________________
છે- ‘તમેવ સર્વાનિર્સર્વ નંબંવિહિંપવેફર્થ સમ્યગુદર્શનના પાંચ લક્ષણોમાંથી પ્રથમ આસ્તિષ્પ ગુણ પ્રગટે પછી ક્રમશ: અનુકંપા, નિર્વેદ, સંવેગ અને શમ પ્રગટે, આસ્તિક્ય એટલે જિનેશ્વર ભગવંતે જે કહ્યું તે જ સત્ય છે એવી દઢ શ્રદ્ધા. ચતુર્થ ગુણસ્થાને (અવિરત સમ્યગુદૃષ્ટિ) જગતનું યથાર્થ દર્શન થાય છે, આત્મતત્ત્વની અનુભૂતિ થાય છે. આ બધું બાહ્ય આચારરૂપે નહીં પરંતુ ઉપર કહ્યા મુજબ શ્રદ્ધારૂપે હોય છે, સમજણરૂપે હોય છે. અહીં શ્રદ્ધા એટલે સમ્યગદર્શન અને સમજણ એટલે સમ્યગૂજ્ઞાન જે અંતરના પરિણામ છે, નહિ કે બાહ્યક્રિયા. એટલે આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ આંતરિક ભૂમિકાઓથી શરૂ થાય છે. જ્યારે આ વિકાસયાત્રા આગળ વધીને પાંચમા ગુણસ્થાને પહોંચે છે અર્થાત્ દેશવિરતિ ગુણસ્થાને પહોંચે છે ત્યારે એ શ્રદ્ધા અને સમજણને અનુરૂપ આંતરિક વ્રતપાલન એના જીવનમાં આવે છે. દેશથી એટલે કે થોડા પ્રમાણમાં હિંસાદિ પાપોથી નિવૃત્તિ તે દેશવિરતિ. દેશવિરતિ ગુણસ્થાને રહેલા જીવોને હિંસાદિ પાપોથી આંશિક નિવૃત્તિ હોય છે. અર્થાત્ પાંચમા ગુણસ્થાનકે આંશિક ચારિત્ર આવે છે. આ ગુણસ્થાને રહેલા જીવો સંસારત્યાગી ન હોય. જ્યારે આ જીવો સંસારત્યાગ કરીને સર્વવિરતિ ધારણ કરે છે, સાધુ બને છે ત્યારે એ છઠ્ઠા ગુણસ્થાને આવે છે. સર્વવિરતિ એટલે સર્વથા હિંસાદિ પાપોથી નિવૃત્તિ. એટલે આ ગુણસ્થાને સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રનો સુમેળ થાય છે અને જેમ જેમ જીવનો મોક્ષમાર્ગ પર આધ્યાત્મિક વિકાસ આગળ વધે છે અર્થાત્ જીવ અહીંથી આગળના ગુણસ્થાને જાય છે ત્યારે પણ આ ત્રણ એટલે કે રત્નત્રય સાથે જ રહે છે.
આ જ વાત શ્રી ઉમાસ્વાતિજીએ તત્વાર્થસૂત્રમાં પ્રથમ શ્લોકમાં જ કહી છે. અને આચાર્ય શ્રી કુંદકુંદદેવે એમના પરમાગમોમાં કહી છે. આગમોત્તર સાહિત્યમાં તત્વાર્થસૂત્ર જૈન મતના – દાર્શનિક સાહિત્ય તરીકે પ્રથમ કોટિનું આગવું સ્થાન ધરાવે છે. પૂર્વના મહાપુરુષોએ આ ગ્રંથને “અહ...વચન સંગ્રહ' તરીકે પણ ઓળખાવ્યો છે. તત્ત્વાર્થ સૂત્રકાર વાચકવર ઉમાસ્વાતિજી જૈન સંપ્રદાયના બધા ફિરકાઓમાં આદરણીય છે અને દિગંબર તેમજ શ્વેતામ્બર બંને સંપ્રદાયોમાં આ
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન )