SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાદષ્ટિ : સમ્યકત્વમાસિનો ઉપક્રમ, દશનામહ ઉપશમ (૪૬૫) હતાં છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે. એ જ અનંત ક્રોધ, માન, માયા, લોભને આકાર છે.”–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૭૫, ૫૨૩. (૪૫૯, ૬૧૩) વળી આ ઉક્ત પાંચ લબ્ધિના સ્વરૂપ પરથી એ સ્પષ્ટ સમજાય છે કે આમાં મધ્યવતિની દેશના લધિ સમ્યકત્વ પ્રાપ્તિની રહસ્ય ચાવી (Master-key) છે. કારણ કે કમના ક્ષપશમથી જીવની વિશુદ્ધતા થાય અને તેને સદ્ગુરુના ઉપદેશની પ્રાપ્તિન જોગ બને, તો પછી તેને અનુક્રમે સમ્યફત્વની પ્રાપ્તિ થાય. એટલે પ્રથમ તે જીવની વિશુદ્ધતા થવી જોઈએ. અને તે કેમ થાય? સત્ય પુરુષાર્થથી પ્રશમાદિ ગુણની પ્રાપ્તિથી. જ્યારે કષાયનું ઉપશાંતપણું થાય, માત્ર મોક્ષ સિવાય બીજી અભિલાષા હોય નહિ. સંસાર પ્રત્યે ખેદ હોય અને અંતમાં દયા વ, ત્યારે આ જીવ વિશુદ્ધિને પામે, અને તે જ ખરેખર મિક્ષમાગને “જિજ્ઞાસુ” કહેવાય. આવા વિશુદ્ધિ પ્રાપ્ત સુપાત્ર જિજ્ઞાસુ જીવને જે સદ્દગુરુનો બંધ થાય તે તે સમકિત પામે અને અંતરની શોધમાં વત્તે; એટલે પછી સદેવ-ગુરુ-ધર્મની સમ્યફ પ્રતીતિરૂપ વ્યવહાર સમકિત, અને તેના ફલરૂપે શુદ્ધ આત્માનુભવરૂપ પરમાર્થ સમકિત-એમ સાનુબંધપણે ઉત્તરોત્તર વધતી જતી સમ્યકત્વની કક્ષાઓને તે સ્પશતે જાય. કષાયની ઉપશાંતતા, માત્ર એક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બેધ તે પામે સમકિતને, વત્તે અંતર્ શોધ. મત દર્શન આગ્રહ ત્યજી, વત્તે સદ્ગુરુ લક્ષ લહે શુદ્ધ સમક્તિ છે, જેમાં ભેદ ન પક્ષ. વ નિજ સ્વભાવને, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યા ભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગ પદ્ધ વાસ.” શ્રી આત્મસિદ્ધિ આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત ઉપદેશ્યાં છે –(૧) આપ્ત પુરુષનાં વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદનિધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સમકિત કહ્યું છે. (૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમકિતને બીજો પ્રકાર કહ્યો છે. (૩) નિવિકલ્પ પરમાર્થ અનુભવ તે સમકિતને ત્રીજો પ્રકાર કહ્યો છે. પહેલું સમકિત બીજા સમક્તિનું કારણ છે. બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમક્તિ વીતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણે સમકિત ઉપાસવા ગ્ય છે, સત્કાર કરવા ગ્ય છે, ભક્તિ કરવા ગ્ય છે.” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૮૯ (૭૫૧)
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy