SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ (૦૮) યોગદષ્ટિસંમુય જાણે છે, પણ તેથી તે કાંઈ વિશ્વરૂપ બની જતા નથી. આ અંગે પરમ તત્ત્વદેા શ્રીમદ્ રાજચ'દ્રજીનું આ પરમ રહસ્યમય વચનામૃત પુનઃ પુનઃ મનન કરવા ચેાગ્ય છે:— “ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ ચંદ્ર કઇ ભૂમિરૂપ કોઇ કાળે તેમ થતા નથી. એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવે આ આત્મા તે કયારે પણ વિશ્વરૂપ થતા નથી, સદા સર્વાંદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદ્યતા માને છે એ જ ભ્રાંતિ છે.”—શ્રીમદ્ રાજચ'દ્ર. ૭૬૦ (૮૩૩ ) “ જ્ઞેય જ્ઞાન શુ નવિ મિલે રે લાલ, જ્ઞાન ન જાયે તથ્ય રે; પ્રાપ્ત અપ્રાપ્ત પ્રમેયને રે લાલ, જાણે જે જિમ જથ્થ રે.”—શ્રી દેવચ'દ્રજી. અને આમ શુદ્ધ સ્વભાવથી સ્વસ્થાને સ્થિત છતાં ચંદ્રને જેમ મેઘપટલ-વાદળાં આવરે છે, ઢાંકી દ્યે છે, ને તેથી તેનુ' યથાર્થ દર્શીન નથી થતું; તેમ શુદ્ધ સ્વભાવસ્થિત આત્માને જ્ઞાનાવરણાદિ કર્મરૂપ મેઘપટલ આવ્રત કરે છે–ઢાંકી દે છે, અને તેથી તેનું યથાસ્થિત દર્શન થતું નથી. તથાપિ મેઘપટલ ગમે તેટલું ગાઢ હોય છતાં, જેમ ચંદ્રની કઈ ને કઈ છાયા દેખાયા વિના રહેતી નથી, તેની કંઇ ને કંઇ ચાદ્રિકા વાદળને વીધીને મ્હાર નિકળ્યા વિના રહેતી નથી, ' ચંદ્ર છુપે નહિં ખાલ છાયે'; તેમ કેવલજ્ઞાનસ્વરૂપ આત્મ-ચંદ્ર ગમે તેટલા ગાઢ કમ પટલના આવરણથી આવૃત હાય, તે પણ તેની કાંઈ ને કાંઈ ઝાંખી થયા વિના રહેતી નથી, તેની કંઇ ને ક ંઇ જ્ઞાન-જ્વેલ્સના ડૉકી કરી ચૈતન્ય સ્વરૂપને ખ્યાલ આપ્યા વિના રહેતી નથી. એટલા માટે જ અક્ષરના અન`તમાં ભાગ જેટલે કેવલજ્ઞાનના ભાગ નિત્ય ઉઘાડા જ રહે છે એમ શાસ્ત્રમાં + કહ્યું છે. નહિં તે તે પણ જો અવરાઇ જાય તે જીવ અજીવપણાને પામી જાય. એટલે કેવલજ્ઞાનાવરણને લીધે જો કે જ્ઞાનનેા પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત થતા નથી, તેાપણુ અંશપ્રકાશરૂપ મંદ પ્રકાશ તેા સદાય અવશ્ય દૃશ્યમાન હાય જ છે. અને તે મંદ પ્રકાશનું કારણ પણ પ્રસ્તુતકેવલજ્ઞાનાવરણુ જ છે. આમ કેવલજ્ઞાનાવરણરૂપ એક જ કારણને લીધે પૂર્ણ પ્રકાશરૂપ કેવલજ્ઞાન ઉપજતું નથી, અને મ ંદ પ્રકાશરૂપ છાદ્યસ્થિક જ્ઞાન ઉપજે છે * યુદ્ઘત્તિ મેપલમુ॰ તિ વા સંપૂરાનાં” :—શ્રી નદીસૂત્ર, ૪૨ આ મંદ પ્રકાશમાં પણ જે તરતમતા દેખાય છે, ન્યૂનાધિકતા દેખાય છે, ચિત્ર જ્ઞાનવર્ણમેઘ × ** सजीवाणंपिणं अक्खरस्स अनन्ततमो भागो णिच्चुग्घाडिओ चिट्ठइ, સો વિત્ર જ્ઞરૂ બાવરા તેગ નીયો અનીયત્તળ ત્રિજ્ઞા ।”—શ્રી નંદીસૂત્ર, ૪૨ * " अयं च स्वभावः केवलज्ञानावरणावृतस्य जीवस्य घनपटलच्छन्नस्य, હેવિ મયુત્રાશ ત્યુતે । તત્ર હેતુ: જેવજ્ઞાનાવળમેવ ।” —શ્રી જ્ઞાનબિંદુ.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy