SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૧૪) ગદષ્ટિસમુચ્ચય આ છઠ્ઠી કાંતા દષ્ટિમાં (૧) આ જે હમણાં જ કહ્યું તે નિત્ય દર્શનાદિ બધુંય હોય છે, અને તે બીજાઓને પ્રીતિ ઉપજાવે છે–નહિ કે દ્વેષ. (૨) પરમ ધારણું હોય છે. ધારણા એટલે ચિત્તને દેશબંધ. (૩) અને આ ધારણાને લીધે અત્રે અન્યમુદ્દ હેતી નથી, અર્થાત્ અન્યત્ર હર્ષ હોતો નથી, કારણકે ત્યારે તે તે પ્રતિભાસને અયોગ હોય છે. (૪) તથા નિત્ય-સવકાળ સવિચારાત્મક મીમાંસા-તત્ત્વવિચારણા હોય છે, કે જે સમ્યગ જ્ઞાનના ફળ૫ણુએ કરીને હિદયવંતી હોય છે. આ દૃષ્ટિને “કાંતા” નામ આપ્યું છે, તે યથાર્થ છે. કારણ કે આ દષ્ટિમાં કાંતા એટલે પતિવ્રતા સ્ત્રી જે પરમાર્થભાવ હોય છે. જેમ પતિવ્રતા આ ઘરના બીજાં બધાં કામ કરતાં પણ પતિનું જ ચિંતન કરે છે, તેમ આ દષ્ટિવાળે સમ્યગદૃષ્ટિ પુરુષ ભલે બીજું સંસાર સંબંધી કામ કરતે હોય, પણ તેનું ચિત્ત સદાય શ્રુતધર્મમાં જ લીન રહે છે. અથવા કાંતા એટલે પ્રિયા-હાલી લાગે છે. આ દ્રષ્ટિમાં રિથતિ કરતો પુરુષ કાંત-કમનીય–પરમ રમ્ય ભાસે છે, એટલે અન્ય ઇવેને બહુ પ્રિય-હાલો લાગે એવો જનપ્રિય હોય છે, એટલે આ દષ્ટિને પણ કાંતા” નામ ઘટે છે. અથવા આ દષ્ટિ યોગીજનેને બહુ પ્રિય છે, એટલે પણ તે યંતા છે. આમ ખરેખર “કાંતા” એવી આ છઠ્ઠી દ્રષ્ટિમાં પાંચમી દષ્ટિનો જે નિત્ય દર્શનાદિ ગુણગણ કહ્યો, તે તે હોય જ છે, પણ તે વિશેષ નિર્મળપણે. એટલે નિત્યદર્શન, સૂક્ષ્મ બોધ, પ્રત્યાહાર, ભ્રાંતિત્યાગ આદિ અત્રે અવશ્ય અનુવર્તે છે જ, અને તેની એર બળવત્તરતા વર્તે છે. અત્રે જે દર્શન થાય છે તે સ્થિર દષ્ટિની પેઠે નિત્ય-અપ્રતિપાતી હોય છે, પણ વધારે નિર્મલ અને બળવાન હોય છે. તેને તારાની ઉપમા ઘટે છે, કારણ કે તારાને પ્રકાશ રત્નની જેમ સ્થિર હોય છે, પણ તેના કરતાં વધારે બળવાન તેજસ્વી હોય તિહાં તારાલ છે. તારાને પ્રકાશ આકાશમાં નિત્ય ચમકે છે, સદા સ્થિર હોય છે, તેમ પ્રકાશ” આ દૃષ્ટિવાળા સમ્યગૃષ્ટિ પુરુષને સમ્યગદર્શનમય બોધ-પ્રકાશ ચિદા કાશમાં નિત્ય ઝળહળે છે, સદા સ્થિર પ્રકૃતિથી સ્થિત જ વર્તે છે. અત્રે દર્શન અર્થાત્ આત્માનુભવજન્ય સશ્રદ્ધાવંત બેય એટલે બધો સ્પષ્ટ હોય છે કે તે તારાની પેઠે ચિદાકાશને નિરંતર ઉદ્યોતમય કરી મૂકે છે. વળી તારા જેમ આકાશમાં નિરાલંબન છતાં નિત્ય પ્રકાશી રહે છે, તેમ આ દષ્ટિને બોધ પણ નિરાલંબન છતાં સદા ચિદાકાશને પ્રકાશમાન કરે છે. અને જ્ઞાનીનું આ નિરાલંબનપણું પણ પ્રથમ તે પરમ જ્ઞાની એવા પ્રભુનુંપરમાત્માનું અવલંબન લેવાથી પ્રગટે છે, કારણ કે આ દુસ્તર ભવસમુદ્ર પણ તે શુદ્ધ સહજાન્મસ્વરૂપ પ્રભુના પ્રબલ અવલંબનથી ગોપદ સમાન બની જાય છે, અને તે પ્રભુના જ અવલંબનબલથી આત્મા નિરવલબનપણું પામી નિજ ગુણરૂપ શુદ્ધ નંદનવનમાં રમે છે. એટલે જ આવા આ સમ્યગ્દશની પુરુષનો બાધ અત્યંત સૂક્ષમ હોય છે. દ્રવ્યાનુ
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy