SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ દીમારિ: વિષમ કુતર્કગ્રહ–ચિત્તને ભાવશત્રુ (૩૨૫) તાપ પમાડે છે. આમ તે ભારે “વસ” ગ્રહ છે. (૨) અથવા “ગ્રહ’ એટલે ભૂતપિશાચ-ઝોડ. જેમ કેઈને વસમું ભૂત, પિશાચ કે છોડ વળગ્યું હોય, તે તેને કેડે ન મૂકે, તેને ગ્રહી રાખે, પકડી-જકડી રાખે, અને તેને હેરાન પરેશાન કરી નાખે, તેમ આ કુતકરૂપ ભૂત, પિશાચ કે છોડ જીવને જે વળગ્યું હોય, તો તે તેને કેડે મૂકતું નથી, તેને ગ્રહી-પકડી-જકડી રાખે છે, કાઢવું મુશ્કેલ થઈ પડી તેને ખૂબ કનડે છે. જેના મનમાં કુતકરૂપ ભૂત (Obsession, Delusion) ભરાઈ ગયું હોય, તેને તે કાઢવું ભારી વસમું થઈ પડે છે, એ બલાને કાઢવી ભારી વિકટ થઈ પડે છે! આમ પણ કુતર્ક વિષમ ગ્રહ” છે. (૩) અથવા “ગ્રહ’ એટલે મગર. મગર જે કઈને ગ્રહે, પકડે, તો તેની પકડમાંથી છૂટવું બહુ મુશ્કેલ-વસમું છે, તેમ કુતકરૂપ ગ્રહના-મગરના પંજામાં જે સપડાયે, તેની દાઢમાં જે ભીડા, તેને પણ તેના સકંજામાંથી છૂટવું ભારી વસમું થઈ પડે છે. આ રીતે પણ કુતક ખરેખર ! વિષમ ગ્રહ છે.-આમ દુષ્ટ ગ્રહ, ભૂત, કે મગરએમ ગ્રહના કેઈ પણ અર્થમાં કુતકને “ગ્રહ નામ આપ્યું તે યથાર્થ છે, અને તે પણ “વિષમ ગ્રહ છે. વસમ-શમા વિકટ, સમ કરે-સીધે પાંસ કર દુર્ઘટ એ છે. આવો જીવને ગ્રહી રાખનારો, પકડી–જકડી રાખનારે કુતર્કરૂપ પાપગ્રહ, અથવા ભૂત, અથવા મગરમચ્છ, અસંવેદ્યપદન૪ જય થતાં, આપોઆપ પોતાની પકડ મૂકી છે. જેમ ગ્રહશાંતિના પાઠથી પાપગ્રહને ઉપદ્રવ વિરામ પામે છે, જેમ ભુવાના મંત્રપાઠથી ભૂત આવેશ-ઝોડ ઉતરી જાય છે, જેમ મર્મસ્થળમાં પ્રહાર આદિથી મગરની પકડ છૂટી જાય છે; તેમ અઘસવેદ્યપદના જયરૂપ ગ્રહશાંતિથી, મંત્રપાઠથી, શસ્ત્રપ્રહારથી કુતરૂપ વિષમ ગ્રહ (યથાસંભવ ત્રણે અર્થમાં) પિતાને ગ્રહ–પકડ આપોઆપ છેડી દે છે આ કુતક કે વિશિષ્ટ છે? તે માટે કહે છે – बोधरोगः शमापायः श्रद्धाभङ्गोऽभिमानकृत् । कुतर्कश्चेतसो व्यक्तं भावशत्रुरनेकधा ॥८७॥ વૃત્તિ:-ઘોષોન:-બાપને રાગરૂપ,-તે યથાવસ્થિતના ઉપઘાત ભાવને લીધે, રમાય –મને અપાયરૂપ-હાનિ કરનાર,-અસદુ અભિનિવેશના જનકપણ થકી. શ્રદ્ધામ:-શ્રદ્ધાભંગરૂ૫,-આગમ અર્થની અપ્રતિપત્તિને લીધે, અમિમનછા-અભિમાન કરનાર મિથ્યાભિમાનના જનકપણાથી. એમ x “जीयमानेऽत्र राज्ञीव चमचरपरिच्छदः । નિવર્તિતે તત: શીર્ઘ વિષમકઃ ”—ી યશો કૃત દ્વા, ઢા, “નૃપતિ જીતતાં છતિએ દળ પુર ને અધિકાર.”—શ્રી ક્ષમાળા.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy