SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્ષા દૃષ્ટિ : સિદ્ધનું ઘ્યાન, આચાર્યાદિનુ* ધ્યાન (૫૬૧) પરમ ધ્યાન ધરવા યાગ્ય છે. કારણ કે તે ભગવાનને શુદ્ધ આત્મવસ્તુ-ધર્મ પ્રગટયો છે, સર્વ આત્મગુણુની સંપૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત થઇ છે, નિજ સ્વરૂપના કર્તા-ભોક્તા થઇ તે તેમાં રમણુતા-પરિણામતા અનુભવી રહ્યા છે, સર્વ આત્મપ્રદેશની શુદ્ધતા તેમને ઉપજી છે, ચૈતન્યમય તત્ત્વપણુ. તેમને પ્રગટ પ્રાપ્ત થયું છે, તેમને ગ્રાહ્ય પણ ચેતન છે ને ગ્રાહક પણ ચેતન છે, વ્યાપ્ય પણ ચેતન છે ને વ્યાપક પણ ચેતન છે,-એવી ચૈતન્યમય તત્ત્વ અવસ્થા-સિદ્ધ દશા પ્રગટી છે. ધર્મ પ્રાભાવતા, સકલ ગુણ શુદ્ધતા, શુદ્ધ સ્વપ્રદેશતા, તત્ત્વ ચૈતન્યતા, વ્યાપ્ય કર્તૃતા ભાગ્યતા, રમણુ પરિણામતા; વ્યાપક તથા ગ્રાહ્ય ગ્રાહકગતા.... ધમ જગનાથને ધમ શુચિ ગાઇએ, આપણેા આતમા તેહવેા ભાવીએ!”—શ્રી દેવચ’દ્રજી. પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજા, અલગા અંગ ન સાજા રે; વાચક યશ કહે અવર ન ધ્યા, એ પ્રભુના ગુણ ગાઉં રે. ”—શ્રી યશાવિજયજી. “ખાતાં કરી ખતમ કમ તણા સમસ્ત, પામ્યા ગતિ જ અપુનર્ભવ જે પ્રશસ્ત; જેણે સૂર્યાં ચગતિ રથ ચક્ર ચારે, તે સિદ્ધના ચરણુ હે! શરણું અમારે !” —શ્રી સિદ્ધસ્તોત્ર (ડો. ભગવાનદાસ મનસુખભાઇ મહેતા વિરચિત) આવા પ્રગટ સહજાત્મસ્વરૂપ સિદ્ધ પ્રભુના ધ્યાનથી આત્મા નિજ સ્વરૂપને ધ્યાતા થાય છે, કારણ કે તે પરમાત્માની ને આત્માની આત્મત્વ જાતિ એક છે. જેવા તે ધર્મમૂત્તિ ધમનાથ પરમાત્માના શુદ્ધ ધમ છે, તેવા જ આ આત્માને તિણે મનમ ંદિરે મૂળ સ્વભાવ ધમ છે. આમ જે વસ્તુની જાતિએકતા છે, તે કદી ધર્મ પ્રભુ પલટતી નથી–ફરતી નથી. મુક્ત પરમાત્મામાં સર્વ સગના પરિહારથી કૈયાઇએ ’ તે પરમ આન ંદમય પરમાત્મ તત્ત્વ વ્યક્તપણે રહ્યું છે, અને સંસારી આત્મામાં ઉપાધિરૂપ પરભાવના પ્રસંગને લીધે તે આવૃત્ત હોવાથી અવ્યક્તપણે-શક્તિરૂપે * રહ્યું છે, અર્થાત્ સ`સારી જીવમાં શક્તિથી પરમાત્મપણું છે, અને સિદ્ધમાં વ્યક્તિથી પરમાત્મપણુ છે. એટલે તે શક્તિરૂપ પરમાત્મપણાની વ્યક્તિ માટે, જેને તેની વ્યક્તિ-પ્રગટતા પ્રાપ્ત થઈ છે એવા સાક્ષાત્ પરમાત્મ તત્ત્વની ભક્તિમાં રંગ લગાડી, તેનું તન્મય ધ્યાન કરવુ જોઈએ. તેવા તન્મય ધ્યાનથી સમાપત્તિ થાય છે, એટલે કે સમરસીભાવ ઉપજે છે, એકીકરણ થાય છે, કે જ્યાં આત્મા અપૃથક્ષણે-અભિન્નપણે પરમાત્મામાં લય પામે છે. આમ શુદ્ધ પરમાત્માના ધ્યાનથી શુદ્ધ આત્મા પ્રગટે છે, તેથી આ સિદ્ધ પરમેષ્ઠિનું ધ્યાન મનેાદિરમાં મુમુક્ષુને સદા ધ્યાવવા ચૈાગ્ય છે—પરમ ઇષ્ટ છે. मम शक्त्या गुणग्रामो व्यक्त्या च परमेष्ठिनः । एतावानावयोर्भेदः शक्तिव्यक्ति स्वभावतः ॥ मोऽयं समरसीभावस्तदेकीकरणं स्मृतम् । अपृथक्त्वेन यत्रात्मा लीयते परमात्मनि ॥ " —શ્રી શુભચ’દ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાવ. +"
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy