________________
૯
સમ્યગ્દર્શનની દસ રૂચિ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮મા મોક્ષમાર્ગ અધ્યયનમાં સમક્તિની દસ રૂચિ એટલે કે સમ્યક્ત્વની પ્રાપ્તિ દસ પ્રકારે થાય છે તેમ કહી તેના દસ પ્રકારો બતાવ્યા છે.
निसग्गुअसरुई आणारुइ सुत्त - बीयरुइमेव । અભિગમ – વિત્યારરુફ જિરિયા સંàવ – ધમ્મરુફ ।।૬।। અર્થ : સમ્યક્ત્વની રૂચિ અથવા પ્રાપ્તિ દસ પ્રકારે છે - ૧) નિસર્ગરૂચિ ૨) ઉપદેશચિ ૩) આજ્ઞા રૂચિ ૪) સૂત્ર રૂચિ ૫) બીજ રૂચિ ૬) અભિગમ રૂચિ ૭) વિસ્તાર રૂચિ ૮) ક્રિયા રૂચિ ૯) સંક્ષેપ્ત રૂચિ ૧૦) ધર્મ રૂચિ.
૧) નિસર્ગરૂચિ - જેને જાતિસ્મરણ જ્ઞાનથી કે પોતાની સહજ સ્ફુરણાથી (એટલે કે ગુરુ કે બીજા કોઈના ઉપદેશ વગ૨) જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ એ નવ તત્ત્વોને યથાર્થરૂપ જાણ્યા એ નિસર્ગ રૂચિ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પદાર્થ માત્રના જિનેશ્વર ભગવંતે જે ભાવ જોયા છે અને પ્રરૂપ્યા છે તે એ જ પ્રમાણે છે, અન્ય પ્રકારે નથી એવી સ્વયંસ્ફૂરિત શ્રદ્ધા તે નિસર્ગરૂચિ છે.
આના ઉપર મૃગાપુત્રનું દૃષ્ટાંત છે. મૃગારાણીના પુત્ર મૃગાપુત્ર એક વખત રાજમહેલના ઝરૂખામાં ઊભા ઊભા