SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Dharma-Sannyasa Yoga (39) - Tatvik Dharma-Sannyasa Yoga This yoga, first, involves Dharma-Sannyasa, and that too of the Tatvik-Paramarthik kind. Second, it manifests at the time of the second A-poorvakarana. Here, what is said about the second A-poorvakarana is purposeful. Because the first A-poorvakarana, which is the cause of Granthi-bhed, cannot be this presented Dharma-Sannyasa, therefore, it is mentioned as an exception in the second A-poorvakarana. These A-poorvakaranas are two: (1) the cause of Granthi-bhed, (2) the time of the Kshapaka-shreni. What is this A-poorvakarana? "A-poorva" means the auspicious and excellent Atma-parinam which has never been attained before in the endless cycle of births and deaths. Granthi-bhed etc. are the fruits of this A-poorvakarana. The fruit of the first A-poorvakarana is Granthi-bhed, and the fruit of that Granthi-bhed is Samyag-darshan. Granthi-bhed - Granthi means knot. Like the hard knot of a bamboo, which is difficult to break, so too is the dense knot of Karma, which is the result of Raga-dvesha, where it breaks, that is called Granthi-bhed. "And when this powerful mountain of Karma-granthi is broken by the sharp weapon of A-poorvakarana-rupa Bhava-vajra, then this great soul experiences immense Tatvik joy - just as a sick person experiences joy when their illness is controlled by excellent medicine. And this breaking of the Granthi is such that it does not happen again in the same way. Once it breaks, that's it! It will never rise again in that form, it will never be tied again, that is called bhed, because after such Granthi-bhed, there is no rise of intense Kshaya etc. "This Granthi-bhed always leads to the goal of Nirvana. Just as a blind man, when he gets the auspicious merit of sight, experiences the benefit of sight (he sees clearly), so too, when this Granthi is broken, he experiences Samyag-darshan - he sees the true nature of things." * " तथा च भिन्ने दुर्भेदे कर्मग्रन्थिमहाबले । तीक्ष्णेन भाववज्रेग बहुसंक्लेशकारिणि ॥ आनन्दो जायतेऽत्यन्तं तात्त्विकोऽस्य महात्मनः । सद्वथाध्यभिभवे यद्वद् व्याधितस्य महौषधात् ॥ भेदोऽपि चास्य विज्ञेयो न भूयो भवनं तथा । तीव्रसंक्लेशविगमात्सदा निःश्रेयसावहः ॥ जात्यन्धस्य यथा पुसश्चक्षुर्लाभे शुभोदये । सद्दर्शनं तथैवास्य ग्रथिभेदेऽपरे जगुः " – Maharshi Haribhadracharya's Gabindu
Page Text
________________ ધમસન્યાસયોગ (૩૯) – તાવિક ધર્મસંન્યાસ યોગ - તેમાં પ્રથમ, ધર્મસંન્યાસ અને તે પણ તાત્વિક–પરમાર્થિક કોટિને ધર્મસંન્યાસ, બીજા અપૂર્વકરણના સમયે પ્રગટે છે. અહીં બીજા અપૂર્વકરણમાં એમ જે કહ્યું છે તે સહેતુક છે. કારણ કે પહેલું અપૂર્વકરણ કે જે ગ્રંથિભેદનું કારણ છે, બીજા અપૂર્વ– તેમાં આ પ્રસ્તુત ધર્મસંન્યાસ હોઈ શકે નહિં એટલા માટે બીજામાં કરણમાં એમ કહી તેને અપવાદ સૂચવ્યું. આ અપૂર્વકરણ બે છેઃ-(૧) ગ્રંથિભેદના કારણરૂપ, (૨) ક્ષપકશ્રેણી વેળાનું. આ અપૂર્વકરણ એટલે શું? “અપૂર્વ” એટલે અનાદિ કાળના ભવભ્રમણમાં જે કદી પણ પૂર્વે પ્રાપ્ત થયો નથી, એ શુભ-પ્રશસ્ત આત્મપરિણામ. ગ્રંથિભેદ વગેરે આ અપૂર્વકરણનું ફળ છે. તેમાં પહેલા અપૂર્વકરણનું ફળ ગ્રંથિભેદ છે, અને તે ગ્રંથિભેદનું ફળ સમ્યગદર્શન છે. ગ્રંથિભેદ-ગ્રંથિ એટલે ગાંઠ. વાંસની કઠણ ગાંઠ જેવી દુર્ભેદ-ભેદવી મુશ્કેલ, એવી ગાઢ રાગદ્વેષપરિણામરૂપ કર્મની ગાંઠ જ્યાં ભેદાય છે, તેનું નામ ગ્રંથિભેદ છે. “અને આ દુદ - કર્મગ્રંથિરૂપ મહાબલવાન પર્વત જ્યારે અપૂર્વકરણરૂપ તીણ ભાવ–વાથી ગ્રંથિભેદ ભૂદાઈ જાય છે, ત્યારે આ મહાત્માને અત્યંત તાત્વિક આનંદ ઉપજે છે–જેવો રેગીને ઉત્તમ ઔષધથી રેગ કાબૂમાં આવતાં ઉપજે છે તેવો. અને આ ગ્રંથિને ભેદ પણ એવો હોય છે કે તેનું પુનઃ તેવા પ્રકારે હોવાપણું હોતું નથી. તે એક વાર તૂટી એટલે બસ ડ્યૂટી! ખલાસ! તે ફરીને તેવા સ્વરૂપમાં પાછી ઉભી થવા પામે જ નહિં, સંધાય જ નહિં, તેનું નામ ભેદ છે, કારણ કે તેવો ગ્રંથિભેદ થયા પછી તીવ્ર કષાયાદિને ઉદય હોતું નથી. “આવો આ ગ્રંથિભેદ સદાય કલ્યાણને-નિર્વાણનો હેતુ થાય છે. જેમ જન્માંધ પુરુષને શુભ પુણ્યને ઉદય થતાં ચક્ષુને લાભ થયે સદ્દર્શન થાય છે (બરાબર દેખાય છે), તેમ જ આને ગ્રંથિને ભેદ થતાં સદર્શન–સમ્યગદર્શન થાય છે, એટલે વસ્તુનું યથાર્થ સ્વરૂપ દેખાય છે.” * " तथा च भिन्ने दुर्भेदे कर्मग्रन्थिमहाबले । तीक्ष्णेन भाववज्रेग बहुसंक्लेशकारिणि ॥ आनन्दो जायतेऽत्यन्तं तात्त्विकोऽस्य महात्मनः । सद्वथाध्यभिभवे यद्वद् व्याधितस्य महौषधात् ॥ भेदोऽपि चास्य विज्ञेयो न भूयो भवनं तथा । तीव्रसंक्लेशविगमात्सदा निःश्रेयसावहः ॥ जात्यन्धस्य यथा पुसश्चक्षुर्लाभे शुभोदये । सद्दर्शनं तथैवास्य ग्रन्थिभेदेऽपरे जगुः " – મહર્ષિ હરિભદ્રાચાર્યજીકૃત ગબિંદુ
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy