SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) યોગદષ્ટિસમુચ્ચય અને આવી અપ્રતિપાતી-પાછી નહિ પડતી દૃષ્ટિ સાંપડયા પછી, મુક્તિનગર પ્રત્યેનું પ્રયાણુ-ગમન અખંડ અભંગાણે ચાલ્યા કરે. વચ્ચમાં કદાચ કમને ભોગ બાકી હોય તે ઉત્તમ દેવ-મનુષ્યના અલ્પ ભવ કરવારૂપ રાતવાસો કરવો પડે તો ભલે, પણ છેવટે તે મુક્તિપુરે પહોંચે જ, “સ્વરૂપ સ્વદેશે” જાય જ. ૭ ગદષ્ટિ કળશકાવ્ય -- મંદાક્રાંતા – મિત્રામાંહિ ત્રિભુવનસખા વેગની મત્રી પાવે, ને તારા તે બલવતો કરી દીપતો સ્થિર થા કાંતા જેવી પર પ્રીતિ ધરી, ભાનુ શું તેજ ધારી, શેભે ગી શશિ શું શીતલે સૌમ્ય ને શાંતિકારી. પામી ઈસુ સમ સરસ સદ્દષ્ટિ મિત્રા અનૂપ, ભલે પામે રસ સુમધુરે મિષ્ટ સંવેગરૂપી; શુદ્ધિ તેની થઈ જઈ પરા શર્કરા શુદ્ધ પાવે, ને આસ્વાદ અનુભવ સુધા નિત્ય આનંદ ભાવે. આત્મામાંહી યમ-નિયમ આસન તે સ્થિર સાથે, પ્રાણાયામે પરરૂપ ત્યજી આત્મને ભાવ વાધે; પ્રત્યાહારે વિષયથી હઠી ધારણું ધીર સાધી, આત્મધ્યાને અચલ ભગવાન પૂર્ણ પામે સમાધિ. ખેદ ત્યાગી મન દઢ ધરે, યોગ ઉદ્વેગ ત્યાગે, વિક્ષેપે ના ખળભળી ઉઠે, ભ્રાંતિ તે દૂર ભાગે; અન્ય સ્થાને મુદ નવ લહે, રોગને અંત આવે, ને આસંગા વિણ પ્રગતિથી મેક્ષ નિ:સંગ પાવે. અષી તે પ્રથમ સુણવા જાણવા તત્ત્વ છે, શ્રોતા સારો શ્રવણથી બુઝી ચિંતને તત્ત્વ પ્રીછે; સર્વાત્માથી શરણ ભજત તત્ત્વનું પૂર્ણ ભાવે, તેમાં નિત્યે પ્રવૃત્તિ કરતાં તત્ત્વ તસ્કૂપ થા. યોગદષ્ટિ નયન ખુલતાં યેગને માગ ભાળે, સશ્રદ્ધાથી ચુત થઈ અતિ બોધ સાચ નિહાળે; ૧૦
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy