SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૨૨) ગદષ્ટિસમુચ્ચય વિવેચન પછી ત્યાં-ચોગપર્વતરૂપ શેલેશી અવસ્થામાં શીધ્ર જ તે ભગવાન સર્વ યેગમાં પ્રધાન એવા “અગ” વેગથી અર્થાત્ શૈલેશી યોગથી, સર્વ પ્રકારે ભવવ્યાધિને ક્ષય કરી, પરમ એવા ભાવ નિર્વાણને પામે છે. શેલેશી અવસ્થામાં આ કેવલી ભગવાન સવ યોગમાં ઉત્તમ એવા “અગ” નામના પરમ યોગને પામે છે, અર્થાત્ સર્વ મનેયોગ, સર્વ વચનયોગ, ને સર્વ કાય ગની ક્રિયા વિરામ પામે છે, એવી સમસ્ત યોગવ્યાપાર રહિત પરમ “અગી ” દશાનેગુણસ્થાનને પામે છે. મન વચન કાયા ને કમની વગણ, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ છે; એવું અગી ગુણસ્થાનક ત્યાં વત્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો... અપૂર્વ અવસર૦”—શ્રીમદ્ રાજચંદ્રજી, અત્રે ઉત્કૃષ્ટ એવા ક્ષાયિક વીર્યના બળથી મન-વચન-કાયાના યોગની ચપળતા રોધીને, આ ગીશ્વર ભગવાન ચેતનને શુચિ-શુદ્ધ અને અલેશી-લેશ્યા રહિત કરે છે. અને શૈલેશી અર્થાત મેરુપર્વત જેવી નિષ્પકપ-નિશ્ચલ આત્મસ્થિરતાશૈલેશીકરણ રૂપ શેલેશી અવસ્થામાં સ્થિતિ કરી, પરમ સંવરને પામેલા આ અગ પરમ “શીલેશ” પ્રભુ પરમ અક્રિય થઈ, સૂમ એવા ચાર શેવ કને ચોગાસત્તમ ક્ષય કરે છે. આમ જ્યારે ઉત્કૃષ્ટ આત્મવીર્યની ફુરણ હોય છે, ત્યારે યોગ-ક્રિયાને પ્રવેશ હોતે નથી, એટલે આ શૈલેશીકરણમાં ગની એવી ધ્રુવતા-નિશ્ચલતા હોય છે કે તે શૈલેશ-મેરુ જેવી અચલ અડોલ આત્મશક્તિને ખેસવી શકતી નથી—ચલાયમાન કરી શકતી નથી. (જુઓ પૃ. ૪૫-૪૬). અને આ અગી દશાગુણસ્થાનક પંચ હસ્તાક્ષર ઉચ્ચારણમાત્ર કાળ રહે છે; અર્થાત્ અ, ઈ, ઉ, ઋ –એ પાંચ લઘુ અક્ષર ઉચ્ચારતાં એટલે સમય લાગે તેટલે વખત જ રહે છે. એટલે આ અગ” ગસત્તમ પામીને શીધ્ર જ-તરત જ આ પ્રભુ ભવવ્યાધિને ક્ષય કરી પરમ નિર્વાણને પામે છે. જેને લઇને ભવની સ્થિતિ હતી-પુનઃ પુનઃ દેહધારણરૂપ સ્થિતિ હતી, તે ભવના મૂલ કારણભૂત સર્વ કર્મને અત્ર સર્વથા સંક્ષય થાય છે. એટલે કારણના અભાવે કાર્ય ન હોય એ ન્યાયે, ભવ-સંસારને આત્યંતિક ઉચ્છેદ થાય છે. જેમ ભવના બીજ રેગનું મૂળ કારણ નિર્મૂળ થતાં રંગ નિર્મૂળ થાય છે, તેમ ભવરગનું તણે આત્યંતિક કમરૂપ કારણ નિમૂળ થતાં ભવરગ નિર્મૂળ થાય છે. એટલે પછી નાશ જો’ પુનઃ જન્મ ધારણ કરવાપણું રહેતું નથી. જેમ બીજ બળી ગયા પછી
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy