SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ દષ્ટાનું (પુરુષ-આત્માનું સ્વરૂપમાં અવસ્થાન થાય. ‘તા દદુ હsaથાનમ્ ! ” (પા. ય.) આમ આ વ્યાખ્યા પણ પૂર્વોક્ત સર્વ અને પુષ્ટ કરે છે. આ વ્યાખ્યાથી સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત એ બંને સમાધિને યોગની વ્યાખ્યામાં સમાવેશ કરવાને આશય છે. જૈનશાસ્ત્રોક્ત અધ્યાત્માદિ પાંચ ભેદવાળે યોગ ઉપરમાં કહ્યો, તેના પાંચમા વૃત્તિસંક્ષય ભેદમાં આ સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત એ બન્ને સમાધિનો અત્યંત સુગમતાથી અવતાર થાય છે. સ્કૂલ-સૂફમ એવી આત્માની ચેષ્ટાઓ તે વૃત્તિઓ છે; તેઓને મૂલ હેતુ કર્મ સગગ્યતા છે; આ આત્માની કર્મ સગયેગ્યતાને અકરણનિયમથી અપગમ થ, સમૂળગું દૂર થવું તે વૃત્તિક્ષય. આ વિશિષ્ટ વૃત્તિક્ષય જ્યાં થાય છે તે શુકલધ્યાનના પ્રથમ બે ભેદમાં સંપ્રજ્ઞાત X સમાધિ અવતરે છે, કારણ કે ત્યાં વૃત્તિ અર્થોનું સમ્યફ પ્રકર્ષરૂપથી જ્ઞાન હોય છે. ક્ષપકશ્રેણીની પરિસમાપ્તિ વેળાયે કેવલજ્ઞાન લાભ તે અસંપ્રજ્ઞાત સમાધિ છે, કારણ કે ત્યાં ગ્રાહ-ગ્રહણકારવાળી ભાવમવૃત્તિઓના અવગ્રહાદિકને સમ્યફ પરિક્ષાનનો અભાવ હોય છે. ઈત્યાદિ પ્રકારે આ પાતંજલેત યોગ વ્યાખ્યાને જૈનશાસ્ત્રોક્ત વ્યાખ્યા સાથે સુમેળ મળે છે, એટલું જ નહિ પણ કેટલાક પારિભાષિક શબ્દોનું પણ આશ્ચર્યજનક સામ્ય દશ્ય થાય છે! “સમર્શ્વ યોગ કરતે એ ગીતામાં કહેલી વ્યાખ્યા પણ ઉક્ત પાંચ ભેદના ચેથા સમતા પેગ સાથે સમન્વય સાધે છે. આ ગની પ્રક્રિયા આ પ્રકારે ચિત્ત જ્યારે ક્ષીણવૃત્તિવાળું થઈ જાય, ત્યારે તેમાં પરમાત્મસ્વરૂપની સમાપ્તિ થાય. સમાપત્તિ એટલે ધ્યાનદ્વારા સ્પર્શન. જેનું ધ્યાન કરવામાં આવે છે, તેના સ્વરૂપનું ધ્યાનથી સંપર્શન-અનુભવન થવું, તદ્રુપતાની સમ્યફ આપત્તિ-પ્રાપ્તિ થવી, તદ્રુપપણું પામવું તે સમાપત્તિ. સ્ફટિક જેવું નિર્મલ ચિત્તરત્ન જેનું ધ્યાન ધરે છે, તેની તેવી છાયા તેમાં પડે છે. કારણ કે ચિત્ત જ્યારે નિર્મલ ક્ષણવૃત્તિવાળું, સ્ફટિક જેવું પારદર્શક સ્વચ્છ (Crystal clear ) થઈ જાય, ત્યારે તે અન્ય વૃત્તિ પ્રત્યે દોડતું નહિ હોવાથી સ્થિર થઈ એકાગ્રપણું પામે અને રામ જ્યારે તે x “સમાધિદેવ ઇવાન્ચે સંબજ્ઞાતોડ મહીજતે સ વાર્ષદા રાવૈજ્ઞ નાતરા !. असंप्रज्ञात एषोऽपि समाधिर्मीयते परैः । निर द्धा शेषवृत्या दतत्स्वरूपानुवेधतः॥" વિશેષ માટે જુઓ શ્રી હરિભદ્રસૂતિ ગબિન્દુ, અને શ્રી યશોવિજયજીએ કરેલી પાતંજલ છે. સુની પરમ સમ વિવેકવાળી વ્યાખ્યા જેમાં એ મહાતમા એ મદદરૂપ કવતિ પાતંજલ સૂત્રોક્ત વ્યાખ્યાની વિકતા દર્શાવી આપી, ગુjમાડી વિશાલ તર દૃષ્ટિથી જૈન શાસ્ત્રોક્ત વેગ સાથે તેને અંભત સમન્વય સાધી બતાવી, પોતાની કુશાગ્રબુ ને અને મહાનુભાવ ઉદારતાનો અ!પણને પરિચય કરાવે છે. - * *fવવિજાપાન સામિનારૂપાની માતંત્રજ્ઞ તઃ ” ઈ. (પાત્ર સૂવ) તેની સાથે સરખાવી શકશે. ધ્યાનના નામ-(૧) પથફવિતર્કસવિચાર, (૨) એકત્વવિતર્ક અવિચાર. ઇત્યાદિ.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy