SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ કાંતા દષ્ટિ ભોગતત્વની ક્ષમાર્ગ અપ્રગતિ-સ્થિતિ (૫૪૫) રાગ ભર્યો માહ વૈરી નડ્યો, લેકની રીતમાં ઘણુંય રાતે; ક્રોધ વશ ધમધમ્ય, શુદ્ધ ગુણ નવ રમે, ભ ભવમાંહિ હું વિષય માતે..... તાર હો તાર પ્રભુ ! મુજ સેવક ભણી.”—શ્રી દેવચંદ્રજી વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છેદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા છ પર કોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું? અર્થાત એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાને વૈરાગ્ય આપે છે.” ઈ. -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૧૫ (૧૨૮) અને પછી તે તે તુચ્છ કદન્ન જેવા વિષયસુખમાં આ મેહમૂઢ જીવને એટલે બધો રંગ લાગી જાય છે, એટલે બધે તન્મય રસ જામે છે, કે તેની પ્રાપ્તિમાં ! નિમગ્ન રહે છે, અને તેને જ સુંદર માને છે, બીજું કાંઈ તે બાપડ જાણતા નથી. કારણ કે સુસ્વાદુ ભોજનનો સ્વાદ તેને સ્વપ્ન પણ લાધ્યો નથી. એટલે ડુક્કરને જેમ કાદવમાં પડયા રહેવું ગમે છે, તેમ તેને વિષય –કદનમાં રચ્યા-પચ્યા રહેવું ગમે છે. તે વિષ્ટાના ભ્રમરને જેમ વિષ્ટાની સુગંધી જ સારી લાગતી હતી, તેમ આ વિષયના ભ્રમરને વિષયની ગંધ જ સારી લાગે છે ! તેને સુંદર માને રાંક, બીજું ન જાણે તે વરાક, સુસ્વાદુ ભોજનનો સ્વાદ, રવને પણ એને ન પ્રાપ્ત.” ઉ. ભ. પ્ર. ૧ (ડો. ભગવાનદાસ મ. મહેતાકૃત અનુવાદ) આમ પર પરિણતિના રાગીપણું, પર રસરંગે રક્ત થયેલ આ જીવ, પર વસ્તુનો ગ્રાહક અને રક્ષક બની, પરવસ્તુના ભાગમાં આસક્ત થઈને અનંત કાળ પર્યત સંસારમાં રખડે છે. અને આમ પિતાનું આમહિત ચૂકી, આ મહામેહમૂઢ જીવ વેઠીઆ પિઠીઆની પેઠે પારકી વેઠ ઉઠાવી, હાથે કરીને નાહકનો હેરાન હેરાન થાય છે ! ભાવિતાત્મા મહાત્માઓના વચનામૃત છે કે પપરિણતિ રસ રંગતા, પરગ્રાહકતા ભાવ....નાથ રે! પર કરતા પર ભોગતા, ો થયે એહ સ્વભાવ ?....નાથ રે !” શ્રી દેવચંદ્રજી. જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે. તેને ત્યાં જ સ્થિતિ હોય છે, એ જે જિનનો અભિપ્રાય તે સત્ય છે. ત્રીશ મહામહનીયનાં સ્થાનક શ્રી તીર્થકરે કહ્યાં છે તે સાચા છે.”-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૪૮ (હાથનેધ, ૨–૧૯)
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy