SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૭૨) ગદષ્ટિસમુચ્ચય શમ એટલે (૧) કષાયનું શમન, (૨) વિરતિ, (૩) વીતરાગભાવ, (૪) સમભાવ, (૫) સામ્યભાવ, (૬) ધર્મ, (૭) ચારિત્ર, (૮) આત્મશાંતિ-વિશ્રાંતિ. આમ શમ શબ્દને લક્ષ્યાર્થી એક છે. તે આ પ્રકારે –(૧) વિવેકને શમના વિવિધ લીધે વસ્તુસ્વરૂપની યથાર્થ સમજણ આવે, સ્વ–પરનો ભેદ પરખાય, અર્થની એકતા તે પછી આત્મા શિવાયની સમસ્ત વસ્તુ પારકી છે એમ જાણે, એટલે તે વિષયરૂપ પરવસ્તુને નિમિત્તે નિષ્કારણ કષાયની ઉત્પત્તિ ન થાય, “રાગ દ્વેષ અણહેતુ’ ન ઉપજે, અને ક્રોધ-માન-માયા-લેભનું શમન થાય, શાંતપણું થાય, મંદપણું થાય. આમ વિવેકથી કષાયશમન થાય છે. (૨) વિવેકથી સ્વ-પરને ભેદ જાણે, એટલે પછી પરભાવથી વિરામ પામે-વિરતિ પામે. જે વિષયને માટે ઝાંવાં નાંખવારૂપ મનની દેહાદેડ થતી હતી, તે બધી અટકી જાય, વિરમી જાય. આમ જ્ઞાનનું ફલ વિરતિ” એ સૂત્ર ચરિતાર્થ બને છે, (૩) સ્વ-પર ભેદ જાણે, એટલે પર વસ્તુમાં મુંઝાય નહિ, મોહ પામે નહિ, ગોથું ખાય નહિં. એટલે પરભાવ પ્રત્યે રાગ છૂટી જાય, આસક્તિ છૂટે, નેહાનુબંધ ત્રુટે, આમ વીતરાગ ભાવરૂપ શમ પામે. (૪) આમ વીતરાગ ભાવ પામે, સર્વત્ર રાગ-દ્વેષ વિરહિત બને, એટલે સર્વત્ર સમભાવી થાય, કયાંય પણ ઈષ્ટ–અનિષ્ટ બુદ્ધિ ચિંતવે નહિ, સમદશી બને, “વંદક નિદક સમ ગણે” ઈત્યાદિ પ્રકારે સમભાવને પામે (૫) આમ સમભાવને પામે એટલે સામ્યભાવને પામે. જેવું આત્મસ્વરૂપ છે, તેનું સમાનપણુ-સંદેશપણુ પામવું તેનું નામ સામ્ય છે, એટલે સ્વરૂપસ્થિતિરૂપ સામ્યને પામે. (૬) અને આ સામ્ય પામે એટલે ધર્મ પામે. કારણ કે ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ. વઘુરાવો ધમો' આત્મસ્વભાવને પામો તેનું નામ ધર્મ માટે સ્વરૂપ સામ્ય થયું એટલે આત્મધર્મ પામ્યો. (૭) આત્મધર્મ પામ્યો એટલે ચારિત્ર યુક્ત થયા. કારણ કે “સ્વરૂપે વાર્વિ–આત્મ સ્વરૂપનું અનુચરણ તે ચારિત્ર. જેવું આત્માનું સ્વરૂપ ખ્યાત છે, પ્રસિદ્ધ છે, તેવું યથાખ્યાત ચારિત્ર અર્થાત્ સ્વ સ્વરૂપમાં રમણપણું આમ પ્રાપ્ત થાય. (૮) અને આપણે આત્મભાવ જે એક જ ચૈતન્ય આધારરૂપ છે, તે જ નિજ પરિકર-નિજ પરિવાર બીજા સર્વ સાથે સંયોગ કરતાં સાર છે. તે જ નિજ પરિકરરૂપ આત્મભાવની સાક્ષાત અત્ર પ્રાપ્તિ થઈ, એટલે પરમ આત્મશાંતિ ઉપજી, અને આત્મા સ્વરૂપમાં વિશ્રાંત થયે, સ્વરૂપવિશ્રાંતિ પામ્ય, સ્વરૂપમાં સમાઈ ગયે. આમ સમજો એટલે શમા. “શત્રુ મિત્ર પ્રત્યે વત્તે સમદર્શિતા, માન અમાને વત્તે તે જ સ્વભાવ જે, જીવિત કે મરણે નહિં જૂનાધિતા, ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સમભાવ જો. અપૂર્વ અવસર એવો કયારે આવશે?”–શ્રીમદ્ રાજચંદ્રજી. આમ સ્વ–પરને ભેદ જાણ્ય-વિવેક થયે, એટલે કષાય ઉપશાંતિ થઈ, વિરતિ થઈ, આસક્તિ ગઈ, વીતરાગતા આવી, સમતા ઉપજી, સ્વરૂપ સામ્ય થયું, આત્મધર્મની સિદ્ધિ
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy