SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચ્છાગ (૧૭) “पमायं कम्ममा हंसु अप्पमायं तहावरं । તરમાવાનો વારિ વાૐ વંટિયમેવ વા !–શ્રી સૂત્રકૃતાંગ, પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે.” –શ્રીમદ્ રાજચંદ્ર. આમ ઈચ્છાગના ચાર લક્ષણ કહ્યા, તે લક્ષણોને પરસ્પર સંબંધ છે. (૧) પ્રથમ તે ધર્મની ઈચ્છા ઉપજે, (૨) એટલે પછી તેનું સ્વરૂપ જાણવા માટે શ્રી સદ્ગુરુ મુખે શ્રવણ થાય, (૩) સમ્યફ અર્થ ગ્રહણરૂપ શ્રવણ થયા પછી જ્ઞાન થાય, (૪) જ્ઞાન થયા છતાં પણ હજુ પ્રમાદને લીધે ચારિત્રમાં વિકલતા હોય. અને આમ આ ઈચ્છાયેગી પુરુષ-(૧) સાચે ધર્મ ઈચ્છક, ખરેખર મુમુક્ષુ, આત્માથી હોય, (૨) શાસ્ત્રશ્રોતા-શ્રુતજ્ઞ હોય, (૧) સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞાની હોય, (૪) છતાં હજુ પ્રમાદવંત-પ્રમત્ત હોય. વળી અત્રે શબ્દની ખૂબીથી ગૂંથણી કરી શાસ્ત્રકાર મહર્ષિએ ઇરછાયેગમાં કર્મચાગ ભક્તિગ ને જ્ઞાનના અંશને અત્યંત કુશળતાથી સમાવેશ કરી દીધું છે. તે આ પ્રકારે-(૧) કતું કરવા માટે એ શબ્દથી કર્મવેગનું ગ્રહણ છે, (૨) “ઈચ્છા” શબ્દથી ભક્તિયેગનું સૂચન છે, (૩) અને “જ્ઞાની” શબ્દથી જ્ઞાનગનો નિર્દેશ છે. તે ઉપરાંત એ પણ સમજવાનું છે કે-બકાલવ્યાપી એવું માક્ષસાધન જેવું પ્રધાન કાર્ય માથે લીધું હોય, તેમાં પ્રમાદવંત છતાં, જો તે થોડું પણ કર્મસાગે પગપણે-અવિકલપણેપરિશુદ્ધપણે કરતો હોય, તો તેને પણ આ ઈચ્છાગમાં સમાવેશ થાય છે તેમજ અત્રે ઈચ્છાનું પ્રધાનપણું છે, એટલે એ ઉપરથી ઉપલક્ષણથી એ સમજવાનું છે કે-ડું પણ શુદ્ધ ધર્મકર્તવ્ય કરવાની જે સાચી નિર્દભ ઇચ્છા પણ હોય, તો તેને પણ વ્યવહારથી અત્રે ઈરછાયેગમાં ઉપચારથી અંતર્ભાવ થાય છે. x “साङ्गमप्येक कर्म प्रतिपन्ने प्रमादिनः । નāઝાયોજીત રૂતિ વાત્ર મતે 1 –શ્રી યશોવિજયજીકૃત કાત્રિશત દ્વાર્વિશિકા. * " तत्पञ्चमगुणस्थानादारभ्यैवैतदिच्छति । નિશ્ચય કયવહારતુ પૂર્વમgવવારત છે”—-શ્રી અધ્યાત્મસાર, ઈત્યાદિ.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy