SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાદષ્ટિ : ભ્રાંતિ દષત્યાગ, સૂક્ષ્મ બેધ ગુણપ્રાપ્તિ (૪૫૯) “શુદ્ધાશય થિર પ્રભુ ઉપગે, જે સમરે તુમ નામજી; અવ્યાબાધ અનંતું પામે, પરમ અમૃતરસ ધામ. શીતલ૦ ”શ્રી દેવચંદ્રજી. તે વંદનાદિ કરે છે તે સ્થાન, કાળ ને કમ બરાબર સાચવે છે, સૂત્ર શબ્દના અર્થમાં ઉપયોગ રાખે છે, બીજાને સંમેહ ન ઉપજે-વિક્ષેપ ન થાય તથા શ્રદ્ધા-સંવેગ સૂચવે એવા યુક્ત સ્વરે સૂત્રોચ્ચાર કરે છે, અને તે વંદનાદિ કરતાં તેના ભાવ–રોમાંચ શુદ્ધાશય થિર ઉલસે છે, શુભાશય વર્ધમાન થાય છે, ને પ્રણમાદિની સંશુદ્ધિ બરાબર પ્રભુ ઉપગે’ જળવાય છે. આમ તેની વંદનાદિ કિયા નિરતિચારપણાને લીધે અનઘ નિર્દોષ-નિષ્પાપ હોય છે. (જુઓ પૃ. ૨૧૯-૨૨૦) તેમજ આ વંદનપ્રતિકમણાદિ ક્રિયા સૂક્ષ્મ બોધથી સંયુક્ત એવી હોય છે. સમ્યગ્દષ્ટિ પુરુષ જે કઈ ક્રિયા કરે છે, તે તેની તાત્વિક સમજણપૂર્વક સમ્યપણે કરે છે, કારણ કે તેને તત્ત્વનું સમ્યફ સંવેદન હોય છે, એટલે તેને અનુસરીને સર્વ ક્રિયા પ્રશાંત વૃત્તિથી, સર્વત્ર અત્યંત સુજ્યરહિતપણે, ત્વરા રહિતપણે કરે છે. આમ સમ્યગદષ્ટિનું અનુષ્ઠાન અનુબંધ શુદ્ધ હોય છે. દાખલા તરીકે સમ્યગદષ્ટિ પ્રભુભક્તિ કરે છે તે તાવિક ભક્તિનું સ્વરૂપ સમજીને કરે છે. તે એમ જાણે છે કે આ પ્રભુ શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે, માટે હારા પરમ પૂજ્ય છે. જે આ પરમાત્માનું સ્વરૂપ છે તે મહારા આત્માનું સ્વરૂપ છે. એટલે હારી શુદ્ધ આત્મસત્તાની પૂર્ણતા પામવા માટે, શુદ્ધ આત્મસિદ્ધિ કરવા માટે, આ પ્રતિષ્ઠદસ્થાનીય-શુદ્ધ આદર્શરૂપ પ્રભુ પરમ હેતુ હેઈ, મહારે તેનું પરમ પ્રબળ અવલંબન લેવા યોગ્ય છે. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય સમજે જિન સ્વભાવ તે, આત્મભાનને ગુંજ્ય.” -શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ મારી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા, તે તણે હેતુ પ્રભુ તુંહી સાચે; દેવચંદ્ર સ્તવ્ય મુનિગણે અનુભવ્યો, તત્વભક્ત ભવિક સકલ રા.”– શ્રી દેવચંદ્રજી સૂક્ષ્મ બેધ ગુણની પ્રાપ્તિ અત્રે બોધ નામને પાંચ ગુણ પ્રગટે છે, કારણ કે જેથી દષ્ટિમાં તત્ત્વશ્રવણને ગુણ પ્રગટ્યો, એટલે તેના ફલ પરિપાકરૂપે આ પાંચમી દષ્ટિમાં બોષ ગુણ સ્વાભાવિક ક્રમે પ્રગટ જોઈએ. અને તે બોધ પણ અત્રે સૂક્ષમતાવાળો હોય છે. કારણ કે અત્રે ગ્રંથિભેદને લીધે વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ હોય છે અને આ વેવસંવેદ્યપદમાં જ સૂક્ષ્મ બોધ ઘટે છે, એમ આગળ ચોથી દષ્ટિના વેદસંવેદ્યપદ અધિકારમાં વિસ્તારથી કહેવાઈ ચૂકયું છે, તે પણ સંક્ષેપમાં ભાવનાથે તેની પુનરાવૃત્તિ કરી જઈએ, તે તેનું લક્ષણ આ પ્રમાણે કહ્યું હતું -સમ્યફપણે હેતુ સ્વરૂપ ને ફલના ભેદે કરીને વિદ્વત
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy