SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિસમુચ્ચય આમ અત્રે નમસ્કાર કરી, શ્રી વીર ભગવાન કેવા છે? એનું યથાર્થ સ્વરૂપ દર્શાવતા વિશેષણ અહીં જ્યાં છે. આ વીર ભગવંતને (૧) જિનત્તમ, (૨) અગ, (૩) ગિગમ્ય એ ત્રણ વિશેષણ આપ્યા છે, તેનું યથાર્થ પણે આ પ્રમાણે - જિનેત્તમ–જિનમાં જે ઉત્તમ છે. રાગ-દ્વેષ-મહ આદિ આંતર શત્રુઓને જેણે જય કર્યો છે તે જિન (અરિહંત-વીતરાગ) કહેવાય છે. ઉત્તરોત્તર આત્મગુણના પ્રગટપણા પ્રમાણે તે જિનના-કૃતજિન, અવધિજિન, મન:પર્યાયજ્ઞાન જિન, કેવલી જિન-એમ ભેદ છે. અને તેમાં પણ વીર ભગવાન ઉત્તમ-ઉત્કષ્ટ-સર્વશ્રેષ્ઠ છે. કારણ કે તે કેવલી છે, તેમ જ તીર્થંકર પણ છે. તે તીર્થકર પદપ્રાપ્તિનો ઉપક્રમ આ પ્રકારે છે :-જીવની તથારૂપ યોગ્યતાથી (તથાભવ્યતાથી) આકર્ષાઈને ઉત્તમ બધિબીજ તેમને પૂર્વજન્મમાં પ્રાપ્ત થયું અને ત્યારે અભક્તિ-પ્રવચન વાત્સલ્ય વગેરે ઉત્તમ સ્થાનકેની તેમણે ઉત્તમ સેવના કરી, ઉત્કૃષ્ટ આરાધના કરી. તથા “આ મેહાંધકારથી ગહન સંસારમાં પરિભ્રમણ દુઃખ પામી રહેલા આ બિચારા પ્રાણીઓને, હું આ ધર્મરૂપ તેજ-પ્રકાશવડે કરીને આ દુઃખમાંથી ગમે તેમ કરી યથાગપણે પાર ઉતારૂં, હું આ સર્વ જીવને સદ્ધર્મશાસન-રસિક કરે એવા પ્રકારે તે વર બોધિ પામેલે “બોધિસત્વ” ભાવના ભાવે છે. અને પછી “કરુણું” વગેરે ગુણથી સમાન-સમાસથી, સંક્ષેપથી –વિસ્તારથી તે પૂર્વાચાર્યોથી જ ઉત્તરાધ્યયન-યોગનિર્ણય આદિમાં કહેવામાં આવ્યો છે. તમેિવત –તે યોગદષ્ટિના ભેદથી. તેમાં અત્રે સંક્ષેપથી યોગકથન તે કર્તાનું અનંતર પ્રયોજન છે, પરંપરા પ્રયોજન તો નિર્વાણ જ છે, કારણ કે શુદ્ધ આશયથી આ તેવા પ્રકારની સત્વહિત પ્રવૃત્તિ છે, અને આ સહિત પ્રવૃત્તિ નિર્વાણના અવંધ્ય-અચૂક બીજરૂપ છે. અભિધેય કહેવાનો વિષય ગ જ છે, સાધુ-સાધનરૂપ લક્ષણવાળે તે સંબંધ છે. એમ આ માર્ગ ક્ષણુ છે,-સારી પેઠે ખૂંદાયેલે–ખેડાયેલ-જાણીતું છે. અને શ્રોતાઓને અનંતર પ્રયોજન તે પ્રકરણના અર્થનું પરિજ્ઞાન છે; પરંપરા પ્રયજન તે એઓનું પણ નિર્વાણ જ છે, કારણ કે પ્રકરણને અર્થના પરિજ્ઞાનને લીધે ઔચિત્યથી–ઉચિતપણુથી અત્રે જ પ્રવૃત્તિ હોય છે, અને આ પ્રવૃત્તિ પણ નિર્વાણના અવંધ્ય–અમોધ બીજરૂપ હોય છે. “मोहान्धकारगहने संसारे दुःखिता बत । सत्त्वाः परिभ्रमन्त्युच्चैः सत्यस्मिन्धर्मतेजसि ॥ अहमेतानतः कृच्छ्राद्यथायोगं कथंचन । अनेनोत्तारयामीति वरबोधिसमन्वितः ।। करुणादिगुणोपेतः परार्थव्यसनी सदा । तथैव चेष्टते धीमान्वर्धमानमहोदयः ।। तत्तत्कल्याणयोगेन कुर्वन्सत्त्वार्थमेव सः। तीर्थकृत्वमवाप्नोति परं सत्वार्थसाधनम् ॥" શ્રી હરિભદ્રાચાર્યજીકૃત શ્રી યોગબિન્દુ.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy