SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાદષ્ટિ નવતત્વ વિવેકથી ભેદજ્ઞાન (૪૬૯) અને તેના અંગભૂત પુણ્ય-પાપ હેય છે-ત્યાગ કરવા યોગ્ય છે. (પ-૬) હેય એવા અજીવ તત્વને ઉપાદાનહેતુ આસવ છે, અને તેને આદાનરૂપ-ગ્રહણરૂપ બંધ નવતત્વ વિવેકથી છે, એટલે એ બને ય હેય-ત્યજવા યોગ્ય છે. (૭-૮-૯) સંવર અને ભેદજ્ઞાન નિર્જરા એ હેય એવા અજીવ તત્ત્વના હાનના-ક્ષીણપણાના હેતુ છે, અને તે હેયના પ્રહાણરૂપ-આત્યંતિક ક્ષીણતારૂપ જીવને મોક્ષ છે, એટલે આ ત્રણેય તત્વ ઉપાદેય છે.આ હે પાદેય વિવેક સમ્યગદષ્ટિ પુરુષ કરે છે (જુઓ - શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત તત્વાર્થસાર). આમ ભૂતાર્થથી–પરમાર્થથી દેહાદિ સમસ્ત પર વસ્તુથી ભિન્ન એવી પ્રત્યગ જ્યોતિ પ્રકાશે છે કે જે “અનેક વર્ણમાળામાં સુવર્ણ સૂત્રની જેમ નવતત્વગત છતાં એકત્વ છોડતી નથી !” આ ભિન્ન જ્યોતિરૂપ શુદ્ધ આત્માનું ભેદજ્ઞાન ઉપજવું, અનુભૂતિ થવી, આત્મખ્યાતિ પ્રગટવી તે સમ્યગદર્શન છે, સમ્યક્ત્વ અથવા સમતિ છે. (જુઓ પૃ. ૪૦) "उदयति न नयश्रीरस्तमेति प्रमाणं, क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्र । किमपरमभिध्मो धाम्नि सर्वकषेऽस्मिन्ननुभवमुपयाते भाति न द्वैतमेव ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીત શ્રી સમયસારકલશ નય નિક્ષેપે રે જેહ ન જાણિયે, નવિ જિહાં પ્રસરે પ્રમાણ શુદ્ધ સ્વરૂપે તે બ્રહ્મ દાખવે, કેવળ અનુભવ ભાણ...વીર જિનેશ્વર પરમેશ્વર જયે. અલખ અગોચર અનુપમ અર્થને, કેણું કહી જાણે રે ભેદ? સહજ વિશુદ્ધ રે અનુભવ વયણ જે, શાસ્ત્ર તે સઘળો રે ખેદ વીર.”—શ્રી આનંદઘનજી આવા આત્માનુભવરૂપ સમ્યગ્દર્શનના બીજા બાહ્ય લિંગ-પ્રગટ ચિહ્નો પણ છે; અને તે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા ને આસ્તિક્ય એ પાંચ છે (જુઓ–પૃ. ૪૧-૪૨). આ પ્રશમાદિ ગુણ પણ બહિર્ દષ્ટિથી સમ્યગદર્શનના લક્ષણ છે; આત્માપ્રશમાદિ નુભૂતિ અથવા સમ્યક્ત્વ સાથે જે તે હોય તો તે ગુણ છે, નહિં તે બાહ્ય લક્ષણ ગુણભાસ છે. અર્થાત્ આત્માનુભૂતિ ન હોય તે પ્રશમાદિ સમ્યગ | દર્શનના લક્ષણ નથી. તેનું સંક્ષેપ સ્વરૂપ આ પ્રકારે : (૧) પ્રશમવિષય કષાયમાં શિથિલ મન તે, અર્થાત્ વિષયકષાયનું ઉપશાંતપણું તે પ્રશમ છે. અથવા કૃતાપરાધી જીવો પ્રત્યે તેને બાધા ઉપજાવવાની બુદ્ધિ ન થવી, ક્રોધનું ઉપશમન કરી ક્ષમા ધરવી તે પ્રશમ છે. (૨) સંવેગ-(ક) આત્મધર્મમાં અને ધમફલમાં પરમ ઉત્સાહ, (૧) સાધમિકમાં અનુરાગ, (૪) પરમેષ્ઠીઓ પ્રત્યે પ્રીતિ, તે સંવેગ છે. જેમકે–() સમ્યક્ત્વમાત્ર આત્મા એ જ ધર્મ છે, અથવા શુદ્ધ આત્માનો અનુભવ તે જ ધર્મ છે, અને તેનું ફળ
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy