SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૦) ગદષ્ટિસમુચ્ચય પણ મૂઢ આગ્રહી છે જેમ, ધર્મના ઉપકરણ જે આત્મસાધન માત્ર નિમિત્ત જ છે, તેને લક્ષ્ય ચૂકી જઈ, તે તે સાધનના મિથ્યા આગ્રહોમાં, તુચ્છ મતભેદમાં, નાના નાના ઝઘડાઓમાં, નાના નાના વાડાઓમાં રાચી રહી,-તેમાં જ ઇતિકર્તવ્યતા મૂચ્છથી માને છે; તેમ આ મહાનુભાવ વિશાલદષ્ટિવાળો ગીપુરુષ માનતા અપકરણ નથી. કારણ કે તે સારી પેઠે સમજે છે કે-જ્ઞાની પુરુષોએ બાહ્ય-અભ્ય તર જે કાંઈ ઉપકરણ કહ્યા છે, દ્રવ્ય-ભાવ જે કાંઈ સાધન બતાવ્યા છે, તે કેવળ જીવને ઉપકાર થવા માટે કહ્યા છે, અપકાર થવા માટે નહિં. પણ તેમાં પણ જે જીવ મમત્વભાવ રાખે, ઈચ્છારૂપ પ્રતિબંધ કરે, મૂર્છા ધરાવે, તે તે ઉપકરણ ઉલટા અપકરણરૂપ થઈ પડે છે ! અધિકરણ થઈ પડે છે ! સાધન તે બંધન બને છે ! જેમકે મંદિર, ઉપાશ્રય આદિ ઘણું જીવોને ભક્તિ-વાધ્યાય આદિની સુગમતા-અનુકૂળતા ખાતર કરવામાં આવ્યા છે, પણ તેમાં પણ જો ચડસાચડસી, હોંસોંસી કરવામાં આવે, મારાતારાપણું કરવામાં આવે, નિરાગી નિઃસંગી વીતરાગ પ્રભુ અંગે સાધન તે પણ પરિગ્રહરૂપ મમત્વ બુદ્ધિ ધારવામાં આવે, કેટે ચઢવા જેવા મોટા બંધન ! ઝઘડા કરી રાગદ્વેષની વૃદ્ધિ કરવામાં આવે, તે ઈષ્ટ ઉદ્દેશ માર્યો જાય છે; સાધન તે બંધન થઈ પડે છે ! અને ઉપાશ્રય પણ અમુક વખત માટે, ગૃહસ્થની અનુજ્ઞાથી, પક્ષીની જેમ અપ્રતિબંધપણે વિચરતા ફરતારામ મુનિના કામચલાઉ વપરાશ માટે છે. પણ તેમાં પણ આ ફલાણુનો અપાસરો ને આ બીજાને અપાસરો એમ જે મમત્વરૂપ ક્ષેત્રપ્રતિબંધ કરવામાં આવે, તે તે ઉપાશ્રય પણ અપાશ્રયરૂપ થઈ પડે! ગચ્છ-ગણુ આદિ પણ મૂળ તે વ્યવસ્થા (organisation) અને સહકાર ( Co-ordination) ખાતર કરવામાં આવે છે, પણ તે પણ જે મમત્વનું સ્થાન થઈ પડે, કદાગ્રહોનું નિવાસધામ બને, કલેશ-ઝઘડાનું રણાંગણ બની જાય, કે વાડારૂપ સંકુચિતતાનું પ્રદર્શન બને, તે તે પણ બંધનરૂપ થઈ પડે છે ! આત્માને વિઘાતરૂપ થઈ પડે છે ! “ગ૨છના ભેદ બહુ નયન નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે ! ઉદરભરણાદિ નિજ કામ કરતાં થકા; મોહનડિઆ કલિકાલ રાજે...ધાર.”—શ્રી આનંદઘનજી શાસ્ત્ર તે કેવળ આત્માથે પઠન-પાઠન માટે ને સાર્વજનિક ઉપગ માટે કહ્યા છે. તેને બદલે કઈ પિતાને માલીકી હકક કરી કંજૂસની જેમ તેને સંગ્રહ-સંચય કરે, ને તેમાં પોતાનું મમત્વ સ્થાપે તો અપકરણરૂપ થઈ પડે છે. અથવા હું કે પંડિત છું, હું કેવું સરસ વ્યાખ્યાન કરી શકું છું, હું કે વક્તા છું, એમ અભિમાન ધરી શાસ્ત્રને માનાર્થે ઉપયોગ કરવામાં આવે, તે તે જીવને પ્રતિબંધરૂપ થઈ પડે છે. અથવા શાસ્ત્રને આગ્રહરૂપ ખંડન-મંડના કે ખોટા વાદવિવાદ માટે ઉપયોગ કરવામાં આવે છે તે પણ
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy