SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ કાંતા દૃષ્ટિઃ ષડ્તશ નમીમાંસા, આત્મતત્ત્વમીમાંસા જડ ચેતન આ આતમ એક જ, સ્થાવર જંગમ સરિખા; દુ:ખ સુખ સંકર દૂષણુ આવે, ચિત્ત વિચારી જો પરિખા. મુનિ એક કહે નિત્ય જ આતમ તત્ત્વ, આતમ દિશણુ લીના; કૃતવિનાશ અકૃતાગમ દૂષણ, નવ દેખે મતિહીા. મુનિ”—શ્રી આનંદઘનજી (૪) કાઈ કહે છે કે આ આત્મા ક્ષણિક છે એમ જાણેા.' પણ તેમ માનતાં અધમેાક્ષ કે સુખ-દુ:ખની વ્યવસ્થા નહિ ઘટે, એ વિચાર મનમાં લાવવા ચેાગ્ય છે. (૫) કોઇ વળી એમ કહે છે કે ચાર ભૂત શિવાયની અળગી-જુદી એવી આત્મસત્તા ઘટતી નથી.’ પણુ આંધળા ગાડું નજરે ન ભાળે તેમાં ગાડાંના શે। દોષ ?-એમ અનેક વાદીઓના મતવિભ્રમરૂપ સંકટમાં પડી ગયેલું ચિત્ત સમાધિ પામતું નથી, અને યથાથ પણે આત્મતત્ત્વ સમજ્યા વિના તે સમાધિ ઉપજે એમ નથી, તેા મુમુક્ષુએ કેમ કરવું ? (2 સૌગત મતિરાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણેા; બંધ મેાક્ષ સુખ દુઃખ નવિ ઘટે, એહ વિચાર મન આણુા. મુનિ ભૂત ચતુષ્ઠ વર્જિત આતમતત્ત, સત્તા અલગી ન ઘટે; અંધ શકય જો નજર ન દેખે, તા શું કીજે શકટે ? મુનિ॰ (૫૪૯) એમ અનેક વાદિ મતવિભ્રમ, સકટ પડિયા ન લહે; ચિત્તસમાધિ-તે માટે પૂછું, તુમ વિષ્ણુ તત્ત કેાઈ ન કહે. મુનિ૰”—શ્રી આનંદઘનજી. ત્યારે તેના અંતરાત્મા (અથવા પરમાત્મા) જાણે જવાબ આપે છે કે અહૈ। આત્મન્ ! તું સર્વ પક્ષપાત છેડી દઇ, રાગ-દ્વેષ-માહ પક્ષથી વિજ્રત એવા એક આત્મતત્ત્વમાં રઢ લગાડીને મંડી પડે ! જે કઈ આ આત્માનુ ધ્યાન કરે છે તે ફરી આમાં આવતા નથી, અને બીજું બધુંય વાાલ છે એમ જાણે છે, આ તત્ત્વ ચિત્તમાં લાવે છે, માટે જેના વડે કરીને દેહ-માત્માના વિવેક ઉપજે તે જ પક્ષ ગ્રહણ કરવા ચેાગ્ય છે, અને તે જ તત્ત્વજ્ઞાની કહેવાય. એટલે એના અંતરાત્મા પુનઃ એલી ઊઠે છે કે હું આત્મસ્વરૂપ આનંદઘન પ્રભુ ! ‘મુનિસુવ્રત ! જે કૃપા કરો તે, આનદઘન પદ લહીએ.’ વળતુ જગગુરુ ઇણિ પેરે ભાખે, પક્ષપાત સખ છંડી; રાગ-દ્વેષ-મેાહ પખ વર્જિત, આતમ શું રઢ મડી....મુનિસુવ્રત॰ આતમધ્યાન ધરે જો કાઉ, સા ફિર ઇમૈં ના'વે; વાજાલ ખીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત લાવે. મુનિ॰ જિણે વિવેક ધરિયે પખ ગૃહિયે, તત્તજ્ઞાની તે કહિયે: મુનિસુવ્રત જો કૃપા કરે। તા, આનંદધન પદ હિયે. મુનિ”—શ્રી આનંદઘનજી ઈત્યાદિ પ્રકારે ષપદની અને તે પરથી ફલિત થતા ષડૂદર્શીનની મીમાંસા કરનારા
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy