SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ (સંપાદકીય) અક્રમમાર્ગે સંસારીઓને પણ મોક્ષમાર્ગ પમાડનાર આ કાળના અગિયારમાં આશ્ચર્ય સમાન પરમ પૂજ્ય દાદા ભગવાન' (દાદાશ્રી) જાણે એક અનોખું ઉદાહરણ પ્રસ્થાપિત કરવા તથા આપણા જેવા અનેક પૂર્વે ચૂકી ગયેલા, રખડી મરેલા, કળિચોળિયા, સંસારી દશામાં રહેનાર જીવોને મોક્ષમાર્ગ નિર્વિને પૂરો કરાવવા અર્થે જ જાણે પોતે સંસારી વેશ ના પ્રગટ્યા હોય ! ક્રમિક માર્ગે સર્વ જ્ઞાની ભગવંતો “સર્વસંગ પરિત્યાગ” ગ્રહણ કરી પોતાની આત્મદશાની પૂર્ણાહુતિ સાધતા હોય છે. જેથી એ લોકોનું દામ્પત્યજીવન અને એ સઘળા હિસાબોમાંથી છૂટવાની બોધકળા કે જ્ઞાનકળાઓ તો કેમ કરીને જોવા-જાણવા મળે ? જ્યારે આ ગ્રંથમાં અક્રમવિજ્ઞાની દાદાશ્રીએ પોતે સંસારમાં ધર્મપત્ની હીરાબા' સાથે રહી જીવનપર્યત એટલે કે પોતાને જ્ઞાન થતા પહેલાથી લઈને જ્ઞાન થયા બાદ જ્ઞાની દશામાં રહીને કેવી રીતે એમની સાથે ફાઈલનો સમભાવે નિકાલ કર્યો તે વિસ્તારપૂર્વક જાણવા મળે છે, જે આપણું અહોભાગ્ય જ ગણાય ! આ પુસ્તક વાંચતા સહુને જ્ઞાની અક્ષરદેહ થકી તાદશ જ થશે અને જાણે આપણે દાદાશ્રીના આ પ્રસંગો આપણી આંખ સમક્ષ જોઈ રહ્યા હોય એવો જ અનુભવ થશે. પ્રસ્તુત ગ્રંથમાં દાદાશ્રીના હીરાબા સાથેના લગ્નજીવન દરમિયાન એમની અદ્ભુત વીતરાગદશા સાથે આદર્શ વ્યવહારનો સંપૂર્ણ ચિતાર મળે છે. જે સર્વે મહાત્માઓને અઢળક બોધકળાની ચાવીઓ અર્પશે અને ચીકણી ફાઈલોના સમભાવે નિકાલ માટે એક નવો જ દૃષ્ટિકોણ અર્પી આવરણ ભેદક બનશે ને “ફાઈલોનો સમભાવે નિકાલ કરવો” એ આજ્ઞાની સમજણના કેટલાય પગથિયા સહેજમાં ચડાવી દેશે. પંદર વર્ષે લગ્નવેળાએ જ વૈરાગ્યમય વિચારધારા તો આવા કોક વિરલ જ્ઞાનીને જ હોય ને ! લગ્નની ચોરીમાં, મોહથી વ્યાપ્ત વાતાવરણમાં “આ મંડાપાનું ફળ તો રંડાપો આવશેની વિચારધારા પ્રગટનાર પુરુષની અપૂર્વતા ક્યાંથી છાની રહે ? વળી લગ્ન થયા પછી ઘેર છોકરા અને છોકરીના જન્મ અને મરણ પ્રસંગે સમદષ્ટિ રાખી પેંડાની વહેચણી કરી
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy