________________
આવ્યો નહિ. તેથી પોતાના કર્મના ઉદયથી આવા શાસ્ત્રના પારગામી એવા સૂરિ પણ પરલોકની શંકા વાળા થયા. કે જો પરલોક હોય તો દેવ થયેલા મારા શિષ્યો અહીં આવીને મને દર્શન આપે. પરંતુ મારા એક પણ શિષ્ય દેવ તરીકે દર્શન આપવા આવ્યા નથી. તેથી આકાશપુષ્પની જેમ પરલોક નથી, શરીરથી જુદો કોઈ બીજો જીવ નથી. તેથી જે મૃત્યુ પામેલા મારા કોઈ પણ શિષ્ય મને દર્શન આપ્યા નથી. તો શા માટે સાધુ જીવન સ્વીકારી નાહક કાયાકષ્ટ સહન કરવું? આમ વિચારી સૂતેલા સાધુ સમુદાયને મૂકીને રાત્રિમાં સંસાર સુખના અર્થે તેઓ ચાલી નીકળ્યા. ' હવે દેવ થયેલા શિષ્ય, અવધિજ્ઞાનના ઉપયોગ વડે ગુરુને પતિત થતા જોયું અને એમને પ્રતિબોધવા એમના માર્ગમાં એક ગામ વિકવ્યું. ત્યાં અત્યંત રમણીય નૃત્યનો પ્રારંભ કર્યો. તેને જોતા છ મહિના ગુરુ ત્યાં ઊભા રહ્યા. દેવીશક્તિથી એમને ભૂખ-તરસ કે ઊંઘ આવી નહિ. ત્યારબાદ તે દેવ અનુક્રમે જુદા જુદા સ્વરૂપે - પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય નામના બાળકોના રૂપો કરીને સામે આવ્યો. એ બાળકો ઘણા અલંકારો પહેરેલા હતા. પતિતપરિણામી એવા આ સૂરિ તેના અલંકારોને લૂંટવા જાય છે ત્યારે તે બાળકો સૂરિને જુદી જુદી વાર્તાઓ કહે છે કે અમે જેનું શરણ લીધેલું તેનાથી જ અમને ભય ઉત્પન્ન થયો. એટલે તમારી પાસે રક્ષણ મેળવવા આવ્યા પણ તમે જ લૂંટનારા થયા છો જે યોગ્ય નથી. આવી શિખામણ આપનાર બાળકોને એ સૂરિએ હણી નાંખ્યા અને એમના બાળકોના) અલંકારો લૂંટીને પોતાના પાત્રમાં ભર્યા.
ત્યારબાદ તે દેવે આંખમાં અંજન, હાર-કંકણ આદિ અલંકારોથી વિભૂષિત એવી એક સાધ્વીનું રૂપ કર્યું તે જોઈને સૂરિ બોલ્યા, “હે જૈન શાસનનનો નાશ કરનારી, તું મારા દૃષ્ટિપથથી દૂર થઈ જા, જે સાધ્વી થઈને આમ પોતાના શરીરને શણગારે છે. ત્યારે સાધ્વીએ આચાર્યને કીધું, ‘તમે આચાર્ય છો, ગુણી છો તો તમારા આ પાત્રમાં શું ભરેલું છે? બીજાના સરસવ જેટલા પણ છિદ્રોને જુઓ છો પરંતુ પોતાના બિલીપત્ર જેવા મોટા દોષોને જોતા નથી.' સાધ્વી પાસેથી મર્મ સ્થાનથી વિંધાયેલ સૂરિ આગળ ચાલ્યા. ત્યાં સૈન્ય સહિત આવતા એક રાજાને જોયો. રાજાએ સૂરિને પ્રમાણ કરી
૬૬
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )