોઈ, શીતલ આનંદદાયિની થઈ પડે છે; એટલે આ પરમ પર પ્રેમપ્રવાહ ઉપકારી પ્રભુ પ્રત્યે મુમુક્ષુને પરમ પ્રેમ-અનન્ય પ્રેમ કેમ ન ઉલ્લશે? મહે પ્રભુસે વળી આ પરમ દેવ સાધ્ય એવા આત્મસ્વરૂપના પ્રતિષ્ઠદ સ્થાને છે,
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy