SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદષ્ટિ : વૈરાગ્ય ભાવના, (૧૩૫) માતા ને કેની સ્ત્રી ? આ દુસ્તર સંસાર-સાગરમાં આ જીવ એકલે જ ભમે છે. આ સંસાર સમુદ્રમાં ઉપજતા સર્વ સંબંધે મનુષ્યોને વિપત્તિના સ્થાન થઈ પડે છે ને અંતે અત્યંત નીરસ નિવડે છે, એમ હે જીવ! તું હારા રેજના અનુભવ પરથી નજરે નથી જેતે? આ જગમાં જે પ્રીત-સગાઈ છે તે પણ કેટલી બધી જૂઠી, માયાવી, ને સ્વાર્થ પ્રપંચમય છે, એને કડે અનુભવ શું તને નથી થય? પ્રિયજનોને સંગમ ગગનનગર જેવો છે, યૌવન ને ધન વાદળા જેવા છે, સ્વજન-પુત્ર-શરીર વગેરે વિજળી જેવા ચંચલ છે, આમ આખું સંસારચરિત્ર ક્ષણિક છે, એમ હે જીવ! તું જાણે છે, છતાં આ ત્યારે તુચ્છ વૈભવ ને પરિવાર દેખીને તું મનમાં શાને મલકાય છે? ડાભની અણી પર રહેલા જલબિંદ જેવું આ લ્હારૂં જીવન ક્ષણિક છે. જન્મરૂપ તાડ-વૃક્ષમાંથી ભ્રષ્ટ થયેલાં આ લ્હારા જીવ–ફલને મૃત્યુભૂમિએ પહોંચતાં કેટલે વખત લાગશે? માટે હે મૂઢ જીવ! મેહ મ પામ ! મહ મ પામ! હવે તે આ અનંત ખેદમય સંસારથી વિરામ પામ! વિરામ પામ! " मूढ मुह्यसि मुधा, मूढ मुह्यसि मुधा, विभवमनुचिंत्य हृदि सपरिवारम् । कुशशिरसि नीरमिव गलदनिलकंपितं, विनय जानीहि जीवितमसारम् ॥ मूढ ॥" શ્રી વિનયવિજયજીત શ્રી શાંતસુધારસ. ઈત્યાદિ પ્રકારે ભાવના ભાવતાં તેને સહજ વૈરાગ્યની કુરણ થાય છે, તે ભવથી ખેદ પામે છે–થાકી જાય છે, ને આ જન્મમરણ પરંપરાની જાળમાંથી છૂટવાની તીવ્ર ઇચછા કરે છે– મેક્ષની અભિલાષા કરે છે, ને સાચે મુમુક્ષુ” બને છે. એટલે પછી તે વૈરાગ્યથી મોક્ષને ઉપાય જાણવા માટે ઘણા પ્રયાસથી સાચા સદ્દગુરુની શોધ કરે છે; ચિત્તભૂમિની અને પરમ દુર્લભ એવા તેની પ્રાપ્તિ થયે, તેને પરમ ઉપકાર ગણી મન આદ્રતા વચન-કાયાની એકાગ્રતાથી તેના આજ્ઞાધીનપણે વર્તે છે. એટલે સદ્ગુરુનો બોધ તેવા વૈરાગ્યવાસિત જીવને લાગતાં, તેને સમ્યગુજ્ઞાન આદિ કલ્યાણપરંપરાની પ્રાપ્તિ થાય છે, કારણ કે વૈરાગ્ય-જલથી તેની ચિત્તભૂમિ પચી થઈ હોવાથી તેમાં બોધ ઊગી નીકળે છે. આમ સાચો અંતરંગ વૈરાગ્ય તેને ઉત્તમ ગબીજરૂપ થઈ પડે છે. અને તેવા અંતરંગ વૈરાગ્યનો રંગ જ્યાં લગી ચિત્તમાં ન લાગ્યું હોય, ત્યાં લગી જીવમાં જ્ઞાન પામવાની યેગ્યતા પણ આવતી નથી. જ્યાં લગી ચિત્ત-ભૂમિ કઠણ હોય ત્યાં લગી સિદ્ધાંતજ્ઞાન તેમાં પ્રવેશી શકતું નથી, ઉપરછલું થઈને ચાલ્યું જાય છે. પણ જ્યારે વૈરાગ્ય જલના સિંચનવડે તે ચિત્ત-ભૂમિ આદ્ર થઈ પોચી બને છે, ત્યારે જ તેમાં સમ્યગ્રજ્ઞાન-બીજને પ્રક્ષેપ થઈ શકે છે. સ્વ. શ્રી મનસુખભાઈએ ( આ વિવેચકના પૂ. પિતાશ્રી) શાંતસુધારસ પ્રસ્તાવનામાં યથાર્થ જ જ્યાંસુધી વૈરાગ્યરૂપી રેચક દ્રવ્યથી ચિત્તવૃત્તિને મલિન વાસનારૂપ મળ સાફ થયો નથી, ત્યાંસુધી જીવને સિદ્ધાંત બોધરૂપ-રસાયણરૂપ પૌષ્ટિક ઔષધ ગુણ ન કરે, નિષ્ફળ જાય,
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy