SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાષ્ટિ : મુમુક્ષુને શુષ્ક તક ગ્રહ ત્યાજ્ય જ (૪૩૩) વિવેચન “હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ; આગમવાદે હો ગુરુગમ કે નહીં, એ સબલે વિખવાદ. અભિનંદન જિન દરિશણ તરસિયે.”—શ્રી આનંદઘનજી. જે યુક્તિવાદથી અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું હોત, તે આટલા કાળે પ્રાણ જનેએ તે સંબંધી નિશ્ચય કરી નાંખ્યો હતો. જે યુક્તિ વડે કરીને ઇન્દ્રિયને અગમ્ય એવા અતીન્દ્રિય પદાર્થો જાણવામાં આવતા હોત, તે ઘણું હેતુવાદથી લાંબા કાળથી આ મહાબુદ્ધિશાળી પ્રાજ્ઞજને-મહાતાકિકો જે તેવી તનિશ્ચય યુક્તિ લડાવતા આવ્યા છે, તેઓને આટલા બધા કાળે તે અતીન્દ્રિય ન થાય પદાર્થને નિશ્ચય થઈ જવો જોઈતો હતો. પણ તેવું તો થયું દેખાતું નથી, હજુ તેને કાંઈ નિવેડો આવ્યો જણાતો નથી. કારણ કે આ વાદી–પ્રતિવાદીઓ હજુ તેવા ને એવા જોરશોરથી તે જ વાદવિવાદ ચલાવી રહ્યા છે ! હજુ પણ તે બાબતમાં નવા નિશાળીઆની જેમ તેવા ને તેવા કેરાધાકડ રહેલા જણાય છે ! તેઓની વાદ-કંડૂ હજુ તેવી ને તેવી છે ! આટલા બધા મહાસમર્થ વાદી મહારથીઓએ આટલે બધો કાળ પ્રખર યુક્તિબલ અજમાવ્યું, પણ તે મહાનુભાવોને આ મહા પ્રયાસ પાણીમાં ગયો હોય એમ જણાય છે! કારણ કે ગબિંદુમાં કહ્યા પ્રમાણે “નિશ્ચિત એવા વાદ ને પ્રતિવાદે કરતાં છતાં તેઓ ગતિમાં ઘાણીના બેલની પેઠે, હજુ તત્ત્વના અંતને પામ્યા નથી !” न चैतदेवं यत्तस्मात्शुष्कतर्कग्रहो महान् । मिथ्याभिमानहेतुत्वात्त्याज्य एव मुमुक्षुभिः ॥ १४७ ॥ ને આ એમ ન તે થકી, શુષ્ક કુહ મહાન; ત્યાજ્ય જ હોય મુમુક્ષને, મિથ્યા માન નિદાન, ૧૪૭ અર્થ :–અને કારણ કે આ એમ નથી, તેટલા માટે મહાન એ શુષ્ક તર્ક ગ્રહ મિથ્યાભિમાનના હેતુપણાને લીધે, મુમુક્ષુઓને ત્યાજ્ય જ છે- છોડી જ દે યોગ્ય છે. કૃત્તિ – જૈતવં અને આ એમ નથી, દુ-જે કારણથી, તમાર-તે કારણથી, શુદગાતોશુષ્કતર્ક ગ્રહ, માન–મડાન, અતિરૌદ્ર, મધ્યામિ માનતુલ્હા-મિથ્યાભિમાનહેતુષણરૂપ કારણથી, ચાવ શ્વ-ત્યાજય જ છે, મુમુક્ષુમિ –મુમુક્ષ એએ, મૂકાવા ઈચ્છનારાઓએ.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy