SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬) યોગદકિટસમુચ્ચય મેઘસહિત મે રહિત, રાત્રિ દિવસમાં તેમ; ગ્રહ સહિત ગ્રહ રહિત ને, બાલ આદિની જેમ અહ: જાણવા યોગ્ય છે, ઓઘદષ્ટિ તે તેમ; મિથ્યાષ્ટિ આશ્રયી, ઈતર આશ્રયી એમ, ૧૪, અર્થ:–મેઘવાળા કે મેઘ વિનાના રાત કે દિવસમાં, રહસહિત કે પ્રહરહિત, એવા બાલક કે અબાલકના જેવી અહીં ઓઘદષ્ટિ જાણવી; અને તે વળી મિથ્યાદષ્ટિ આશ્રયી કે અમિથ્યાદષ્ટિ આશ્રયી પણ હોય. વિવેચન “સઘન અઘન દિન રયણીમાં, બાલ વિકલ ને અનેરા રે; અરથ જુએ જેમ જૂજૂઆ, તિમ ઓઘ નજરના ફેરા રે.વીર.” શ્રી યશોવિજયજીકૃત શ્રી કે. દ. સઝાય ૧-૨ એક તો સમેઘ-મેઘવાળી મેઘલી રાત્રીમાં દષ્ટિ, તે કંઈક માત્ર ગ્રહણ કરનારી હોય છે; બીજી તો અમેઘધ વિનાની રાત્રિમાં જરા વધારે અધિક ગ્રહણ કરનારી હોય છે; આદિ શબ્દથી દિવસનું ગ્રહણ છે. એટલે એક સમેઘ-મેલા દિવસમાં, તથા બીજી અમેઘ-મેઘ વગરના દિવસમાં. અને આ બેમાં વિશેષ છે-તફાવત છે. આ દૃષ્ટિ વળી સગ્રહ-રહગ્રસ્ત (ભૂત વગેરે ભરાયેલા) દષ્ટાની હેય, અને આદિ શબ્દથી અગ્રહની એટલે ગ્રહગ્રસ્ત નથી એવા દૃષ્ટાની હેય. આ બેને પણ તફાવત હોય છે-ચિત્ર વિભ્રમ આદિના ભેદને લીધે. - આ વળી બાલક દૃષ્ટાની હોય, અને આદિ શબ્દથી અબાલકની પણ હોય. આ બન્નેને પણ વિવેકવિક્લતા આદિ ભેદને લીધે ભેદ હોય છે. આ વળી મિથ્યાદષ્ટિની એટલે કાચ (પાલ-મોતી-નેત્રરોગ ) વગેરેથી જેની દૃષ્ટિ ઉપહતઅવરાયેલી-ઢંકાયેલી છે એવાની હેય; અને તેનાથી-કાચ વગેરેથી જેની દૃષ્ટિ ઉપહત-અવરાયેલી નથી એવા અમિથ્યાદૃષ્ટિની હોય. જેમ આ દૃષ્ટિભેદ-એક જ દશ્યમાં પણ,-ચિત્ર (જુદા જુદા પ્રકારના) ઉપાધિભેદને લીધે હોય છે, તેમ પારલૌકિક પ્રમેયમાં–પરલેક સંબંધી જ્ઞાનવિષયમાં પણ ક્ષયોપશમની વિચિત્રતાને લીધે, ચિત્ર એટલે જુદા જુદા પ્રકારનું પ્રતિપત્તિભેદ હોય છે. (માન્યતાભેદ–ગ્રહણભેદ હોય છે.) આ કારણે આ દર્શનભેદ એટલે જુદા ના દર્શનેને ભેદ છે, એમ ગાચા કહે છે. ખરેખરઆ દર્શનભેદ તે સ્થિર આદિ દષ્ટિવાળા ભિન્નગ્રંથિ યોગીઓને હેત જ નથી, કારણ કે તેઓને યથાવિષય-પિતપતાના વિષય પ્રમાણે નયના ભેદોને અવધ–સાચી સમજણ હોય છે. એની પ્રવૃત્તિ પણ પરાર્થે હોય છે,–તેમને શુદ્ધ બોધનું હેવાપણું છે તેથી કરીને, તેઓને આગ્રહ વિનિવૃત્ત-અત્યંત દૂર થઈ ગયો હોય છે તેથી કરીને, તેઓનું મિત્રી આદિને પરતંત્રપણું હેય છે તેથી કરીને, અને ચારિચરિક સંજીવની ચરકચારણ નીતિથી (ચાર સંજીવની ચાર ન્યાય પ્રમાણે) તેમના આશયનું ગંભીર ઉદારપણું હોય છે તેથી કરીને. ઘરું પ્રોન,
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy