SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ સન્યાસયેાગ — તાત્ત્વિક ધ સન્યાસ યોગ ઃ— તેમાં પ્રથમ, ધર્માંસંન્યાસ અને તે પણ તાત્ત્વિક-પ રમાર્થિક કેટિને ધર્મ સન્યાસ, બીજા અપૂર્વકરણના સમયે પ્રગટે છે. અહીં બીજા’અપૂર્વકરણમાં એમ જે કહ્યું છે તે સહેતુક છે. કારણ કે પહેલુ અપૂર્ણાંકરણ કે જે ગ્ર ંથિભેદનુ કાણુ છે, બીજા અપૂર્વ તેમાં આ પ્રસ્તુત ધર્માંસન્યાસ હાઇ શકે નહિ. એટલા માટે ‘બીજા’માં કરણમાં એમ કહી તેનેા અપવાદ સૂચવ્યેા. આ અપૂર્વકરણ એ છેઃ-(૧) ગ્રંથિભેદના કારણરૂપ, (ર) ક્ષપકશ્રેણી વેળાનું, આ અપૂર્ણાંકણુ એટલે શુ? અપૂર્વ” એટલે અનાદિ કાળના ભવભ્રમણમાં જે કદી પશુ પૂર્વ પ્રાપ્ત થયા નથી, એવે શુભ-પ્રશસ્ત આત્મપરિણામ.ગ્રંથિભેદ વગેરે આ અપૂર્વકરણનું ફળ છે. તેમાં પહેલા અપૂર્વકરણનું ફળ ગ્રંથિભેદ છે, અને તે ગ્રંથિભેદનુ ફળ સમ્યગ્દશ ન છે. ગ્રંથિભેદ-ગ્રંથિ એટલે ગાંઠ. વાંસની કઠણ ગાંઠ જેવી દુલે–ભેદવી મુશ્કેલ, એવી ગાઢ રાગદ્વેષપરિણામરૂપ ક*ની ગાંઠ જ્યાં ભેદાય છે, તેનું નામ ગ્ર ંથિભેદ છે. ‘અને આ દુર્ભેદ કમ ગ્રંથિરૂપ મહાબલવાન પર્વત જ્યારે અપૂર્વકરણુરૂપ તીક્ષ્ણ ભાવ–વાથી ગ્રંથિભેદ ભેદાઈ જાય છે, ત્યારે આ મહાત્માને અત્યંત તાત્ત્વિક આનંદ ઉપજે છે’–જેવો રાગીને ઉત્તમ ઔષધથી રોગ કાબૂમાં આવતાં ઉપજે છે તેવો. અને આ ગ્રંથિના ભેદ પણ એવો હેાય છે કે તેનું પુન: તેવા પ્રકારે હોવાપણું હાતું નથી. તે એક વાર છૂટી એટલે ખસ છૂટી ! ખલાસ ! તે ફરીને તેવા સ્વરૂપમાં પાછી ઉભી થવા પામે જ નહિં, સંધાય જ નહિં, તેનું નામ ભેદ છે; કારણ કે તેવો ગ્રંથિભેદ થયા પછી તીવ્ર કષાયાદિને ઉદય હાતા નથી. ‘આવો આ ગ્રંથિભેદ સદાય કલ્યાણને-નિર્વાણને હેતુ થાય છે. જેમ જન્માંધ પુરુષને શુભ પુણ્યને ઉદય થતાં ચક્ષુને લાભ થયે સદન થાય છે ( ખરાખર દેખાય છે), તેમ જ આને ગ્રંથિને ભેદ થતાં સદ્દન-સમ્યગ્દર્શન થાય છે, એટલે વસ્તુનુ યથાર્થ સ્વરૂપ દેખાય છે.' * (૩૯) तथा च भिन्ने दुर्भेदे कर्मग्रन्थिमहाबले । तीक्ष्णेन भाववत्रेण बहुसंक्लेशकारिणि ॥ आनन्दो जायतेऽत्यन्तं तात्रिकोऽस्य महात्मनः । सद्वयाध्यभिभवे यद्वद् व्याधितस्य महौषधात् ॥ भेदोऽपि चास्य विज्ञेयेा न भूयो भवनं तथा । तीव्र संक्लेशविगमात्सदा निःश्रेयसावहः ॥ जात्यन्धस्य यथा पुंसचक्षुर्लाभे शुभोदये । सद्दर्शनं तथैवास्य ग्रन्थिभेदेऽपरे जगुः " ܕܕ -મહર્ષિ હરિભદ્રાચા છકૃત ચોગમ દુ
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy