________________
એ છે કે સામાન્ય રીતે આ બધું દેવ, ગુરુ અને ધર્મમાં સમાવિષ્ટ થઈ જાય છે. દેવને માનવાવાળા દેવ પ્રરૂપિત તત્ત્વો પણ માનશે જ. જો તત્ત્વોને માને નહીં તો દેવમાં શ્રદ્ધા ન થઈ. તત્ત્વોમાં અશ્રદ્ધા હોવી અને દેવમાં અશ્રદ્ધા એ બંને એક જ છે. આ અશ્રદ્ધાથી ગુરુમાં પણ અશ્રદ્ધા થઈ કારણ કે ગુરુ પણ દેવ પ્રરૂપિત તત્ત્વોને માને છે અને તેનો ઉપદેશ આપે છે. ધર્મની શ્રદ્ધામાં તત્ત્વોની શ્રદ્ધા પણ આવી જાય છે કારણ કે ધર્મના શ્રત અને ચારિત્ર એમ બે ભેદ છે. શ્રુતધર્મમાં નિગ્રંથ પ્રવચન' અર્થાતુ બધા તત્ત્વો, દ્રવ્યો અને સ્થાનોનો સમાવેશ થાય છે. નય-નિપાદિ પણ એમાં જ છે. આથી દેવાદિ તત્ત્વત્રયીમાં બધાનો સમાવેશ થાય છે. નવ તત્ત્વના ત્રણ વિભાગ પડે છે : હેય, ઉપાદેય અને જોય.
જોય - જીવ અને અજીવ. હેય - બેધ, આશ્રવ, પુણ્ય અને પાપ. ઉપાદેય - સંવર, નિર્જરા અને મોક્ષ. "हेया बंधासवपुण्णवा, जीवाजीवा य हुंति विण्णेया।
संवरणिज्जरमुक्को, तिण्णि वि एओ उवावेथा ।।" હેય, બ્રેય અને ઉપાદેયનું જ્ઞાન કરવું તે શ્રુતધર્મ છે અને હેયનો ત્યાગ તથા ઉપાદેયનો સ્વીકાર કરવો તે ચારિત્ર ધર્મ છે. આમ નવ તત્ત્વનું જ્ઞાન ધર્મ તત્ત્વમાં ગર્ભિત છે.
છ દ્રવ્યમાં એક જીવ છે અને બાકીના પાંચ અજીવ છે. તેમનો સમાવેશ નવ તત્ત્વના પ્રથમ બે તત્ત્વમાં થાય છે. છ સ્થાનકની સ્વીકૃતિ પણ શ્રત ધર્મમાં છે. પૂર્ણ શ્રદ્ધા સાથે સ્વીકાર કરાય છે કે -
૧) આત્મા છે ૨) આત્મા નિત્ય છે ૩) આત્મા કર્મનો કર્તા છે ૪) આત્મા કર્મનો ભોક્તા છે ૫) મોક્ષ છે ૬) મોક્ષનો ઉપાય છે.
આવી રીતે બધા તત્ત્વો અને બધા દ્રવ્યોનો શ્રત ધર્મમાં સમાવેશ થાય છે. દેવ, ગુરુ અને ધર્મરૂપ તત્ત્વત્રયીમાં બધા તત્ત્વો આવી જાય છે. નિર્ગથ પ્રવચન' રૂપ
૧૪૪
સમ્યકત્વનું મહાભ્ય )