SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ આત્મામાં ભાવથતપણું પ્રગટે-આત્મજ્ઞાન ઉપજે, તે જ વારતવિક જ્ઞાન થયું કહેવાય છે; નહિ તે શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ સ્ત્રી-પુત્રાદિ જેમ મોહમૂદ્ધ જનોને સંસાર છે, તેમ શાસ્ત્ર એ વિદ્વાનોને સંસાર છેવળી એ પણ ખાસ યાદ રાખવા જેવું છે કે અધ્યાત્મરસ પરિણતિ વિનાનું જે શાસ્ત્રજ્ઞાન તે ભારરૂપ જ છે. ગધેડો ચંદનને ભાર ઉપાડે છે, પણ તેનો ભંગ તે કઈ ભાગ્યશાળી જ પામે છે; તેમ શાસ્ત્રને ભાર તે અનેક વહે છે, પણ તેને અધ્યાત્મરસ તો કઈ વિરલા જ ચાખે છે. ફરક માત્ર એટલે જ છે કે–ગધેડે પિતાના શરીર પર બે ઊઠાવે છે, અને આ શાસ્ત્ર-ગર્દભ પોતાના મન પર બેજો ઊઠાવે છે! પણ બન્નેનું ભારવાહકપણું સરખું છે ! “વેરાન્યાહ્નવિ, દમણમાકવિતા માથમૃદ્ધોનાનાતિ, વસ્તિ નં : ”–શ્રી યશોવિજયજી. “તિમ થતપાઠી પંડિતકુ પણ, પ્રવચન કહત અજ્ઞાન રે; સાર લહ્યા વિના ભાર કહ્યો શ્રત, ખર દૃષ્ટાંત પ્રમાણ”–શ્રી ચિદાનંદજી પુસ્તકપંડિતરૂપ વિદ્વાનમાં અને આત્માનુભવી જ્ઞાનીમાં આકાશ-પાતાલનું અંતર છે. બાકી બધુંય જાણતા હોય, પણ એક આત્માને ન જાણતું હોય, તે તે શાસ્ત્રવેત્તા વિદ્વાન પણ અજ્ઞાની છે. અને એક આત્માને જાણતા હોય ને બીજું કાંઈ ન પણ જાણતો હોય તે તે અવિદ્વાન પણ જ્ઞાની છે. આમ વિદ્વાન્ ને જ્ઞાનીમાં પ્રગટ ભેદ છે. અથવા પરમાર્થથી આત્મજ્ઞાની એ જ સાચો વિદ્વાન અથવા પંડિતજન છે, બાકી બીજા કહેવાતા વિદ્વાનોની ગણના પણ અજ્ઞાની અથવા બાલ માં જ છે. નિરક્ષર પણ જ્ઞાની હોઈ શકે ને સાક્ષર પણ અજ્ઞાની હોઈ શકે એવી આ વિલક્ષણ વાત વિવેકી જનો જ સમજી શકે છે. આ ગ્રંથમાં પણ ઈચ્છાગના લક્ષણમાં શ્રુતજ્ઞાની શબ્દ મૂક્યા છતાં “જ્ઞાની” એવું ખાસ વિશેષણ ક્યું, તે પણ એમ સૂચવે છે કે શ્રુતજ્ઞાની-આગમધર” હોય છતાં કદાચ અજ્ઞાની પણ હોય. એટલા માટે જ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-જો દ્રવ્યથી નવ પૂર્વ પણ ભણેલ હોય, પણ જે આત્માને ન જાર્યો હોય, તે તે અજ્ઞાની છે. આમ જ્યાં નવ પૂર્વ જેટલું કૃત ભણેલો એવો અધ્યાત્મરસ પરિણતિ વિનાને શુષ્કજ્ઞાની બહુશ્રત પણ અજ્ઞાની કહ્યો છે, તે પછી અન્ય અપકૃત વાચાજ્ઞાનીઓની તે શી વાત કરવી ? સર્વ શાસ્ત્રનું જ્ઞાન પણ જે એક આત્મવસ્તુ હાથ ન આવી તે શૂન્યરૂપ જ છે, મોટા મીંડારૂપ જ છે. “ઘો –આત્મા હાથમાં ન આવ્યા તે તે બધા એકડા વિનાના મીંડા છે! “ને પf કાળરૂ છે સર્વ જ્ઞાળરૂ ” આમ ઉક્ત સ્વરૂપવાળા જ્ઞાન-ક્રિયાના સમન્વયથી જ મોક્ષ છે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. છતાં કોઈ જ પ્રાયઃ કેવળ બાહ્ય ક્રિયાના આગ્રહી “ક્રિયાજડ' થઈ રહ્યા
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy