SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨૮) યોગસરાશય कुदृष्टयादिवनो सन्तो भाषन्ते प्रायसः क्वचित् । निश्चितं सारवच्चैव किंतु सत्त्वार्थकृत् सदा ॥ १४२ ॥ કુષ્ટિઆદિવાળું વેણ તે, ભાખે કદી ન સંત; નિશ્ચિત પરહિતકર સદા, સારવંત જ વદંત. ૧૪૨ અર્થ –કુદષ્ટિ આદિવાળું કસ્ય વચન સંતે કવચિત્ બોલતા નથી, પરંતુ સદાય નિશ્ચિત, સારવાળું અને સત્ત્વાર્થ કરનારૂં-પ્રાણીઓનું હિત કરનારૂં એવું વચન બોલે છે. વિવેચન સંતજને કુદષ્ટિ આદિની પેઠે કદી કુદષ્ટિવાળું–કુત્સિત-નિઘ વચન બોલતા નથી, અને બેલે છે તે નિશ્ચિત, સારવાળું અને પરનું હિત કરનારૂં એવું જ વચન સદા લે છે. કુદષ્ટિવંત અવિવેકી જ હોય તે કુત્સિત–નિંઘ ભાષણ કરે છે, ફાવે તેમ ઠેકાણા વિનાનું બેલે છે, યતદ્ધા ઢંગધડા વિનાને અસંબદ્ધ પ્રલાપ કરે છે. સાર વગરનું નમાલું બકે છે, અને બીજા અને દુઃખ થાય, અનર્થ થાય, અહિત સંત કેવું થાય એવું સાવદ્ય વચન ઉચ્ચારે છે. પણ જે સાચા સંત-મુનિજને બોલે ? જોગીજને છે, તેઓ તેમ કદી કરતા નથી, તેવું સાવદ્ય વચન કદી ઉચ્ચારતા નથી. તેઓ બેલે છે તે વિવેકપૂર્વક ભાષાસમિતિ સાચવીને, ભાષાને વિવેક આચાર બરાબર જાળવીને જ સદા બોલે છે. એટલે જ તેઓનું વચન સદા નિશ્ચિત-અસંદિગ્ધ-સુસંબદ્ધ હોય છે,–સંદેહવાળું, ઠેકાણુ વિનાનું, અસંબદ્ધ પ્રલાપ જેવું હતું નથી; સારપૂર્ણ હોય છે, નિઃસાર નિષ્પાજન કે નિર્માલ્ય હેતું નથી; અને સત્વાર્થ કરનારૂં હોય છે, અન્ય છાનું હિત કરવાના સ્વભાવવાળું જ હોય છે,-બીજા જીવને દુઃખ થાય, અનર્થ થાય, અહિત થાય, એવું સાવદ્ય કદી પણ હેતું નથી. આમ સંત જનેને સદા નિશ્ચિત, સારભૂત, ને પરેપકારી એવું નિરવદ્ય-નિર્દોષ વચન ઉચ્ચારવાની ટેવ પડી હોય છે. સાધુજી સમિતિ બીજી આદરે, વચન નિર્દોષ પરકાશ રે; ગુપ્તિ ઉત્સર્ગને સમિતિ તે, માર્ગ અપવાદ સુવિલાસ રે.” –શ્રી દેવચંદ્રજીકૃત અષ્ટપ્રવચનમાતાની સજઝાય । इति सर्वज्ञप्रतिक्षेपनिषेधाधिकारः। S કૃતિશદષ્ટયરિવા-કુદષ્ટિ આદિવાળું, કુસ્સ ઈત્યાદિ, નો સન્તો ન સંતે, મુનિએ, માન્તિ વળવા-ભાખે કવચિત, ત્યારે કેવું ભાખે? તે માટે કહ્યું – નિશ્ચિત-નિશ્ચિત, અસંદિગ્ધ, સાવર-અને સારવાળું જ, ન અપાર્થક- નહિં એવું, રિંતુ સાર્થશ-પરંતુ સત્ત્વાર્થકર, પરાર્થકરણશીલ એવું, સદા ભાખે છે.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy