________________
અહીં શ્રેણિક રાજાનું દૃષ્ટાંત છે. શ્રેણિક રાજા ઉદ્યાનમાં ધ્યાનમાં બેઠેલા યુવાન મુનિરાજને જુએ છે. એમના મુખ પરનું તેજ, સૌમ્યતા, નિર્લોભતા આદિ જોઈ તે આશ્ચર્ય પામે છે અને મુનિને આટલા યુવાન વયમાં સંયમ ગ્રહણ કરવાનું કારણ પૂછે છે. ત્યારે મુનિ ઉત્તર આપે છે કે એ અનાથ હતા, એમનો કોઈ નાથ નહતો, અને શ્રેણિક રાજાને, એ પણ અનાથ છે એની સમજણ આપી. રાજા અત્યંત વિસ્મય પામે છે. મુનિ શ્રેણિક રાજાને 'અનાથ' અને “સનાથ' શબ્દના પારમાર્થને સમજાવે છે. મુનિ પાસેથી વિસ્તારથી તેનું સ્વરૂપ સમજાતા રાજા બોધ પામે છે અને સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. આ રીતે તત્ત્વનો બોધ કરી શ્રદ્ધા થવી એ વિસ્તારરૂચિ કહેવાય છે. ૮) ક્રિયારૂચિ - દર્શન અને જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ અને ગુપ્તિ આદિ ધર્માનુષ્ઠાનો ભાવપૂર્વક આચરવાથી શ્રદ્ધા-રૂચિ ઉત્પન્ન થાય છે તે ક્રિયારૂચિ છે. દર્શન અને જ્ઞાન એ ભાવક્રિયા છે. ચારિત્ર અને તપ એ અનુષ્ઠાન' રૂપી ક્રિયા છે. અને વિનય, સત્ય, સમિતિ, ગુપ્તિ આદિ ભાવ અને અનુષ્ઠાન ક્રિયાની પોષક અને રક્ષક ક્રિયાઓ છે. ક્રિયાના આ બધા પ્રકારોમાં વિરપ્રભુએ દર્શનને પ્રથમ સ્થાન આપ્યું છે, કારણ દર્શન અર્થાત્ ભાવપૂર્વકની શ્રદ્ધા વગરની સર્વ ક્રિયાઓ મોક્ષના હેતુરૂપ નીવડતી નથી.
અહીં બાલમુનિ અઈમુત્તાકુમારનું દૃષ્ટાંત છે. પોલામપુર નગરીમાં ગૌતમસ્વામી ગોચરીએ નીકળ્યા હતા. ત્યાં રમતા બાળક અઈમુત્તાએ એમને જોયા. તેમની પાસે આવી પૂછ્યું, ‘તમે કોણ છો અને શા માટે આમ ફરો છો?' ગૌતમસ્વામીએ કહ્યું એ નિર્ગથ સાધુ છે અને ભિક્ષાઅર્થે ફરે છે. અઈમુત્તાકુમારે પોતાને ત્યાં ભિક્ષા માટે આવવાની વિનંતી કરી. કુમારની ભાવના જોઈ ગૌતમસ્વામી એની સાથે રાજમહેલમાં જઈ ગોચરી વહોરી. માતાની રજા લઈ બાળક અઈમુત્તા ગૌતમસ્વામી સાથે વરપ્રભુની દેશના સાંભળવા ગયા. પ્રભુની ધર્મદેશના સાંભળીને કુમારને વૈરાગ્ય થયો અને માતાપિતાની આજ્ઞા લઈ દીક્ષા અંગીકાર કરી.
દીક્ષા લીધા પછી એક વખત વર્ષા ઋતુમાં અઈમુત્તામુનિ બીજા મુનિ સાથે જીંડીલે જતા રસ્તામાં એક ખાડામાં પાણી ભરાયેલું જોયું. બાળ સ્વભાવે પોતા સાથેના
K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન
૧૨૭