SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ગદષ્ટિસમુચ્ચય તૃણા ગેમય ને કાષ્ઠના, અગ્નિકણુ સમ માન; દીપપ્રભાનું પણ વળી, જિહાં હેય ઉપમાન; રત્ન તેમ તારા અને રવિ ને શશિ સમાન; દૃષ્ટિ એમ સદ્દષ્ટિની, અષ્ટ પ્રકારે જાણ. ૧૫, આટલે પ્રથમ ગુણસ્થાનકને પ્રકર્ષ છે–પરાકાષ્ઠા, છેલ્લી હદ છે, એમ સમયવિદો-શાસ્ત્રો કહે છે. ૫. સ્થિર તે ભિન્નગ્રંથિ-એટલે જેની ગ્રંથિ ભેદાઈ છે એવા સમ્યગદષ્ટિને જ-ભેદજ્ઞાનને જ હોય છે. તેને બંધ રત્નપ્રભા સમાન હોય છે. તેને ભાવ-(૧) અપ્રતિપાતી–પા પડે નહિં એવો, (૨) પ્રવર્ધમાનવૃદ્ધિ પામતા જત, (૩) નિરપાય–અપાય રહિત, બાધા રહિત, (૪) બીજાને પરિતાપ નહિં પમાડનારે, (૫) પરિતેષને હેતુ અને (૬) પરિજ્ઞાન આદિનું જન્મસ્થાન છે. ૬. કાંતામાં–આ બોધ તારાની પ્રભા સમાન હોય છે. એટલા માટે એ પ્રકૃતિથી-સહજ સ્વભાવથી સ્થિત જ હોય છે. અત્રે અનુષ્ઠાન-(૧) નિરતિચાર, (૨) શુદ્ધ ઉપગ અનુસારી, (૩) વિશિષ્ટ અપ્રમાદથી સંગત, (૪) વિનિયોગપ્રધાન, (૫) અને ગંભીર ઉદાર આશયવાળું હોય છે. ૭, પ્રભામાં સૂર્યની પ્રભા સમાન બેધ હોય છે. (૧) તે સર્વદા ધ્યાનહેતુ જ હોય છે, (૨) અહીં પ્રાયે વિકલ્પને અવસર હોતો નથી, અને (૩) અહીં પ્રશમસાર (પ્રશમ જેને સાર છે એવું') સુખ હોય છે. અત્રે- (૪) અન્ય શાસ્ત્રો અકિંચિતકર હોય છે -કંઈ નહિં કરી શકે એવા નકામા થઈ પડે છે, (૫) સમાધિનિષ્ઠ અનુષ્ઠાન હોય છે, (૬) તેની સંનિધિમાં વૈર આદિને નાશ હોય છે, “તરનિધૌ વૈરાદિનારા' (૭) પરાનુગ્રહ કર્તાપણું હોય છે, (૮) વિને-શિષ્ય પ્રત્યે ઔચિત્યાગ હોય છે, (૯) તથા અવંધ્ય એવી સતક્રિયા હોય છે. ૮. પરામાં તે ચંદ્રની ચંદ્રિકાની પ્રભા સમાન બંધ હોય છે. સર્વદા સયાનરૂપ જ એ તે વિકલ્પરહિત માનવામાં આવ્યું છે. (૧) તે વિક૯૫ના અભાવથી ઉત્તમ સુખ હોય છે, (૨) આરૂઢના આરેહણની જેમ અત્રે પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાન નથી હોતું–ચઢેલાને ચઢવાનું શું ? તેની પેઠે. (૩) પરોપકારીપણું– યથાભવ્યત્વ પ્રમાણે, (૪) તથા પૂર્વવત અવંદય સતક્રિયા હોય છે. એમ સામાન્યથી સંદેfggધા-સદ્દષ્ટ્રિની-ચોગીની દૃષ્ટિ અષ્ટ પ્રકારની છે. અત્રે શકા–ગ્રંથિભેદ થયે સદ્દષ્ટિપણું હોય. અને તે ગ્રંથિભેદ તે દીર્ઘ ઉત્તરકાળે આગળ ઉપર ઘણું લાંબા વખતે હોય છે, તે પછી સદ્દષ્ટિની દૃષ્ટિ આઠ પ્રકારની શી રીતે? સમાધાન–સદ્દષ્ટિના અવય–અચૂક હેતુપણુએ કરીને મિત્રા આદિ દૃષ્ટિઓનું પણ સતીત્વ–સતપણું છે એટલા માટે. શુદ્ધ ખડી સાકરની નિષ્પત્તિમાં-બનાવટમાં શેરડી, રસ, કાવો ને ગોળ જેવી આ મિત્રા આદિ છે; અને ખાંડ, સાકર, અશુદ્ધ સાકરના ગઠ્ઠા, ને શુદ્ધ સાકરના ચોસલા બરાબર બીજી ચાર દષ્ટિઓ છે, એમ આચાર્યો કહે છે. કારણ કે ધક્ષ (શેરડી) વગેરેનું જ તથાભવન–તેવા પ્રકારે પરિણમન થાય છે. આ મિત્રા આદિ રુચિ આદિ ગોચર જ છે.-આ મિત્રા વગેરેમાં રુચિ આદિ હોય જ છે, કારણ કે એને જ સ વિગ-માધુર્યની ઉ૫પત્તિ હોય છે –એમના ઈક્ષ સમાનપણને લીધે. અને નલ વગેરે જેવા તથા પ્રકારના અભવ્ય છે,-સંગરૂપ માધુર્યના શૂન્યપણને લીધે. - આ ઉપરથી સર્વથા અપરિણામી અથવા ક્ષણિક આત્મવાદમાં દષ્ટિભેદનો અભાવ કહ્યો. કારણ કે તેના તથાભવનની–તેવા પ્રકારે પરિણમનની અનુપત્તિ છે, અઘટનમાપણું છે, તેવા પ્રકારે પરિણુમન ઘટતું નથી, તેથી.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy