SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર: કલોગીનાં લક્ષણ, સર્વત્ર અપી, દશનાગ્રહ અભાવ (૬૯૩) મધ્યસ્થનું મનરૂપી વાછડુ યુક્તિરૂપી ગાયને અનુસરે છે–પાછળ પાછળ જાય છે ! (જુઓ ફૂટનોટ લેક પૃ. ૩૨૮-૩ર૯). આવો મતાગ્રહ એકાંતવાદીને જ હોય છે, કારણ કે તે કોઈ એક અમુક નયને જ પકડી બેસે છે, અને “વહોરાવાળા નાડા” ની જેમ તેને જ હઠ પકડી રાખે છે! એટલે કે તે મતાથી હોય છે. દાખલા તરીકે કઈ વ્યવહાર નયનો જ આગ્રહી મતાથ ને હોય છે, તે કેઈ નિશ્ચય નયને જ આગ્રહી હોય છે. કોઈ જ્ઞાનને આત્માથી જ આગ્રહી હોય છે, તે કઈ ક્રિયાને જ આગ્રહી હોય છે. કેઈ એકાંત નિત્ય પક્ષને જ આગ્રહી હોય છે, તે કોઈ એકાંત અનિત્ય પક્ષને જ આગ્રહી હોય છે. આમ મતાથી એકાંતવાદીને પોતપોતાના મતને અભિનિવેશ-આગ્રહ હોય છે. પણ આત્માથી અનેકાંતવાદીને તે કઈ પણ આગ્રહ હેતે નથી, કારણ કે તે નયના સ્વરૂપને સારી પેઠે જાણે છે કે પ્રત્યેક નય પિતપતાની અપેક્ષાએ પિતાની નય. મર્યાદામાં સારો છે, પણ પર અપેક્ષાએ ખેટે છે, માટે કઈ પણ નયને એકાંત આગ્રહ કરે તે ખોટો છે, મિથ્યા છે, એમ જાણતે હોઈ તે કદી પણ કોઈ એક નયનો આગ્રહ કરતો જ નથી, અને વ્યવહારનય-નિશ્ચય નયની યથાયોગ્ય મર્યાદા સ્વીકારી બનેને સમન્વય ( Reconciliation) સાધે છે. એટલે નિશ્ચયવાણું સાંભળી તે કાંઈ સાધન છેડી દેતે નથી, પણ નિશ્ચયને લક્ષમાં રાખી તે તે જ સાધન કરે છે. “નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” –શ્રી આત્મસિદ્ધિ. વળી દર્શન વિષયમાં પણ તેને કઈ પણ મત-દર્શનને આગ્રહ હેતે નથી; કારણ કે સ્વાવાદદશી હોઈ તે, તે તે દર્શન પોતપોતાના નયની અપેક્ષાએ, કથંચિત કઈ અપેક્ષાએ સાચા છે, એમ “સ્વાત' પદનો ન્યાસ કરીને તે દર્શનાગ્રહ સમાધાન કરે છે. તે તે દર્શનેને તે જિનદર્શનના અંગભૂત જાણે અભાવ છે. એટલે તસંબંધી પણ તેને કેઈ આગ્રહ સંભવ નથી. (જુઓ પૃ. ૫૮-૫૯, પૃ. ૪૨૩) આમ સાંકડી એકાંત દષ્ટિને અભાવ હોવાથી અને વિશાલ અનેકાંતદષ્ટિને સદ્ભાવ હોવાથી આ આત્માથી કુલગીને મતાગ્રહને સર્વથા અભાવ હોય છે. તે તે જ્યાં ત્યાંથી “સને જ ગ્રાહક હેઈ, સર્વત્ર સદ શને જ ખોળે છે; એને મતનું કામ નથી, “સત્ 'નું જ કામ છે. અને આમ તેને સર્વથા ગ્રહને અભાવ હોય છે, એટલે કેઈ પણ દર્શનવાદી પ્રત્યે તેને કદી પણ દ્વેષ ઉપજતો નથી. તેને મન તે તે સર્વ પિતાના સાધર્મિક આત્મબંધુઓ છે. તે તે એટલે સુધી ભાવે છે કે–સર્વ આત્માએને સ્વભાવ ધર્મ એક જ છે, એટલે સમાનધમી હોવાથી આ સર્વ આત્માઓ હારા સાધર્મિક ભાઈઓ છે. એવી પરમ ઉદાર ભાવનાથી તેને સર્વ ભૂતમાત્ર પ્રત્યે મૈત્રી
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy