SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્ત તત્વ મીમાંસા: જીવન ભવરૂપ ભાવરેગ (૬૨૯) પોતાનું ભાન ભૂલી જઈ જેમ તેમ બાકી રહ્યો છે, ઉન્મત્ત ચેષ્ટા કરી રહ્યો છે. આખા શરીરે તીવ્ર અસહ્ય દાવેદને તેને થઈ રહી છે. હૃદયમાં તીક્ષ્ણ શૂલ ભેંકાઈ રહ્યું છે. એમ અનેક પ્રકારની રોગપીડાથી આકુલવ્યાકુલ એ તે હેરાન હેરાન થઈ રહ્યો છે. આવા મહા રોગાત્ત દુઃખી જીવને ઉત્તમ સર્વેિદ્યના ઉપદેશથી ઉત્તમ ઔષધનો જોગ મળી આવે ને તેને યથાનિદિષ્ટ પધ્ધપૂર્વક પ્રયોગ કરવામાં આવે, તો તે રોગીને રોગ નિમૂળ થાય; તેને જ્વર-તાવ ઉતરી જાય, ત્રિદેષ–સન્નિપાત ચાલ્યો જાય, તે બરાબર પિતાના ભાનમાં આવે, તેની દાવેદના દૂર થાય, હૃદયશૂલ્ય નીકળી જાય, ને પછી સંપૂર્ણ રોગમુક્ત થઈ, તદ્દન સાજેતાજો-દુષ્ટપુષ્ટ બની તે સંપૂર્ણ આરોગ્યનેસ્વાને અનુભવે. અને આવો આ આરોગ્યસંપન્ન “સ્વસ્થ” પુરુષ રોગમુક્ત થયાને કઈ અદ્ભુત આનંદરસ આસ્વાદે. આ પ્રકારે લેકમાં પ્રગટ દેખાય છે. તે જ પ્રકારે આ જીવને અનાદિ કાળથી આ ભવરૂપ મહારોગ લાગુ પડ્યો છે. આ મહા કષ્ટસાધ્ય વ્યાધિથી તે ઘણા ઘણા દીર્ઘ સમયથી હેરાન હેરાન થઈ રહ્યો છે. તે રોગના વિકારોથી દુઃખી દુઃખી થઈ તે “ય માડી રે ! કરજે ત્રાણ” જીવને ભવરૂપ એમ પોકારી રહ્યો છે. તેના જ્ઞાનમય દેહમાં રાગરૂપ ઉગ્ર જ્વર ચઢી ભાવગ આવ્યો છે, મેહરૂપ ત્રિદેષ સનિપાત તેને થયો છે, એટલે તે “નિજ ભાન ભૂલી જઈ ઉન્મત્ત પ્રલાપ ચેષ્ટા કરી રહ્યો છે. આખા શરીરે તેને વિષયતૃષ્ણજન્ય અસહ્ય તત્ર દાવેદના વ્યાપી રહી છે-બળતરા થઈ રહી છે; હૃદયમાં દ્વેષરૂપ શલ્ય ભેંકાઈ રહ્યું છે. આવા ઉગ્ર વિરોગથી આકુલ જીવને શ્રીમદ્ સદ્ગુરુરૂપ ઉત્તમ સવૈદ્યને “જોગ’ બાઝતાં, તેમના સદુપદેશથી સમ્યમ્ દર્શન-જ્ઞાનચારિત્રરૂપ ઔષધત્રયીની પ્રાપ્તિ થાય છે. અને ગુરુ આજ્ઞારૂપ પથ્ય અનુપાન સાથે તે રત્નત્રયીરૂપ ઔષધત્રિપુટીનું સમ્યક્ સેવન કરતાં અનુક્રમે તેના વિરોગનો નિમૂળ નાશ થાય છે. તેને રગ-જવર ઉતરી જાય છે, દ્વેષશલ્ય નીકળી જાય છે, માહ સન્નિપાતનું પતન થાય છે, આત્મભાન પાછું આવે છે, વિષયતૃષ્ણાથી ઉપજતી દાવેદના-બળતરા શમી જાય છે. અને તે નિજ સહજ આત્મસ્વરૂપનું દર્શન કરી, જ્ઞાન પામી, આત્મવરૂપનું અનુસરણ કરે છે, કેવલ શુદ્ધ આત્માને જાણ, શ્રદ્ધી, કેવલ જ્ઞાનમય આત્મામાં સ્થિતિ કરી, “સ્વસ્થ” થઈ, કેવલ્ય દશાને અનુભવે છે. અને પછી તે ચરમ દેહના આયુષ્યની સ્થિતિ પર્યત બળેલી સીદરી જેવા આકૃતિમાત્ર રહેલા શેષ ચાર કર્મોને પ્રારબ્ધદય પ્રમાણે ભેગવી નિજારી નાંખે છે, અને પ્રાંતે તે કર્મોને પણ સર્વથા પરિક્ષણ કરે છે. આમ સર્વથા કર્મ મુક્ત થયેલ તે ભવરેગથી મુક્ત બને છે. અને આવા આ ભવવ્યાધિથી મુક્ત થયેલા, પરમ ભાવારોગ્યસંપન, સહજાત્મસ્વરૂપ સુસ્થિત, એવા આ પરમ “સ્વસ્થ” પરમ પુરુષ પરમ આનંદમય એવી ભાવ–આરોગ્ય દશાને કોઈ અવર્ણનીય આનંદરસ ભેગવે છે.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy