________________
- શુભ લેશ્યા જોઈએ. અર્થાત્ તેજો-પધ-શુકલ લેગ્યામાંથી કોઈપણ એક લેશ્યા જોઈએ. લેગ્યા એટલે જે વડે કર્મ આત્માને ચોંટે તે, અર્થાત્ આત્માના એક પ્રકારના શુભ કે અશુભ પરિણામ. કષાયોના ઉદયથી અને મન, વચન, કાયયોગના પ્રવૃત્તિથી જે શુભ કે અશુભ ભાવ થાય તેને બતાવાવાળી છ લેગ્યા જૈન શાસ્ત્રોમાં કહી છે. એ છ લેશ્યા છે - કુષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને શુકલ. આ છે માંથી પહેલી ત્રણ અશુભ લેશ્યા છે અને પછીની ત્રણ શુભ લેશ્યા છે.
પરાવર્તમાન શુભ પ્રકૃતિને બાંધનારો જીવ જોઈએ.
– પરાવર્તમાન પ્રકૃતિ - કર્મોના ફળની અપેક્ષાએ, બંધની અપેક્ષાએ, ઉદયની અપેક્ષાએ કર્મોના જૂદા જૂદા ભેદ બતાવવામાં આવેલા છે જેમ કે શુભ-અશુભ, ઘાતી-અઘાતી, ધુવબંધી-અધુવબંધી, ધુવોદયી-અધુવોદયી. આવી જ રીતે બંધ અને ઉદયની અપેક્ષાએ કર્મ પ્રકૃતિના બે ભેદ બતાવવામાં આવ્યા છે. ૧) પરાવર્તમાન ૨) અપરાવર્તમાન
જે કર્મ પ્રકૃતિ બીજી કર્મપ્રકૃતિના બંધ અને ઉદયને રોકીને પોતે બંધાય કે ઉદય પામે તે કર્મપ્રકૃતિને પરાવર્તન કર્યપ્રકૃતિ કહેવાય છે.
– ચઢતા વિશુદ્ધ અધ્યવસાયો જોઈએ.
- અશુભ કર્મપ્રકૃતિના રસને અનંતગુણહીન અને શુભ પ્રકૃતિના રસને અનંત ગુણ વૃદ્ધિએ બાંધતો જોઈએ. (રસબંધ)
– આયુષ્ય કર્મને બાંધતો ન હોવો જોઈએ. – સાકારોપયોગમાં વર્તતો ભવ્ય જીવ જોઈએ.
ચાર ગતિ (દેવ-નારક-મનુષ્ય-તિર્યંચ)માં રહેલો આવી યોગ્યતાવાળો કોઈ પણ જીવ મિથ્યાત્વ મોહનીય કર્મનો સર્વોપશમ કરવા સમર્થ બની શકે છે. મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી પ્રગટ થયેલ શુદ્ધ આત્મપરિણામ, આત્મવિશુદ્ધિ એ જ સમ્યગદર્શન છે.
૨૮
સમ્યગુદર્શન પ્રાપ્તિ માટેની આવશ્યક અનુકુળતાઓ