SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ જ્ઞાની પુરુષ (ભાગ-૨) તે દિવસને યાદ કરતા દેખાય બધું અમે તો અત્યારેય એ વખતે જે પૈણવા બેઠા'તા ને, એ યાદ કરીને બોલીએ, “ઓહોહો, તમે તો કંઈ પૈણવા બેઠા'તા ને ! મોડ (સાફો) ખસી ગયેલો. પછી રાંડવાના વિચાર આવ્યા'તા તમને.” એવું હલે હું કહું. પ્રશ્નકર્તા : એટલે અત્યારે પૈણવા બેઠા હોય એવી રીતે ? દાદાશ્રી : દેખાય પેલું. કેવો મોડ ખસી ગયેલો'તો ! પૈણવામાં માંહ્યરું કેવું હતું એ દેખાય. વિચાર કરતાની સાથે દેખાય. અમે બોલીએ અને અમને હસવું આવે, આનંદ આવે. એ (અંબાલાલભાઈ) ખુશ થઈ જાય. અને તે મેં પુસ્તકમાં જાહેર કરેલું, તે લોકો હસે છે ! “તમને પૈણતી વખતે ?” મેં કહ્યું, “હા, પૈણતી વખતે વિચાર આવેલો.” બળ્યું, માંડીએ એટલે રાંડવું તો પડે ને ? તું જાણતી નહોતી? પૈણે એ રાંડ, માંડે એ રાંડે ? પ્રશ્નકર્તા : પૈણતી વખતે નહોતી જાણતી. દાદાશ્રી : નહોતી જાણતી ? પ્રશ્નકર્તા : તે ઘડીએ પૈણતી વખતે તો એમ જ હોય કે જનમ જનમ કા સાથ હો. દાદાશ્રી : હા. પણ વૈરાગી મન થયા પછી આવું ખબર પડે ને ! સરવૈયું કાઢે ને બળ્યું ! એક દહાડો સરવૈયું કાઢતા આવડે કે ના આવડે ? પ્રશ્નકર્તા : આવડે, દાદા. દાદાશ્રી : આ જગતનું સરવૈયું કાઢવું એક દહાડો. આવડે એ તો નફો ના જ કાઢે ને કોઈ દહાડોય. નરી ખોટ જ કાઢે ને ! સરવૈયું કાઢતા ના આવડતું હોય એ તો નફો જ જુએ આમાં. બેફામ નફો છે, કહેશે.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy