SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ દિવ્ય યોગદષ્ટિસંપન્ન “દષ્ટા” સદ્ગુરુરૂપ નિષ્ણાત (Expert ) સવૈદ્યને જેગ મળે, ને તે તેના રોગનું બરાબર નિદાન કરી ગ્ય ચિકિત્સા કરે, જ્ઞાન–અંજન આજે, તે ધીરે ધીરે તે દષ્ટિઅંધની દૃષ્ટિ ખૂલતી જાય, “દિવ્ય નયન’ ઉઘડે ને તે નેત્રરોગ સાવ મટી જાય. પણ ભૂલેચૂકે જે તે બાપડાને દષ્ટિવિહોણા આંધળા અસદ્દગુરુરૂપ ઊંટવૈદ્યને ( Quack) ભેટો થઈ જાય તે તે તે તેની આંખ જ ફેડી નાંખે ને “અધધ પલાય” જેવી સ્થિતિ થાય ! આ સશ્રદ્ધાસંગત બોધરૂપ જ્ઞાનપ્રકાશવંતી ગષ્ટિના ફલરૂપે જીવની અસંતુ પ્રવૃત્તિ અટકી જાય છે, અને સત્તા પ્રવૃત્તિ પદ નિકટ આવે છે. આ સતુપ્રવૃત્તિ પદ એટલે વેધસંવેદ્ય પદ (આત્માનુભૂતિરૂપ સમ્યગદર્શન) અથવા શૈલેશીપદ છે. આ ગદષ્ટિ તે સપ્રવૃત્તિપદાવહ છે. અહીં “આહ’ એટલે લાવી આપનાર એ શબ્દ જે છે તે અત્યંત સૂચક છે. લેહચુંબકની જેમ આકર્ષણશક્તિવાળી આ યોગદષ્ટિનું આકર્ષણ જ એવું પ્રબળ છે કે તે “પદ” (મેક્ષપદ ) એની મેળે ખેંચાતું ખેંચાતું સમીપ પ્રાપ્ત થતું જાય છે. એક વખત આ ગષ્ટિરૂપ “દિવ્ય નયન ને સ્પર્શ કર્યો કે બેડો પાર ! આ દૃષ્ટિરૂપ પારસમણિના સ્પર્શથી જીવરૂપ લેહ શુદ્ધ સુવર્ણ બની જાય છે! આવી આ મહામહિમાવાન આડ ભેદવાળી આ યોગદષ્ટિમાં મિત્રા આદિ પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાતી-આવીને પાછી પડી જાય એવો હોય કે અપ્રતિપાતીન પડે એવી હોય, એમ ભજના છે; પણ સ્થિર આદિ છેલ્લી ચાર દૃષ્ટિ તે અપ્રતિ પાતી જ હોય, આ નિયમ છે. પહેલી ચાર દૃષ્ટિ કહી તે જે પ્રતિપાત-બ્રશ પામે, આવીને પાછી ચાલી જાય, તે તે સાપાય-નરકાદિ અપાવવાની પણ હોય; જો પ્રતિપાત ન પામે, આવ્યા પછી પડે નહિં, તે નરકાદિ દુ:ખરૂપ અપાય-બાધા પણ ન હોય. એટલે અપ્રતિપાતી-હિં પડતી એવી થિરા આદિ દષ્ટિ પ્રાપ્ત થયે, મુક્તિ માર્ગ પ્રત્યેનું પ્રયાણ અખંડ-અભંગાણે ચાલ્યા જ કરે છે, ચાત્ મુક્તિની પ્રાપ્તિ હોય છે. “દષ્ટિ વિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાંજે રે, રયણી શયન જિમ શ્રમ હરે, સુર નર સુખ તિમ છે જે રે”-શ્રી કે. સજઝાય. અત્રે રૂપકઘટના કરીએ તો ગરૂપ અષ્ટ કમલદલવાળું કમલ છે. આ આઠ ગદષ્ટિરૂપ તેની આઠ પાંખડી-કમલદલ છે, અને તે પાંખડીનું મિલનસ્થાન આત્મસ્વભાવયું જનરૂપ ગ-કણિકા છે. તે અમસ્વભાવરૂપ કર્ણિકામાં ભગવાન આત્મા-ચૈતન્ય દેવ પરબ્રહ્મ બિરાજે છે. ગષ્ટિરૂપ દલ જેમ જેમ વિકાસને પામે છે, તેમ તેમ ચોગકમલ વિકાસ પામતું જાય છે. એકેક ગથ્વિરૂપ પાંખડી ખૂલતાં અનુક્રમે એકેક ચિત્તદોષ નિવૃત્ત થતું જાય છે, એકેક ગુણ વિકાસ પામતો જાય છે, અને એ કેક યે ગાંગ પ્રગટતું જાય છે આમ સંપૂર્ણ યોગદષ્ટિ ઉન્મીલન પામતાં ગરૂપ અષ્ટદલ કમલ સંપૂર્ણ વિકાસને પામે છે. મિત્રા દષ્ટિમાં તૃણ અગ્નિકણ સમાં બે પ્રકાશથી શરૂ થયેલે યોગદષ્ટિવિકાસ ઉત્તરોત્તર વધતા જઈ, પર દષ્ટિમાં પૂર્ણ ચંદ્ર સમે સોળે કળાએ ખીલી ઊઠે
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy