SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદદિ ઈશ્વરમણિધાન, અનુગ (૧૮૫) “શિવ શંકર જગદીશ્વરુ, ચિદાનંદ ભગવાન; જિન અરિહા તીર્થકરુ, જોતિ સ્વરૂપ અસમાન.શ્રી સુપાર્શ્વ, અલખ નિરંજન વછલુ, સકલ જંતુ વિશરામ અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ...શ્રી સુપાર્શ્વ વિધિ વિરંચિ વિશ્વભરુ, હૃષીકેશ જગનાથ; અઘહર અઘમેચન ધણી, મુક્તિ પરમપદ સાથ..શ્રી સુપાર્શ્વ એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર; જે જાણે તેહને કરે, આનંદઘન અવતાર...શ્રી સુપાર્શ્વ ” શ્રી આન દઘનજી એ * ઈશ્વરને શા માટે આરાધવા જોઈએ? જેવું તે ઈશ્વરનું સ્વરૂપ છે, તેવું આ આત્માનું સ્વરૂપ છે, તેનું ભાન થવા માટે. પ્રભુ પિતે તે શુદ્ધ આત્મસ્વરૂપને પામેલા હોઈ, આદર્શરૂપ છે. તે આદર્શ દેખીને, જીવને પોતાના સ્વરૂપને લક્ષ આરાધન હેતુ થાય એ જ ભક્તિ-ઉપાસનાને મુખ્ય ઉદ્દેશ-હેતુ છે. જેમ ઘેટાના ટોળામાં ઉછરેલા સિંહશિશુને પોતાના સ્વરૂપનું વિસ્મરણ હોય છે, પણ જે તે સિંહને દેખે કે તરત તેને સ્વરૂપનું ભાન આવે છે, તેમ પરમાત્માના સ્વરૂપ ચિંતનથી આત્માને નિજ સ્વરૂપનું ભાન થાય છે. એટલે પરમેશ્વરના અવલંબનરૂ૫ સેતુબંધથી-પૂલથી આ જીવ સહેલાઈથી ભવસાગર તરી જાય છે, દુસ્તર ભવસમુદ્ર ગોપદ જે બની જાય છે! પ્રભુભક્તિને આ અદ્ભુત મહિમા છે, એટલા માટે એનું પરમ પૂજ્યપણું છે, એમ જાણી આ દૃષ્ટિવાળે યોગી પુરુષ જેમ બને તેમ ભક્તિપરાયણ થાય છે, સાવધાન-એકાગ્ર ચિત્તે તેનું નામસ્મરણ, ભજન, સ્તવન, ચિંતન, ગુણસંકીર્તન, ધ્યાન વગેરે કરે છે. આ ઈશ્વરપ્રણિધાનથી સમાધિની પ્રાપ્તિ થાય છે. શ્રી સુપાસ જિન વદિયે, સુખ સંપત્તિને હેતુ શાંત સુધારસ જલનિધિ, ભવસાગરમાં સેતુ. સાવધાન મનસા કરી, ધારે જિનપદ સેવ.”—શ્રી આનંદઘનજી, આવા આ પાંચ નિયમને અહીં બીજી દષ્ટિમાં સંભવ હોય છે. અત્રે પ્રથમ દષ્ટિનું અંગ જે યમ તે તે હોય જ, ઉપરાંત આ નિયમ પણ હોય, પરંતુ પ્રથમ દૃષ્ટિમાં * તપ, સ્વાધ્યાય ને ઈશ્વરપ્રણિધાનથી કલેશ કાર્યના પ્રતિબંધારા સમાધિનું અનુકૂલપણું થાય છે. "तपःस्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः । સમાધિમાનાર્થ: વજેશતનુવાળાર્થ ”—પા, , ૨-૧. “સમાલિસિદ્ધિીશ્વપ્રળિયાના ?-પા, , ૨-૪૫,
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy