SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(352) Yoga-drishti samuccaya attains the supreme principle, that is, by the cessation of sin and doubt, the supreme principle is attained by distinguishing between the created and the uncreated. In another way, the attainment of the principle does not happen by activity. 1. Here, the first means of attaining the principle is Agama, because Agama is the word of the self-realized person who has seen the principle directly. By going to the nectar of the words of such a supremely wise and principle-knowing person, that is, by worshipping the words of a virtuous person with understanding and understanding, the attainment of the supreme principle is sure to happen. 2. The second means of attaining the principle is Anumana, that is, the reasoning that is full of logic. In this reasoning, by doing the experiment of knowledge, that is, by reasoning with agreement, the principle is examined in detail, it is examined in detail, and by passing the test of reasoning, the principle becomes extremely firm, and the principle is determined by the appropriate resolution of the reasoning of agreement. But this reasoning must be full of logic. Just as the justice of justice is impartial, non-aggressive, and neutral, so the examiner of agreement must impartially, non-aggressively, and neutrally examine the principle, and accept the logical side with an open mind, as the author of this Yoga-drishti samuccaya scripture, Maharshi Hari Bhadrasuriji, has shown and done; or as Shrimad Rajchandraji has demonstrated in the Maha Darshan Prabhavak Granth called Meksha Mala. “Pakshapato na ke vire: piraripu. Guvatam avanam ya ta tha: paripradda” Shri Haribhadracharyaji. Also, this reasoning should not be contrary to Agama, but should be non-contrary, it should be in accordance with Agama. Because Agama is the word of the directly principle-knowing person, its place is much higher than reasoning. Therefore, there is no obstacle in establishing the principle of Agama with good reasoning, but there is definitely an obstacle in uplifting it. And that is why Agama is placed first here. 3. And the third means of attaining the principle is the interest of the four practices. By studying the yoga practice prescribed in the true scriptures with interest, the supreme principle is attained. The yoga practice, that is, the practice of Dharma, which is shown in the scriptures, by taking interest in studying it again and again, the soul's maturity becomes pure, and the knowledge becomes pure, so the miracle of the principle shines in it. Here, the word 'rasa' indicates the feeling of being one-minded and absorbed in yoga practice. The place of this practice here is...
Page Text
________________ (૩૫૨) યોગદષ્ટિ સમુચ્ચય ઉત્તમ તત્વને પામે છે, એટલે કે પાપ-સંમેહની નિવૃત્તિ થકી કૃતાદિના ભેદે કરીને ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. બીજી રીતે પ્રવૃત્તિ કરતાં તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. ૧. અત્રે તસ્વપ્રાપ્તિને સૌથી પ્રથમ ઉપાય આગમ છે, કારણ કે આગમ એ તત્ત્વનું સાક્ષાત્ દર્શન જેણે કર્યું છે એવા આત્માનુભવી પુરુષનું વચન છે. તેવા પરમ પ્રજ્ઞાવત તત્વષ્ટાના વચનામૃતમાં બુદ્ધિને જવાથી અર્થાત્ સપુરુષના વચનની બુદ્ધિપૂર્વક–સમજણપૂર્વક આરાધનાથી ઉત્તમ તત્વની પ્રાપ્તિ જરૂર થાય. ૨. તત્ત્વપ્રાપ્તિને બીજો ઉપાય અનુમાન અર્થાત્ સન્યાયસંપન્ન યુક્તિવાદ છે. આ યુક્તિવાદમાં પ્રજ્ઞાન પ્રયોગ કરવાથી અર્થાત્ સન્મતિયુક્ત તર્ક કરવાથી તત્વની વિશેષ પરીક્ષા થાય છે, વિશેષ ચકાસણી થાય છે, અને યુક્તિની કસોટીમાંથી પાર ઉતરતાં તત્વની અત્યંત દઢતા થાય છે, સન્મતિતર્કનું યથાયોગ્ય સમાધાન થતાં તત્વવિનિશ્ચય થાય છે. પણ આ યુક્તિવાદ સન્યાયસંપન્ન હોવો જોઈએ. જેમ ન્યાયમૂત્તિ નિષ્પક્ષપાતપણે–નિરાગ્રહપણે-મધ્યસ્થતાથી સત્ય ન્યાય તેલ, તેમ સન્મતિ પરીક્ષકે નિષ્પક્ષપાતપણે, નિરાગ્રહપણે, મધ્યસ્થતાથી તત્ત્વને તેલ કરી, સન્યાયસંપન યુક્તિયુક્ત પક્ષને જ મુક્ત કંઠે સ્વીકાર કરવો જોઈએ,–જેમ આ યોગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રના કર્તા મહર્ષિ હરિ ભદ્રસૂરિજીએ કહી દેખાડ્યું છે ને કરી દેખાડયું છે તેમ; અથવા મેક્ષમાળા નામક મહાદર્શનપ્રભાવક ગ્રંથમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રદર્શિત કર્યું છે તેમ. “પક્ષપાતો ન કે વીરે : પિરારિપુ. ગુવતમવનં યા તા થાઃ પરિપ્રદ્દઃ ”શ્રી હરિભદ્રાચાર્યજી. તેમજ આ યુક્તિવાદ આગમથી વિરુદ્ધ ન હોવો જોઈએ, પણ અવિરુદ્ધ હોવો જોઈએ, આગમને અનુકૂળ હવે જોઈએ. કારણ આગમ એ સાક્ષાત્ તત્વષ્ટા પુરુષનું વચન હેઈ, તેનું સ્થાન યુક્તિ કરતાં ઘણું ઉંચું છે. એટલે આગમક્ત તત્ત્વનું સુયુક્તિથી પ્રતિષ્ઠાન કરવામાં બાધ નથી, પણ ઉત્થાપન કરવામાં જરૂર બાધ છે. અને એટલા માટે જ અત્રે આગમનું સ્થાન પ્રથમ મૂક્યું છે. ૩. તથા તત્ત્વપ્રાપ્તિનો ત્રીજો ઉપાય ચોગાભ્યાસ રસ છે. સતશાસ્ત્રમાં જે યોગઅનુષ્ઠાન વિહિત છે, તેના રસપૂર્વક અભ્યાસથી ઉત્તમ તત્વની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં જે યોગસાધન અર્થાત્ ધર્મવ્યાપાર વિધાન બતાવ્યા છે, તેના પુનઃ પુનઃ આસેવનરૂપ અભ્યાસમાં રસ લઈ મતિ જેડવાથી આત્માની પરિણતિ વિશુદ્ધ થાય છે, અને પ્રજ્ઞા નિર્મલ બને છે, તેથી તત્ત્વના ચમત્કાર તેમાં ભાસ્યમાન થાય છે. અત્રે “રસ’ શબ્દથી યોગાભ્યાસમાં એકરસતારૂપ-તન્મયતારૂપ ભાવ સૂચવ્યું છે. આ ગાભ્યાસનું સ્થાન અત્રે
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy