SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ પરા દ્રષ્ટિ નિવિ કપ દશા, સ્વરૂપશુનુ' અમૃતપાન (૫૯૩) સ્વરૂપગુપ્તનું જીવન્મુક્તદશારૂપ પરમ અમૃત સમા સહજ સમાધિ સુખને સાક્ષાત્ અમૃતપાન અનુભવ કરે છે. એ પ્રમાણે તાત્ત્વિકશિરામણિ શ્રી અમ્રુતચ`દ્રાચાજીએ શ્રી સમયસાર ફ્લશમાં પરમ આત્મભાવના ઉલ્લાસમાં લલકાર્યુ છેઃ— " य एव मुक्त्वा नयपक्षपात, स्वरूपगुप्ता निवसन्ति नित्यम् । विकल्पजालच्युतशान्तचित्तारत एव साक्षादमृतं पिबन्ति ॥ " આવી પરમ આત્મસમાધિ જ્યાં પ્રગટે છે, એવી આ આઠમી દૃષ્ટિમાં આસગ નામના આઠમા ચિત્તદોષને સર્વથા ત્યાગ હૈાય છે. અમુક એક જ યાગયિાના સ્થાનમાં રંગ લાગવાથી, તે સ્થાનમાં જ—તે જ ક્રિયામાં આસક્તિ થઈ જવી તે માસગદોષ છે. જે ક્રિયા કરતા હાય, તેમાં ‘ઇદમેવ સુંદર’ આ જ સુંદર છે રૂડું' છે-ભલું છે, એવા જે રંગ લાગવેા, આસક્ત ભાવ થવા, તેમાં જ ગુંદરીયા થઇને ચાંટયા રહેવુ, તે આસંગ અર્થાત્ આસક્તિ છે. કારણ કે એમ એક જ સ્થાને જીવ આસક્ત થઈને ચાંટી રહે-મથો રહે, તે પછી ત્યાં જ ગુણસ્થાને સ્થિતિ રહે, આગળ ન વધે, પ્રગતિ ( Progress, Advancement) ન થાય, આગળનુ. ગુણસ્થાન ન સ્પર્શાય, અને તેથી પરમાર્થ રૂપ સકુળ-માક્ષલ ન મળે. (જુએ પૃ. ૮૬ ). આમ'ગ દોષત્યાગ “ ચંદન ગંધ સમાન ક્ષમા ઈંડાં, વાસકને ન ગવેષેજી; આસંગે વજિત વળી એહમાં, કિરિયા નિજ ગુણ લેખેજી. ”—યા, સજ્ઝા૦, ૮–૨ અથવા પૂર દ્રવ્ય તથા પરભાવના પ્રસંગમાં આસક્તિ ઉપજવી તે આસંગ છે. આ દૃષ્ટિવ'ત વીતરાગ મહાયાગીની પરદ્રવ્ય-પરભાવના પરમાણુ પ્રત્યે પણ લેશમાત્ર આસક્તિ હેાતી નથી, સ્વપ્નાંતરે પણ સમય માત્ર પણ તે પ્રત્યે આત્મભાવ ઉપજતા નથી; કારણ એક શુદ્ધ આત્મા સિવાય પરમાણુ માત્ર પણ મ્હારૂં નથી, એવી અખડે આત્મભાવના તે ભાવે છે. આવા પરમ ભાવિતાત્માને પરભાવ પ્રત્યે આસક્તિ કેમ ઢાય ? અરે ! અન્યત્ર આસંગ તે। દૂર રહ્યો, પણ ઉપરમાં કહ્યુ' તેમ યાગ-સમાધિ ક્રિયામાં પણ તેને આસ‘ગ હાતા નથી! અને તેથી કરીને જ ઉત્તરોત્તર સમાધિપ્રકને પામતા આ યાગીશ્વર ઉચ્ચ ઉચ્ચ ગુણસ્થાનની પ્રાપ્તિ કરતા આગળ વધે છે; એક જ સ્થાને પડયો રહેતા નથી, પણ સમયે સમયે અનંતા સંયમ વમાન કરતા રહી તે ઝપાટાબંધ ગુણસ્થાન શ્રેણીએ ચઢતા ચઢતા ઉત્કૃષ્ટ આત્મસમાધિ દશાને પામે છે. “ અનુક્રમે સયમ સ્પર્શતાજી, પામ્યા ક્ષાયિક ભાવ; સંયમ શ્રેણી લડેજી, પૂજું પદ્મ નિષ્પાવ. ”—શ્રી યશાવિજયજી
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy