SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ હોય અને જેની કાળલબ્ધિ થઈ ગઈ હોય એ જીવને સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. સાત તત્ત્વ પર પૂર્ણ શ્રદ્ધા કરવી એને સમ્યમ્ દર્શન કહે છે. આગળ સમ્યગુ જ્ઞાનનું વર્ણન કરે છે - त्रिकालगोचरानन्त गुणपर्यायसंयुताः यत्र भावाः स्फुरन्त्युश्चैस्तज्ज्ञानं ज्ञानिनां मतम् ।।७।। અર્થ : “જેના ત્રણ કાળના ગોચર અનંતગુણપર્યાય-સંયુક્ત પદાર્થ અતિશયતાની સાથે પ્રતિભાસિત થાય છે અને જ્ઞાની પુરુષ જ્ઞાન કહે છે. આ સામાન્યપણે પૂર્ણ જ્ઞાનનું સ્વરૂપ છે. આકાશદ્રવ્ય અનંતપ્રદેશ છે. એના મધ્યમાં અનંત-પ્રદેશી લોકાકાશ છે. એમાં જીવ પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાલ આ અનંતદ્રવ્ય છે. એમના ત્રણે કાળ સંબંધી (ભૂત, ભવિષ્ય અને વર્તમાન) અનંત અનંત ભિન્ન ભિન્ન પર્યાય છે. આ સર્વેને યુગપત (એક સમયમાં) જાણવાવાળું પૂર્ણજ્ઞાન જે આત્માનો નિશ્ચય સ્વભાવ છે. આઠમા પ્રકરણના સમ્યક ચારિત્રનું વર્ણન કર્યું છે : यद्धिशुद्धः परं धाम यद्योगिजनजीवितम् । तवृत्तं सर्वसावधपर्युदासैकलक्षणम् ।।८.१।। અર્થ : જે વિશુદ્ધતાનું ઉત્કૃષ્ટ ધામ છે તથા યોગીશ્વરોનું જીવન છે અને સમસ્ત પ્રકારની પાપરૂપ પ્રવૃત્તિઓથી દૂર રહેવાનું જેનું લક્ષણ છે એને સમ્યમ્ ચારિત્ર કહે છે. આ ચારિત્રના પાંચ ભેદ બતાવેલા છે - (૧) સામાયિક (૨) છેદોપસ્થાપના (૩) પરિહારવિશુદ્ધિ (૪) સૂક્ષ્મસંપરાય (૫) યથાખ્યાત ચારિત્ર. આ ચારિત્રના ૧૩ ભેદ પણ બતાવ્યા છે. - જેમાં ૫ મહાવ્રત, પ સમિતિ , અને ત્રણ ગુપ્તિનો સમાવેશ થાય છે. આ પાંચ મહાવ્રત એટલે હિંસા, અમૃત (અસત્ય), ચોરી, મૈથુન, પરિગ્રહ. આ પાપોથી વિરતિ અથવા ત્યાગભાવ આ પાંચ વ્રત. આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ’ ૧૯૧
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy