SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ લેકપ્રવાહમાં તણાતા અને સંસારને અભિનંદનારા ભવાભિનંદી પ્રાકૃત જનેનું જે લૌકિક પદાર્થ સંબંધી લૌકિક દૃષ્ટિએ ઓઘદર્શન-સામાન્ય દર્શન તે ઓઘદષ્ટિ (Vision of a layman) છે; અને ભવવિરક્ત મુમુક્ષુ સમ્યગદષ્ટિ ગીપુરુષનું જે અલૌકિક પદાર્થ સંબંધી અલૌકિક દિવ્ય દર્શન તે ગદષ્ટિ (Vision of Yogi) છે. ઘદૃષ્ટિની દનપદ્ધતિ લૌકિક રીતિની, વ્યાવહારિક, પ્રવાહપતિત, ગતાનુગતિક ગાડરીઆ પ્રવાહ જેવી ને ભવમાનુજારિણી હોય છે; ગદષ્ટિની દર્શનપદ્ધતિ અલૌકિક, પારમાર્થિક, મોક્ષમાર્ગનુસારિણી ને તવંગ્રહિણી હોય છે. ક્ષયે પશમની વિચિત્રતાને કારણે દર્શનભેદ થાય છે, તે બાબત એઘદષ્ટિ મિથ્યાષ્ટિ જને પરસ્પર વિવાદ કરે, પણ યોગદષ્ટિસંપન્ન સમ્યગદષ્ટિ ગીપુરુષ તે વિવાદ કરતા જ નથી, આ દર્શનભેદ તે મહાનુભાના મનમાં વસતા જ નથી, પ્રાકૃત જનની જેમ તેઓ મત-દર્શનના આગ્રહમાં તણાઈ જતા નથી. તે સમ્યગુષ્ટિ મહાજને તે એક યુગમાગને જ દેખે છે, યોગદર્શનને જ-આત્મદર્શનને જ દેખે છે. એક જ આત્મતત્ત્વના મૂળમાં આ સર્વ દર્શને વ્યાપ્ત છે, માત્ર “દૃષ્ટિ” જ ભેદ છે, એમ તેઓ ખરા અંતઃકરણથી માને છે. તેઓ ષદર્શનને જિનદર્શનના અંગરૂપ અથવા શુદ્ધ આત્મદર્શનના અંગરૂપ જાણે છે, એટલે તેના ખંડનમંડનની કડાકટમાં ઉતરતા નથી, ઉલટા તે છએ દશનને આત્મબંધુરૂપ જાણું સમ્યગદષ્ટિથી આરાધે છે. કારણ કે તેઓને નાની–અપેક્ષાવિશેષની યથાર્થ મર્યાદાનું ભાન હોય છે, યથાયોગ્ય નયવિભાગ તેઓ કરી જાણે છે, એટલે આ પરમ ઉદાર અનેકાંત દષ્ટિવાળા નિષ્પક્ષપાત નિરાગ્રહી સમ્યગ્દષ્ટિ પુરુષને તે તે દર્શનની મધ્યસ્થ પરીક્ષા કરતાં તે તે દશને એક જિનદર્શન અથવા શુદ્ધ, આત્મદર્શનરૂપ પુરુષના અંગરૂપ જ ભાસે છે. ભિન્ન ભિન્ન મત દેખિયે, ભેદ દૃષ્ટિને એવું; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ” જે ગાયો તે સઘળે એક, સકળ દશને એ જ વિવેક; સમજાવ્યાની રેલી કરી, યદુવાદ સમજણ પણ ખરી.”– શ્રીમદ્ રાજચંદ્રજી. “ષડૂ દરિશણ જિન અગ લીજે, ન્યાસ વર્ડગ જે સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, પ દરિશન આરાધે રે.”—શ્રી આનંદઘનજી તેમજ શુદ્ધ બોધવંત, નિરાગ્રહી, મત્રી આદિ ભાવનાથી ભાવિતાત્મા અને પરમ ગભીર ઉદાર આશયવાળા આ સમ્યગદષ્ટિ સંતજનની પ્રવૃત્તિ પણ પરાર્થે હોય છે, એટલે આ અવધૂત “નિષ્પક્ષ વિરલાઓ” સર્વ દશનને નય-સદંશ રહે છે, અને આપ સ્વભાવમાં સદા મગ્ન રહે છે, અને કેને કલ્યાણકારી એ “સંજીવનીચાર ન્યાય' ને ચારો ચરાવી સન્માર્ગે ઉતારવાનો નિર્મળ પુરુષાર્થ સેવે છે. પિતાને
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy